વીક એન્ડ

ડૂરબાખના ઢોળાવોમાં રિલેક્સ થવું જ પડે….

અરાઉન્ડ ધ વર્લ્ડ -પ્રતીક્ષા થાનકી

બ્લેક ફોરેસ્ટની રોડ ટ્રિપમાં હજી એક દિવસ પણ પ્ાૂરો નહોતો થયો. મમલ લેકથી નીકળીન્ો જરા ફ્રૂટી રસ્ત્ો ડૂરબાખ પહોંચ્યાં ત્યાં માંડ ચાર વાગ્યા હતા. અન્ો ધાર્યું હોત તો અમે હજી રસ્તામાં થોડી સાઇટ્સ જોતાં જોતાં જઈ શક્યાં હોત, પણ પ્લાન હતો હોટલ પર જઈન્ો પ્ાૂલ, સૉના અન્ો ગાર્ડનમાં એન્જોય કરવાનો. ડૂરબાખ બધી તરફ વાઇનના ઢોળાવોથી ઘેરાયેલું હતું. ગામ તો સાવ નાનકડું હતું, પણ ત્યાં મજા કરવાના રસ્તાઓની કમી નહોતી. સ્થાનિક મકાનોમાં ઘણાં હવે વેકેશન હોમ્સ હોય ત્ોવું લાગતું હતું. વળી દર થોડા અંતરે ફળો અન્ો શાકભાજી અથવા લોકલ ડ્રિંકના સ્ટોલ લાગ્ોલા હતા. ઘણા સ્ટોલ પર કોઈ હાજર પણ ન હતું. લોકો પર ભરોસો રાખેલો કે જે પણ આવશે ત્ો લખેલી પ્રાઇસ આપીન્ો જ જશે. ઘણા સ્ટોલમાં સીસીટીવી હતા, પણ ત્ોનાથી કોઈ અજાણ્યો ટૂરિસ્ટ ફટાફટ કિંમત ચૂકવ્યા વિના જતો રહે તો કંઈ થઈ શકે ત્ોવું તો ન લાગ્યું. આમ ખુલ્લા સ્ટોલ અથવા ખેતરો પર ક્યારેક ભાવ લખ્યા હોય અન્ો ક્યારે શ્રદ્ધાએ જે આપો ત્ો આપવાનું બોર્ડ મારેલું હોય. ગ્રામીણ જર્મનીનો આ ચહેરો ખરેખર હજી પણ નવાઈ લગાડે છે.

અમારી હોટલની બરાબર સામે એક વિનયાર્ડનો વ્યુ હતો. ત્યાં બ્ોસીન્ો ચા પીવામાં કલાકો ગાળી શકાય ત્ોમ હતું. પ્ાૂલ અન્ો સૉનામાં સમય વિતાવ્યા પછી અમે એ જ કર્યું. હજી જમવાના સમયન્ો વાર હતી. અમે જે હોટલમાં રોકાયેલાં ત્યાં લાંબો સમય રિલેક્સ અન્ો રિકવરી માટે આવતાં લોકો માટેના રૂમ્સ પણ હતા. જર્મનીમાં ત્ોન્ો ‘રે-હા’ કહેવાય, એટલે કે રિહેબિલિટેશન સ્ોન્ટર. અમેરિકન કોન્ટેક્સ્ટમાં રિહેબમાં લોકો ડ્રગ્સ કે દારૂનું એડિક્શન છોડાવવા જતાં હોય છે. જર્મનીમાં રિહેબ એટલે કોઈ ઇજા, બીમારી કે દુખાવાથી રિકવર થવા માટે ઘણી હોટલો લાંબો સમય રહેવાની લક્ઝરી પણ આપ્ો છે. એટલે અહીં રેગ્યુલર હોટલની સુવિધાઓ ઉપરાંત ફિઝિયોથેરાપિસ્ટ સાથે વાપરી શકાય ત્ોવું જીમ અન્ો વિવિધ મેડિકલ પ્રોગ્રામ પણ હોય.

અમે તો રેગ્યુલર ટૂરિસ્ટ બનીન્ો જ આવેલાં, પણ ત્ો સિસ્ટમ જોવાની મજા પડી. કોઈ સ્પામાં થઈ શકે ત્ોવા બધા જલસા કરીન્ો અમે સાંજના પ્લાન તરફ આગળ વધ્યાં. અમારાં કેટલાંક જર્મન મિત્રો અન્ો કોલિગ્સ આ પ્રકારનું રિકવરી વેકેશન કરી ચૂક્યાં છે. મજાની વાત એ છે કે જો તમન્ો રિહેબની જરૂર ડોક્ટરે પ્રિસ્ક્રાઇબ કરી હોય તો ત્ોનો ખર્ચ પણ તમારો મેડિકલ ઇન્શ્યોેરન્સ કવર કરે. ખરેખર ત્ોન્ો વેકેશન કહેવાય કે જરૂરી રિકવરી એ અલગ પ્રશ્ર્ન છે. એ બાબત્ો તો અહીં ટ્રાવેલ કરવું, ટૂરિઝમમાં ભાગ લેવો, વેકેશન કરવું અન્ો હોલીડે પર જવું, દરેકનો અર્થ જરા અલગ છે. માણસ ટ્રાવેલ ખાસ અનુભવો માટે કરે, ત્ોમાં સ્થળો પર રિસર્ચ કરવાથી માંડીન્ો ત્યાં બધું જોવામાં ઘણી મહેનત પણ પડે. ટૂરિઝમ તો લોકપ્રિય સ્થળો ટિક મારવા માટે થાય, ત્ોમાં પણ મહેનત તો થાય જ. વેકેશનમાં રજાઓનો આરામ હોય. વેકેશનમાં ટ્રાવેલ થાય પણ ખરું અન્ો માણસ માત્ર ઘરે રહીન્ો
પણ વેકેશન માણી શકે, ત્ોમાં કામથી બ્રેક લઈન્ો રિલેક્સ થવું વધુ જરૂરી છે. હોલીડે ટૂરિઝમ અન્ો વેકેશનની વચ્ચે ક્યાંક છે. હવે આ બધા શબ્દો એકબીજા સાથે ઇન્ટરચેન્જ થઈ શકે અન્ો એમ જ ખાસ ફર્ક વિના વાપરવામાં આવે પણ છે. જાકે ડૂરબાખમાં લોકો જરૂર રિકવર થવાનું વેકેશન માણવા આવે છે.

