હવે સ્વાસ્થ્યની જવાબદારી સંભાળશે બાયોફોર્ટિફાઇડ પાક
પ્રાસંગિક – નરેન્દ્ર શર્મા
ખાદ્ય અને કૃષિ સંગઠન (એફએઓ)ની વર્ષ ૨૦૨૨-૨૩ના રિપોર્ટ અનુસાર, ભારતમાં ૧૯.૪૪ કરોડ લોકો (જનસંખ્યાના લગભગ ૧૪,૫) કુપોષિત હતા. વર્ષ ૨૦૨૧માં દુનિયાના ૭૬.૮ કરોડ કુપોષિત લોકોમાંથી ૨૨.૪ કરોડ એટલે કે લગભગ ૨૯ ટકા લોકો ભારતીય હતા. આ દુનિયાભરમાં કુલ કુપોષિતોની સંખ્યાના ચોથા ભાગ કરતાં વધુ હતું.
ભારતમાં કુપોષણની પુષ્ટિ ગ્લોબલ હંગર ઇન્ડેક્સ પણ કરે છે. વર્ષ ૨૦૨૦ના ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં ભારત ૧૦૭ દેશોમાં ૯૪મા સ્થાન પર હતું. જ્યારે વર્ષ ૨૦૨૨ના રિપોર્ટમાં ભારત ૧૨૧ દેશોમાં ૧૦૭મા સ્થાન પર પહોંચી ગયું હતું. આ રિપોર્ટની ભયાનકતા એ હતી કે ભારતની સારી સ્થિતિમાં તો આપણા પાડોશી દેશો એટલે કે પાકિસ્તાન, શ્રીલંકા, નેપાળ અને બાંગ્લાદેશ હતા. ભારતમાં કુપોષણનો દર દુનિયામાં સૌથી વધુ હતો. ઓછું વજન ધરાવતાં બાળકો મામલે ભારત દુનિયામાં પ્રથમ સ્થાન પર હતું.
નોંધનીય છે કે ભારતમાં લગભગ ૭૪ ટકાની વસ્તી સારો ખોરાક મેળવવામાં અસમર્થ છે. જ્યારે ૩૯ ટકા તો પૂરતા પોષક તત્ત્વો મેળવવામાં પણ અસમર્થ હતા. એટલે કે આપણા દેશમાં પ્રાથમિક સ્વાસ્થ્ય માળખાનો અભાવ છે. જેથી અનેક લોકોને બીમારીઓ અને પાયાની સ્વાસ્થ્ય સેવાઓ જેમ કે રસીકરણ, ગર્ભવસ્થા દરમિયાન સારસંભાળ અથવા સંક્રમણના ઉપચાર મળી રહ્યા નથી. જેનાથી બીમારીઓ અને જટીલતાઓનો ખતરો વધી ગયો છે. જે કુપોષણને વધારી શકે છે. વાસ્તવમાં આપણને અહીં જ બાયોફોર્ટિફાઇડ પાકનું મહત્વ જાણવા મળે છે. વાસ્તવમાં બાયોફોર્ટિફાઇડ પાક એવા હોય છે જેમને જૈવ ટેકનિકથી દ્વારા પોષક તત્ત્વોથી સમૃદ્ધ કરવામાં આવે છે. આ પારંપરિક પાકમાં વિટામિન, મિનરલ્સ, પ્રોટીન અને સ્વાસ્થ્યકારી પોષણની માત્રા જૈવ ટેનિક મારફતે વધારવામાં આવે છે. કારણ કે જ્યાં આ બાયોફોર્ટિફાઇડ પાકથી કુપોષણની સમસ્યા દૂર કરવામાં મદદ મળે છે. જ્યારે આ પ્રકારના અનાજથી વધુ પાક પેદા થાય છે. આજે ભારતમાં અનેક બાયોફોર્ટિફાઇડ પાકની જાતો છે જેમ કે આયર્ન અને ઝિંકથી ભરપૂર ઘઉંના દાણા, પ્રોટીન અને ઝિંકથી ભરપૂર ચોખા, વિટામિન એ થી ભરપૂર મકાઇ અને વિટામિન એ, ફોલિક એસિડ અને વધુ આયર્ન સાથે ગોલ્ડન ચોખા પણ બાયોફોર્ટિફાઇડ પાક ઉપ્તાદનના રૂપમાં ઉપલબ્ધ છે.
આ પાકોથી લોકોનું કુપોષણ દૂર થાય છે તો ખેડૂતોને તેનાથી અનેક ફાયદાઓ થાય છે કારણ કે આ પાક ઉચ્ચ ઉત્પાદક ગુણ ધરાવે છે. એટલા માટે બજારમાં સામાન્ય પાક કરતાં તેની કિંમત વધુ હોય છે. જ્યાં સુધી દુનિયાની પ્રથમ બાયોફોર્ટિફાઇડ પાકની વાત છે તો તે વર્ષ ૨૦૦૭માં યુગાન્ડામાં ઉગાડવામાં આવી હતી. જે વિટામિન એ થી ભરપૂર નારંગી શક્કરિયા હતા. જોકે કેટલાક લોકોનું માનવું છે કે ભારતમાં વર્ષ ૧૯૯૯માં ગોલ્ડન રાઇસને બાયોફોર્ટિફાઇડ પાકના રૂપમાં વિકસિત કરવામાં આવ્યા હતા, પરંતુ તેને દુનિયા સામે રજૂ કરાયા નહોતા. એટલા માટે એવો કોઇ દાવો કરી શકે નહીં, પરંતુ ૧૬ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ વર્લ્ડ ખાદ્ય દિવસના અવસર પર જ્યારે ખાદ્ય અને કૃષિ સંગઠ પોતાનો ૭૫મો સ્થાપના દિવસ મનાવી રહ્યું હતું ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એફએઓને સમર્પિત ૭૫ રૂપિયાના સ્મૃતિ સિક્કા જાહેર કરતા દુનિયાની સમક્ષ ભારત દ્વારા વિકસિત કરવામાં આવેલા આઠ પાકની ૧૭ બાયોફોર્ટિફાઇડ પાકની જાતો જાહેર કરી હતી. આ પાકને ભારતવાસીઓને સમર્પિત કરતા વડા પ્રધાન મોદીએ આ ઉપલબ્ધિને ખાદ્ય સુરક્ષાની સાથે સાથે કુપોષણને જડમૂળથી ખતમ કરવા પ્રત્યેની ભારતની પ્રતિબદ્ધતા ગણાવી હતી.
