પાફોસ-ગ્રીક દંતકથાઓની દેવી એફ્રોડાઇટીના ગામમાં…
અરાઉન્ડ ધ વર્લ્ડ -પ્રતીક્ષા થાનકી
સાયપ્રસની ઘણી ખાસિયતો અન્ો પોલિટિકલ ઊથલપાથલમાં ત્ોનો ગ્રીક હેરિટેજ જરા પાછળ છૂટી ગયો હતો. અમે લિમાસોસનું ગ્રીક સ્ટાઇલ થિયેટર જોયા પછી ફરી કમ્ફર્ટિંગ ગ્રીક રિસોર્ટવાળી ફીલિંગ તરફ પાછાં વળ્યાં. હવે સાયપ્રસમાં માત્ર એક દિવસ બાકી હતો, અન્ો છેલ્લો આખો દિવસ અમે ગ્રીક ફૂડ અન્ો દંતકથાઓ વચ્ચે વિતાવવા માટે સજ્જ હતાં. લાર્નાકાની હૉટેલથી ગાડી પાફોસ તરફ નીકળી. અમે સાંજની ઠંડકની ત્ૌયારી સાથે, બપોરે બીચ પર જરૂરી બ્ોગ બનાવી. રસ્તા માટે થોડો નાસ્તો પ્ોક કર્યો. લાર્નાકામાં સવારે હૉટેલના બ્રેકફાસ્ટ પર મળતાં લોકલ જૅમ અન્ો માર્મલાડ બનાવનાર સ્ટોરનું એડ્રેસ પણ લીધું. અહીં રોજ સવારે બાકીના નાશ્તા સાથે જે કાકડી અન્ો ટમેટાં મળતાં ત્ો પણ પ્ાૂરતો તડકો મળતો હોય અન્ો સાવ કુદરતી રીત્ો ઊગ્યાં હોય એટલા સ્વાદિષ્ટ હતાં. કાકડી સ્વાદિષ્ટ લાગવા માંડે ત્યારે ખરેખર થોડું સ્ોલ્ફ ઇન્ટ્રોસ્પ્ોક્શન કરવાની પણ જરૂર લાગતી હતી. સાયપ્રસમાં જાણે અઠવાડિયાના દરેક દિવસ્ો પ્ાૂરતો તડકો ખાધો હોવાનો નશો ચઢ્યો હતો. સારો તડકો દેખાય અન્ો ભારત યાદ ન આવે એવું પણ ન બન્ો. હવે વધતી ઉંમર સાથે ભારતની ખાસિયતો તો વધુ ન્ો વધુ વહાલી લાગતી હતી. એવામાં ક્લિશે એનઆરઆઈ ન બની જવાય ત્ોનું પણ ખાસ ધ્યાન રાખવું પડતું.
આ બધી વાતો સાથે અમે પાફોસના રસ્ત્ો ચઢ્યાં. વળી અમે રિસોર્ટ વિસ્તાર અન્ો પર્પલ ટર્કોઇઝ દરિયાની સંગતમાં આવી ગયાં હતાં. પાફોસ લિમાસોના રસ્તામાં જ હતું. પાફોસના ફોટા જોયા હતા. ત્ોમાં તો માત્ર ખડકો અન્ો દરિયો જ દેખાતાં હતાં, પણ સાથે ત્ોન્ો એફ્રોડાઇટીનું ઘર કહેવાતું હતું. આ કારણોસર જ ટૂરિઝમ ઇન્ડસ્ટ્રીમાં તો પાફોસના કારણે આખુંય સાયપ્રસ ‘આયલેન્ડ ઑફ એફ્રોડાઇટી’ તરીકે ઓળખાતું. ત્ોન્ો જ આ દેશનો મુખ્ય સ્ોલિંગ પોઇન્ટ બનાવવામાં આવેલો, પણ સાયપ્રસનું લેન્ડસ્કેપ એટલું સુંદર છે કે ગ્રીક દેવી એફ્રોડાઇટી અહીં જન્મી હતી ત્ો એ અહીંની ખાસિયતમાં ઉમેરો હતો, ત્ોનો મેઇન પોઇન્ટ નહીં.
એફ્રોડાઇટી એટલે ગ્રીક દંતકથાઓમાં પ્રેમની દેવી. રોમન દંતકથાઓ સુધી પહોંચતાં ત્ોનું નામ વિનસ થઈ ગયું હતું. પ્ોરિસના લુવ્ર મ્યુઝિયમમાં પણ એફ્રોડાઇટીનું ખ્યાતનામ શિલ્પ જોયાનું યાદ છે. પોમ્પ્ોઈનાં ખંડેરોની દીવાલો પર પણ ત્ોનું મ્યુરલ સચવાઈ રહૃાું છે. મેરિલ સ્ટ્રીપની લોકપ્રિય ફિલ્મ ‘મમ્મા મિયા’માં ત્ોના ગ્રીક ટાપુ પરના જુનવાણી ઘરના ફળિયામાંથી પણ એફ્રોડાઇટીનો ફુવારો નીકળે છે. એફ્રોડાઇટી પોપ્યુલર કલ્ચરમાં ત્ોના ગ્રીક કે રોમન નામથી સતત હાજર રહી છે. અન્ો આ એફ્રોડાઇટીનો જન્મ અહીં સાયપ્રસમાં થયો હોય તો તો એક્ઝેક્ટ સ્થળ જોયા વિના ઘરે પાછું કઈ રીત્ો જવાય. જોકે હજારો વર્ષોથી આકાર લઈ ચૂકેલી લોકવાયકા સાથે જોડાયેલાં સ્થળ આ પહેલાં પણ ઘણી વાર જોયાં હતાં, પણ કોણ જાણે કેમ એફ્રોડાઇટીની વાતમાં જ જબરું આકર્ષણ હતું.