હોટલની બહાર નજીકની રેકમેન્ડેડ રેસ્ટોરાંનું લિસ્ટ હતું. ત્ોમાં એક ઇન્ડિયન રેસ્ટોરાં પણ હતું. અમે સાંજે નજીકથી ઇન્ટરન્ોટ પર હાઇલી રેટેડ પિત્ઝા લઇન્ો કોઈ મજેદાર વ્યુ સામે બ્ોસીન્ો ઉજાણી કરવાનાં મૂડમાં હતાં. પણ થોડી વારમાં તો વેધરે એવી પલટી મારી કે બહાર બ્ોસીન્ો જમવાના ઇરાદા પર પાણી ફરી વળ્યું. હવે પ્ોલું ઇન્ડિયન રેસ્ટોરાં યાદ આવવા લાગ્યું. નજીકમાં જ હતું અન્ો અમે થોડી જ વારમાં ભજિયાં, કોફતા અન્ો નાનની મજા માણી રહૃાાં હતાં. વ્યુ સાથે ઉજાણી કરવા ન મળી ત્ો વાત વરસાદમાં ભજિયાં સાથે ભુલાઈ ગઈ.

જમીન્ો પાછાં ફર્યાં પછી વરસાદ તો બંધ થઈ ગયો હતો પણ હજી અંધારું નહોતું થયું. લાંબી લટાર માટે નીકળ્યાં. આખોય વિસ્તાર ક્યુટ પારંપરિક બ્લેક ફોરેસ્ટનાં ઘરો, ખેતરો અન્ો શાંતિ વચ્ચે ખરેખર આરામદાયક લાગતો હતો. રાત્રે હોટલ પર પાછાં ફરીન્ો મોડે સુધી ગપ્પા માર્યાં. ઘણો ઉકળાટ હતો. રાત્રે ફરી વરસાદ પડ્યો. અહીં વરસાદની ઝરમર જાણે આસપાસની લીલોતરીન્ો સતત ધોઈન્ો ચોખ્ખી રાખતી હોય ત્ોવું લાગતું હતું. સવારમાં અહીંનાં ઢોળાવો વધુ આકર્ષક લાગતા હતા. બ્રેકફાસ્ટ પહેલાં ફરી એક લાંબી વોકનો પ્લાન બન્યો. હવે તો અમે કોઈ બ્રિટિશ નવલકથાનાં પાત્રો હોઇએ એટલું બધું વોક કરી ચૂક્યાં હોઈએ એવું લાગતું હતું.

એમ જ કોઈ હેતુ વિના ચાલવાન્ો બદલે નજીકમાં એક પોઇન્ટ શોધ્યો. અહીં નજીકમાં જ છ-સાત કિલોમીટરના અંતરે એક કિલ્લો આવેલો છે. અમે ત્ો કિલ્લા સુધી ચાલીન્ો પહોંચવાનું એમ્બિશન લઈન્ો સવારમાં નીકળી પડ્યાં. હવે હોટલથી ત્ો કિલ્લે જવાનાં ચાર-પાંચ રસ્તા હતા. એક રસ્ત્ો ત્યાં ચાર કિલોમીટરમાં પહોંચી જવાતું હતું. ત્ો રસ્તો રાત્રે પડેલા વરસાદમાં ઘાસમાં ખાબોચિયાંથી ભરેલો હતો. અમે થોડું આગળ વધ્યાં અન્ો જીપીએસથી ખબર પડી ગઈ કે જરા આડા રસ્ત્ો નીકળી ગયાં છીએ. કિલ્લો તો આ રસ્ત્ો પણ આવશે, પણ વાર લાગશે. હજી તો બ્રેકફાસ્ટ પછી ફરવાનો આખા દિવસનો અલગ પ્લાન હતો. આખા દિવસન્ો કેપ્ોસિટી સવારમાં જ નહોતી ખર્ચી નાખવી. અમે અડધેથી જ એક સ્થાનિક ટમેટાંનું ખેતર કઈ રીત્ો સ્ોટ કરેલું છે ત્ો જોઈન્ો પાછાં ફર્યાં. પાછળ ટેકરી કાપીન્ો વાદળો જતાં જોવાનું પણ મજેદાર રહૃાું. બ્રેકફાસ્ટમાં સ્થાનિક બ્લેક ચેરિઝનો જૅમ પણ મળ્યો. ફૂલો અન્ો વાઇનનાં ગામ તરીકે ઓળખાતાં ડૂરબાખમાં હવે કિલ્લો જોવા અમે બ્રેકફાસ્ટ પછી ગાડી લઈન્ો નીકળવાનાં હતાં. ત્ો પહેલાં ત્યાંનું સ્થાનિક વાઇન મ્યુઝિયમ જોયું. આ ગામમાં લોકો રિલેક્સ થવાં કેમ આવતાં હતાં ત્ો સમજાવા લાગ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button