ભારતની આ મોટી સફળતા એટલા માટે છે કારણ કે એક તરફ જ્યાં આપણે દુનિયાના સૌથી ઉપજાઉ જમીનના સ્વામી હોવાના કારણે ખાદ્યાન્ન ઉત્પાદન મામલામાં દુનિયાના ટોચના દેશોમાં સામેલ છીએ. આપણે દુનિયામાં સૌથી વધુ જનસંખ્યા ધરાવતો દેશ હોવાના કારણે ૧૨૨ દેશોના ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં વર્ષ ૨૦૨૨માં ૧૦૭મા સ્થાન પર હતા એટલે કે પાકિસ્તાન, નેપાળ અને બાંગ્લાદેશ કરતાં પણ નીચે હતા. આપણી ભૂખ અને કુપોષણ સામે બાયોફોર્ટિફાઇડ પાક જ લડાઇ લડી શકે છે. કારણ કે આ બાયોફોર્ટિફાઇડ પાક જ છે જે આપણી વસ્તીની ભૂખને સંતોષી શકે છે. સાથે વિટામિન બી-૧, વિટામિન બી-૬. વિટામીન ઇ, નિયાસિન, આયર્ન, ઝિંક, ફોલિક એસિડ, વિટામિન બી-૧૨ વગેરેથી ભરપૂર હોવાના કારણે આપણને સ્વસ્થ પણ બનાવશે. કારણ કે સ્વસ્થ જીવન જીવવા માટે પેટમાં ફક્ત અનાજ પહોંચવું જરૂરી નથી પરંતુ આ અનાજ વિવિધ વિટામિનો અને મિનરલ્સથી ભરપૂર હોવું પણ જરૂરી છે. એટલા માટે ભારતના સેંકડો કૃષિ વૈજ્ઞાનિકો કુપોષણ વિરુદ્ધ લડાઇમાં મહત્ત્વની જવાબદારી સંભાળી રહ્યા છે અને ભારત સરકાર બાયોફોર્ટિફાઇડ પાક મારફતે સ્વાસ્થ્ય અને કુપોષણની લડાઇ જીતવાની આશાઓ રાખી રહ્યા છે.
વર્ષ ૨૦૦૩માં ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ મનાવવામાં આવ્યો હતો. આ એટલા માટે મહત્ત્વપૂર્ણ હતું કારણ કે જાડા અનાજમાં ભરપૂર પોષણ મળે છે. એટલા માટે કુપોષણ વિરુદ્ધની લડાઇમાં બાયોફોર્ટિફાઇડ મોટા અનાજ ખૂબ મહત્ત્વપૂર્ણ છે. નોંધનીય છે કે બજારમાં જુવાર અને રાગીની પણ બાયોફોર્ટિફાઇડ જાતો હાજર છે. તેમાંથી આયર્ન અને ઝિંકની માત્રા કુદરતી રીતે જ વધારવામાં આવી છે.
સામાન્ય બાજરીમાં ૫૦ થી ૬૦ પીપીએમ સુધી આયર્નની માત્રા હોય છે જ્યારે બાજરીની બાયોફોર્ટિફાઇડ જાતમાં ૮૦ પીપીએમ સુધી આયર્ન હોય છે. જો લોકો બાયોફોર્ટિફાઇડ અનાજનું સેવન કરે તો તેમના શરીરમાં આયર્ન અને કેલ્શિયમની માત્રા વધારવા માટે દવાઓની જરૂર પડતી નથી.
કેટલાક લોકોને લાગે છે કે બાયોફોર્ટિફાઇડ પાક પૂરી રીતે કુદરતી હોતા નથી પરંતુ એ વાત પૂરી રીતે ખોટી છે. વાસ્તવમાં આ પાકો પુરી રીતે કુદરતી હોય છે. તેને જ્યારે તૈયાર કરવામાં આવે છે તે સમયે તેની ઊપજ અને ગુણવત્તાનું ખૂબ ધ્યાન રાખવામાં આવે છે. જ્યારે આ પાકના બીજની કિંમત, સામાન્ય બીજ જેટલી હોય છે. તે બાયોફોર્ટિફાઇડ જાતના બીજની વિશેષતા એટલી હોય છે કે આ માટીમાંથી વધુ પોષકતત્ત્વો ગ્રહણ કરી લે છે. એ રીતે જોઇએ તો બાયોફોર્ટિફાઇડ પાકની જાતો પૂરી રીતે પ્રાકૃતિક છે. તેને ખાવું પણ પૂરી રીતે સુરક્ષિત છે.