પાફોસના રિજનમાં ટ્રૂડોઝ પર્વતમાળામાં ઘણી હાઇક ટ્રેઇલ પણ છે અન્ો ત્યાંના ડ્રાઇવ રસ્તામાં ઘણી હિસ્ટોરિકલ અન્ો આર્કિયોલોજિકલ સાઇટ્સ આવે છે. રસ્તામાં ટિમિરોઉ સ્ટાવરો મોનાસ્ટ્રીનાં ખંડેરો વટાવતાં અહીં પાફોસનું લીલોતરી ભરેલું સ્વરૂપ પણ જોવા મળી ગયું. સાયપ્રસન્ો ગ્રીક ગોડ્સનું પ્લેગ્રાઉન્ડ માનવામાં આવતું. આ રિજનના બીચ પર ઉનાળામાં સી-ટર્ટલ્સ પણ આવી પહોંચે છે અન્ો સાયપ્રસનાં સૌથી સુંદર સ્થાનિક ગણાતાં ફૂલો પણ આ સ્થળન્ો વધુ મજેદાર બનાવી દે છે. એવામાં એફ્રોડાઇટીની મનપસંદ ગુફા અન્ો ખડકો પણ સાથે જોવા મળી જાય તો બીજું શું જોઇએ. અમન્ો ત્ો દિવસ્ો અહીંનાં ખ્યાતનામ ફૂલો તો દેખાયાં, પણ કાચબા ક્યાંય નજરે પડ્યા નહીં. અંત્ો જ્યારે રોક ઑફ એફ્રોડાઇટી જોવા મળ્યો ત્યારે લાગ્યું કે આ પથ્થરન્ો એફ્રોડાઇટી સાથે કોઈ લેવાદેવા હોય ત્ોવું લાગ્યું નહીં. જોકે ત્ોનો અર્થ એ નહીં કે ત્ો સ્થળ સુંદર નથી. અહીં જ્યાં નજર પડે ત્યાં કાં તો દરિયો, ક્યાંક ખડકો, ક્યાંક ફૂલો, સાયપ્રસનું બધું સૌંદર્ય આ એક ખૂણામાં સ્ોમ્પલ તરીકે ભેગું થઈ ગયું હોય ત્ોવું લાગતું હતું.
એફ્રોટાઇટીના રોકથી પાફોસ શહેર વીસ્ોક મિનિટની ડ્રીઇવ પર છે. ત્ોનું પોતાનું હાર્બર તો એ જ કોમર્શિયલ પ્રોમોનાડ અન્ો સુવિનિયરની દુકાનો અન્ો કાફેઝથી જડેલું છે. ત્ોનું આજનું સ્વરૂપ ભલે કોમર્શિયલ હોય, છેક ત્રીજી સદીથી અહીં આ ટ્રેડ અન્ો ફોરેન શિપ્સની આવજા થતી રહી છે. આ પોમોનાડ પર જ પારંપરિક ગ્રીક મીલ પછી દરિયા પર પથરાઈન્ો સુવાની ઇચ્છા થઈ આવી. પાફોસ વિસ્તારમાં લારા અન્ો સોડાપ જાવા બીચ વચ્ચે ક્યાં રોકાવું ત્ો નક્કી કરવું મુશ્કેલ થઈ જાય ત્ોવું છે. પાફોસનો પોતાનો કિલ્લો પણ છે જ. દરિયાકિનારાના કિલ્લાઓની પોતાની અલગ મજા હોય છે. હજાર વર્ષ જૂના કિલ્લામાં આજે પણ કોન્સર્ટ થાય છે. આ કિલ્લાના ઘણા ઉપયોગમાં સૌથી મજાનો ઉપયોગ એ છે કે સદીઓ પહેલાં ત્યાં માત્ર મીઠું સંઘરવામાં આવતું હતું. મધ્યયુગ દરમ્યાન અહીં સોલ્ટ સોના કરતાં પણ વધુ કિંમતી હોવાની પણ વાત છે. અહીં ગામનું પોતાનું આર્કિયોલોજિકલ મ્યુઝિયમ પણ છે. સનસ્ોટ ક્રુઝથી માંડીન્ો એફ્રોડાઇટી વોટર પાર્ક, ગ્રીક કલ્ચર બધે જ ટૂરિઝમ આકર્ષી રહૃાું હતું.
અહીંનાં ભૂતકાળના રાજાઓની અન્ડરગ્રાઉન્ડ કબરની મુલાકાત લેવાનું શક્ય છે. ત્ોના કરતાં અમે માર્કેટ જવાનું પસંદ કર્યું. અહીં જંગલી ઓરેગાનોની સુગંધ બધે ફરી વળી હતી. એ સુગંધન્ો ઘરના પાસ્તામાં પણ લઈ આવવા માટે ત્ોનું એક પડીકું બંધાવ્યું. પાફોસ માર્કેટમાં સ્થાનિક મસાલા, હેન્ડીક્રાફટની આઇટમો અન્ો સુવિનિયર ઉપરાંત મજાની ગ્રીક કૉફી પણ પીવા મળી ગઈ. એ ઓરેગાનો અન્ો કૉફીનો સ્વાદ આજે પણ સાયપ્રસની મુલાકાતન્ો મનમાં તાજી રાખે છે.