વીક એન્ડ

રાત બાકી થી જબ વો બિછડે થે, કટ ગઇ ઉમ્ર, રાત બાકી હૈ

ઝાકળની પ્યાલી – ડૉ. એસ. એસ. રાહી

એક શોલા સા ગિરા શીશે સે પૈમાને મેં,
લો કિરણ ફૂટી સવેરા હુઆ મયખાને મેં,


ગમ ને ઇસ તરહ ગિન ગિન કે બદલે લિયે,
મુસ્કુરાના ભી ઇક હાદસા હો ગયા.


જલ કે આશિયાં અપના ખાક હો ચૂકા સબ કા,
આજ તક યે આલમ હૈ રોશની સે ડરતે હૈં.

 • ખુમાર બારબંકવી

ખુમાર બારાબંકવી તરીકે લોકપ્રિયતા મેળવનાર શાયર-ગીતકારનું મૂળ નામ મોહમંદ હૈદર ખાન હતું. તેમનો જન્મ ૨૦ સપ્ટેમ્બર ૧૯૧૯ના રોજ ઉત્તર પ્રદેશના બારાબંકીમાં થયો હતો. તેમના પિતા ડૉ. ગુલામ હૈદર ‘બહાર’ અને કાકા ‘કરાર’ બારાબંકવી ખ્યાતનામ શાયરો હતા. આથી યુવાન વયના ખુમારની શાયરી તેઓ સુધારી-મઠારી આપતા હતા. ખુમાર ખૂબ જ હોશિયાર વિદ્યાર્થી હતા. તેમણે લખનૌમાં રહીને ઇન્ટર મીડિયેટનો અભ્યાસ પૂરો કર્યો હતો.

ઇ. સ. ૧૯૪૫માં મુંબઇના એક જાહેર મુશાયરામાં ખુમારે તેમની ગઝલો-નઝમો રજૂ કરી ત્યારે તે મુશાયરામાં એ. આર. કારદાર અને સંગીતકાર નૌશાદ ઉપસ્થિત હતા. ખુમારની શાયરીથી આ બન્ને મહાનુભાવો પ્રભાવિત થયા હતા. તેઓએ ખુમારને ફિલ્મ ‘શાહજહા’ માટે ગીતો લખી આપવા ઇજન આપ્યું હતું. આમ ખુમાર અને મજરૂહ સુલતાનપુરીએ ‘શાહજહાં’ના ગીતો લખ્યાં હતાં. જેને ભારે લોકપ્રિયતા મળી હતી. ખુમારનાં ગીતો અને ગઝલોને કે. એલ. સેહગલ, મોહમંદ રફી, તલત મહમૂદ, લતા મંગેશકર, શમશાદ બેગમ, ગીતા દત્ત, સુરૈયા અને સુમન જેવા ગાયકો-ગાયિકાઓએ કંઠ આપ્યો છે. ખુમારે નૌશાદ ઉપરાંત રોશન, રવિ, નૌશાદ અને સજ્જાદ હુસૈન જેવા સંગીતકારો સાથે પણ કામ કર્યું હતું.

હિન્દી ફિલ્મોમાં ગીતોની ઊતરતી જતી કક્ષા-ગુણવત્તાથી નારાજ-વ્યથિત આ શાયર કેટલાય વર્ષ સુધી ફિલ્મી જગતથી અલગ રહ્યાં હતાં, પરંતુ નૌશાદજીના આગ્રહથી ખુમારે ફરીથી કલમ ઉપાડી હતી અને કે. આસિફની ફિલ્મ ‘લવ એન્ડ ગોડ’ માટે તેમણે કાવ્યાત્મક ગીતોનું સર્જન કર્યું હતું. આ પછી તેમણે ફિલ્મ -ઉદ્યોગને તિલાંજલિ આપી હંમેશ માટે તેમના માદરે-વતન બારાબંકીમાં સ્થાયી થઇ ગયા હતા. આ શાયર ૧૯૯૯ની સાલમાં બારાબંકીમાં મૃત્યુ પામ્યાં હતાં.

તેમની ગઝલો-નઝમોના ૩ પુસ્તકો પ્રકાશિત થયા છે. તે છે ૧. ‘હદીસ-એ-દીગરા’ (બીજાની વાર્તા), ૨. ‘આતિશ-એ-તર’ (ઠંડી હવા) અને ૩. ‘રસ્ક-એ-મય’ (શરાબી નાચ).

