જંગલમાં શાકાહારી રહીને પણ જીવી શકાય છે
કવર સ્ટોરી – મુકેશ પંડ્યા
હાલમાં જ વિપક્ષી નેતા જિતેન્દ્ર આવ્હાડે એક વિવાદાસપદ નિવેદન દ્વારા જણાવ્યું હતું કે શ્રીરામ માંસાહારી હતા. ૧૪ વર્ષ વનમાં રહે તેણે માંસાહાર કરવો જ પડે. અલબત્ત ખૂબ જ ઉહાપોહ થયા બાદ તેમને તેમના આ નિવેદન બદલ ખેદ વ્યક્ત કર્યો. પરંતુ તેમણે એ મતલબનું કહ્યું કે વધુ સમય વનમાં રહે તેણે માંસાહાર કરવો પડે એ વાકય તદન જૂઠું અને અને અનેકોને ભ્રમિત કરનારુ છે. જોકે આપણે અહીં કોઈ પોલિટિકલ છણાવટ ન કરતાં આ વાકયની ટેકનિકલ ચર્ચા કરીને એ જ સિધ્ધ કરવાનો પ્રયાસ કરવો છે કે વનમાં શાકાહાર કરીને પણ જીવી શકાય છે. ચાલો શરૂ કરીએ.
સૌ પ્રથમ તો જંગલની વાત આવે એટલે આપણા મગજમાં વિવિધ વનસ્પતિ અને પ્રાણીઓથી ભરેલો એક વિસ્તાર જ ચિત્ર રૂપે હાજર જાય. આ ઉપરાંત આ જંગલ માં નદી નાળા કે તળાવ પણ હોય છે. મતલબ કે જીવન જરૂરી ખાવા પીવાની તમામ આજ વસ્તુઓ અહીં હાજર હોય છે.
હવે વાત ખોરાકની કરીએ તો મધથી માંડીને લાંબા વાંસના અનેક અંગોનો ઉપયોગ અહીં ભોજન તરીકે વર્ષોથી થતો આવ્યો છે. આપણે શહેરમાં જોઈએ છે તેના કરતા અનેક ગણા અને અનેક પ્રકારના જંગલી ફૂલો તમને વનવગડામાંથી મળી જાય. આ ફૂલોમાં બનતા મધમાંથી અનેક પતંગિયા, મધમાખીઓ અને અન્ય કીટકોના પેટ ભરાતા હોય છે, તો અનેક પ્રકારના પાંદડા, ફળ, બીજ અને મૂળ અને ધાસમાંથી સસલા, હરણ , નીલગાય જેવા અનેક વનસ્પતિ આહારી પ્રાણીઓના પેટ ભરાય છે. એનો મતલબ એ કે શાકાહારી જીવોને પેટ ભરવા પૂરતી અનેક સામગ્રી અહીં પહેલેથી ઉપલબ્ધ છે જ. જંગલ એ માત્ર માંસાહારી જીવનો ઇજારો નથી જ નથી.
અરે! માત્ર નાના મોટા જીવજંતુ કે પશુ-પક્ષી
શું કામ, હાથી જેવું મહાકાય શક્તિશાળી પ્રાણી પણ જંગલમાં રહે છે છતાંય શુદ્ધ શાકાહારી ખોરાક જ ખાય છે. તમને પહેલી કહેવત તો યાદ જ હશે કે ’સિહ ભૂખ્યો રહે પણ ધાસ ન ખાય આ કહેવતમાં ફેરફાર કરીને હાથી માટે એમ કહી શકાય કે હાથી ભૂખ્યો રહે પણ કદી માંસ ન ખાય.’
હાથીની જ વાત નીકળી છે તો બીજી એક વાત યાદ અત્રે યાદ આવે છે. શાળામાં ખાસ કરીને કોન્વેન્ટ શાળામાં આપણા સંતાનોને ક્યારેક અન્ય વિધર્મીઓ દ્વારા ભરમાવવામાં આવતા હોય છે કે નોનવેજ ખાવાથી તાકાત આવે છે. શાકાહારી લોકો નિર્બળ હોય છે. જો તમારા સંતાનો ઘરે આવીને આવી વાત તમને કરે તો તમે સમજાવજો કે આપણે હાથી સ્વરૂપે જે ગણેશજીની પૂજા સર્વપ્રથમ કરીએ છીએ એ હાથી શાકાહારી હોવા છતાંય જંગલનું સૌથી બળવાન પ્રાણી છે. વળી હાથી અન્ય પ્રાણીઓ કરતા વધુ બુદ્ધિશાળી પણ છે. તેની યાદશક્તિ પણ સતેજ હોય છે. આમ શાકાહારી રહીને પણ બળ , બુદ્ધિ અને સ્મૃતિમાં વધારો કરી શકાય છે.
ફરી પાછા જંગલ તરફ વળીએ તો વનમાં ઝીણા પતંગિયાથી માંડીને હાથી જેવા મહાકાય પ્રાણીઓ શાકાહાર કરીને જીવન વીતાવી શકતા હોય તો કાળા માથાનો આ માનવી કેમ નહીં ?
યસ, માનવ જંગલમાં રહીને પણ શાકાહારી રહી શકે છે.
ઘણા ય પુરાણો અને શાસ્ત્રોમાં ઉલ્લેખ મળી આવે છે કે અનેક ઋષિમુનિઓ વનમાં કંદ મૂળ ખાઈને પોતાનું જીવન ગુજારતા હતાં.
બીજી એક વાત. જંગલોમાં માત્ર કંદ મૂળ કે ફળ જ નહોતા ઊગતા. ચોખા જુવાર, કોદરા જેવા અનાજ પણ ઊગતા હતા. જંગલમાં
તળાવોની કે નદીમાંની નજીક પાણી અને ભેજવાળી જમીનમાં જંગલી ચોખા ઉગતા હતા.
એક સંશોધન પ્રમાણે મધ્ય પ્રદેશમાં એક એવો જંગલ વિસ્તાર છે જ્યાં અબજો વર્ષ પહેલા ડીનોસોર
ચોખા ખાઇને જીવતા હતા એના પુરાવા મળી આવ્યા છે, જંગલમાં ઋષિ મુનિઓ આશ્રમ બાંધીને રહેતા. ભારતની આશ્રમ વ્યવસ્થા પ્રમાણે અનેક વાનપ્રસ્થીઓ પણ પચાસ વર્ષ પછી પોતાના સંતાનોને રાજપાટ કે નોકરી ધંધા સોંપી વનગમન કરતા હતા. આ બધા લોકો ખીરપુરી
જેવા શાકાહારી વ્યંજનો બનાવતા. આશ્રમની ગાયોના દૂધ અને તળાવ કિનારેથી મળતા ચોખા ભેળવીને ખીર બનાવતા જ હશે. શિવપુરાણમાં પણ હિમાલયના જંગલોમાં માતા પાર્વતી પોતાના સંતાનો ગણપતિ , કાર્તિકેય અને અશોક સુંદરીને ખીર બનાવીને ખવડાવતા હોવાનો ઉલ્લેખ મળી આવે છે.
ટૂંકમાં વનમાં રહેતા પશુ પક્ષી કે માનવો શાકાહારી રહીને પણ જિંદગી ગુજારી શકે છે.