આનંદો! દેશમાં ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન વધશે
વિશ્ર્વભરના અગ્રણી EV વાહન ઉત્પાદક કંપનીઓ દ્વારા જેની પર નજર રાખવામાં આવી રહી હતી તે ભારત સરકારની નવી ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી (EV પોલિસી) ની કેન્દ્ર સરકારે જાહેરાત કરી
દીધી છે.
ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનમાં દેશને અગ્રેસર અને મજબૂત બનાવવા માટે કેન્દ્ર સરકારે આ મહત્વનું પગલું ભર્યું છે.
નવી ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસીની જોગવાઇઓ અનુસાર હવે વિદેશી કંપનીઓ ૪,૧૫૦ કરોડ રૂપિયાના લઘુત્તમ રોકાણ સાથે ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન માટે પ્લાન્ટ સ્થાપી શકે છે. કંપનીઓએ ૩ વર્ષની અંદર ભારતમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા પડશે. નવી EV નીતિ અનુસાર, કંપનીઓએ ૩ વર્ષમાં ભારતમાં બનેલા લગભગ ૨૫ ટકા પાર્ટ્સ અને ૫ વર્ષમાં ભારતમાં બનેલા ઓછામાં ઓછા ૫૦ ટકા પાર્ટ્સનો ઉપયોગ કરવો પડશે.
જો કોઈ કંપની ભારતમાં તેનો પ્લાન્ટ સ્થાપે છે, તો તેણે ભારતમાં ૩૫,૦૦૦ અને તેનાથી વધુ કિંમતની કારના એસેમ્બલિંગ પર ૧૫ ટકા કસ્ટમ ડ્યુટી ચૂકવવી પડશે. ઇલેક્ટ્રિક વાહનોનું પ્રમાણ વધશે તો પ્રદૂષણ ઘટશે એવી આશા રાખવી રહી.