પ્યાર-મોહબ્બતના નશાને-ઉન્માદને શેરિયત સમેત ગઝલોમાં વ્યક્ત કરનાર આ બુલંદ-ઊંચા-ઊંચા દરજજાના શાયરના કેટલાક શે’રનું રસદર્શન કરીએ.

 • તુમ કો બરબાદ તો હોના થા બહરહાલ ‘ખુમાર’,
  નાઝ કર નાઝ કિ ઉસને તુઝે બરબાદ કિયા.

એ ખુમાર, તારે કોઇ રીતે બરબાદ તો થવાનું જ હતું. તું એ વાતનું ગૌરવ લે કે એણે તને બરબાદ કરી નાખ્યો . (તે પાત્ર કાંઇ જેવું ન્હોતું).

 • રોશની કે લિયે ઘર જલાના પડા,
  ઐસી ઝુલ્મત બઢી તેરે જાને કે બાદ.

તારા ગયા પછી અંધારું એટલું ગાઢ થયું કે અજવાળુ કરવા માટે મારે ઘરને બાળવું પડયું.

 • મુહબ્બત કો સમઝના હૈ તો નાદાં ખુદ મોહબ્બત કર,
  કિનારે સે કભી અંદાઝા-એ-તૂફાં નહીં હોતા.

અરે ભલા માણસ, પ્રેમ શું છે તે સમજવું હોય તો પ્રથમ પ્રેમ કર. કિનારે બેસી રહેવાથી (દરિયામાં) તુફાન કેવું છે તેનો અંદાજ આવી શકતો નથી.

 • વો કાંટા હૈ કિ ચુભ કે ટૂટ જાયે,
  મુહબ્બત કી બસ ઇતની દાસ્તાં હૈ.

પ્રેમ વિશે કથા કરવી કહેવી હોય તો એટલું કહી શકાય કે પ્રેમ એક એવો કાંટો છે જે ભોંકાયા પછી બટકી જતો હોય છે.

*લુત્ફે -દોઝખ ભી, લુત્ફે-જન્નત ભી,
હાય કયા ચીઝ હૈ મુહબ્બત ભી.

આ પ્રેમ એવી ચીજ-વસ્તુ છે કે તેમાં નરકનો આનંદ તો ક્યારેક સ્વર્ગની મજા પણ મળી રહેતી હોય છે.

 • આબ મેરી મોહબ્બત કો નહીં, ઇસ કી ભી પરવા,
  વો યાદ મુઝે કરતે હૈ. યા ભૂલ ગયે હૈ.

મારા પ્યારને તો હવે એ વાતની યે પરવા નથી કે એ મને યાદ કરે છે કે (સદંતર) ભૂલી ગયા છે.

 • કહી શે’ર-એ-નગ્મા બન કે, કહી આંસુઓ મેં ઢલ કે,
  વો મુઝે મિલે તો લેકિન મિલે સૂરતે બદલ કે કયારેક શે’રના રૂપમાં તો ક્યારેક ગીત બનીને તો વળી કયારેક આંસુ થઇને તેઓ મને મળ્યાં તો ખરા, પણ તેઓ તો મને ચહેરાઓ બદલીને મને મળ્યા (તેથી હું તેમને કેવી રીતે ઓળખી શકું ?)
 • જબ મુહબ્બત ફતહ પા લેતી હૈ તબ આતા હૈ હોશ,
  જબ મુહબ્બત વાર કરતી હૈ પતા હોતા નહીં,

જયારે પ્રેમનો વિજય થાય છે ત્યારે સભાન થઇ જવાય છે, પરંતુ જયારે પ્રેમ પ્રહાર-વાર કરે છે ત્યારે કોઇ ખબર હોતી નથી.

 • ખુમાર ઉન કે ઘર જા રહે હો તો જાઓ,
  મગર રાસ્તે એ ઝમાના પડેગા

એ ખુમાર, તમારે એમના ઘરે જવું હોય તો જરૂર જાય, પરંતુ આ જમાનો તમારા રસ્તામાં અવરોધ રૂપ બનશે. તેનો ચોક્કસ ખ્યાલ રાખજો.

 • આપ કે જાતે ન દેખા જાયેગા,
  શમ્મા કો પહલે બુઝાતે જાઇયે.

તમે ચાલ્યા જશો તે મારાથી નહીં જોઇ શકાય. આથી જતાં પહેલાં પેલો દીપક ઠારી નાખજો. (જેથી હું તમને જોઇ ન શકું).

 • ન તો હોશ સે તઆરુફ, ન જૂનું સે આશનાઇ,
  યે કયાં પહોંચ ગયે હમ, તેરી બઝ્મ સે નિકલ કે.

ન તો સભાનતા સાથે પરિચય, ન તો ઉન્માદ સાથેની ઓળખાણ
અરેરે, હું તારી મહેફિલમાંથી નીકળીને ક્યાનો ક્યા પહોંચી ગયો.

 • યે વિચારે -અંજુમન તો હૈ બસ એક શબ કે મેહમાં
  મે જલા વો શખસ એ દિલ જો બુઝે કભી ન

જલ કે મહેફિલના દીપકો તો કેવળ એક રાત્રિના મહેમાન છે. માટે ઓ હૃદય તું એક એવો દીપક પ્રગટાવ જે ક્યારેય પ્રગટયા પછી ઠરી ન શકે.

 • નાસેહ, દેખ નાસેહ, અબ તુ બહુત સતા ચુકા,
  દૂર હો મેરે પાસ સે, તુઝ પર અભી પડી નહીં.

અરે એ ધર્મોપદેશક, તેં મને ઘણો સતાવ્યો છે. તું હવે મારાથી દૂર ચાલ્યો જા. તારા પર હજુ સુધી કાંઇ વીત્યું લાગતું નથી. (મેં તો ઘણું સહન કરી લીધું છે).

 • ખુદા બચાયે તેરી મસ્ત મસ્ત આંખો સે,
  ફરિશ્તા હો તો બહલ જાય, આદમી કયા હૈ

તારી મસ્ત આંખોથી ખુદા અમને બચાવી લે. તારી મસ્ત આંખોનો પ્રતાપ જ એવો છે કે માણસ તો શું, દેવતાઓ (દૂતો) પણ પ્રસન્ન થઇ જાય.

 • યે વફા કી સખ્ત રાહેં, યે તુમ્હારે પાય નાઝુક,
  ન લો ઇન્તકામ મુઝ સે મીરે સાથ સાથ ચલ કે.

આ વફા (પ્રમાણિકતા) ના દુર્ગમ માર્ગો અને તમારા કોમળ ચરણો. મારી સાથે સાથે ચાલીને તમે મારાથી આ પ્રકારે વેર ન વાળો તો સારું.

 • ભૂલે હૈ રફતા-રફતા ઉન્હેં મુદતોં સે હમ,
  કિસ્તોં મે ખુદકશી કા મઝા હમ સે પૂછિયે

કેટલોય સમય વીત્યો ત્યારે અમે તેમને ધીમે ધીમે ભુલ્યા છીએ. અમે હપ્તે હપ્તે આત્મહત્યા કરવામાં જે મજા મેળવી છે તે વિશે અમને પૂછો. અમે બધુ વર્ણન કરીશું.

 • ગુઝરે હૈં મયકદે સે તૌબા કે બાદ હમ,
  કુછ દૂર આદતન ભી કદમ ડગમગાયેં હૈ.

ન પીવાની કસમ ખાઇ લીધા પછી અમે સુરાલય પાસેથી પસાર તો થયા. પરંતુ આદતને લીધે અમારા પગ પણ લથડવા માંડ્યા.

 • દિખા કે મદભરી આંખેં કહા યે સાકી ને,
  હરામ કહતે હૈ, જિસ કો યે વો શરાબ નહીં.

નશીલી આંખો બતાવીને સાકીએ કહ્યું કે તમે જેને પ્રતિબંધિત ગણો છો એ શરાબ તો બીજો કોઇ છે. તે આ શરાબ નથી.

 • ગમ ને ઇસ તરહ ગિન ગિન કે બદલે લિયે,
  મુસ્કરાના ભી ઇક હાદસા હો ગયા.

વેદનાએ એવું તો બરાબરનું વેર વાળ્યું કે હવે તો મારું હસવું એ પણ એક દુર્ઘટના (અકસ્માત) ગણાવા માંડ્યું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button