હવેથી ન્યુઝીલેન્ડમાં કોઇ પણ પશુઓને પોદળો કરવા, પેશાબ કરવા, ઓડકાર લેવાનો સ્વૈચ્છિક અધિકાર નથી
ઊડતી વાત -ભરત વૈષ્ણવ
માણસ જન્મે ત્યારથી જાતજાતના ટેકસ, કર, ઉપકર, સુધર ચાર્જિસ ભરે છે. ટેકસ ચૂકવતા કમર વાંકી વળી જાય છે. આવા સંજોગોમાં સરકાર વાંકી વળેલી કમર પર બસો ટેકસ નાખી દે છે. જૂના જમાનામાં મુંડકાવેરો ઉઘરાવવામાં આવતો હતો. મુસ્લિમ સલ્તનતમાં હિન્દુઓ યાત્રાધામોની મુલાકાત માટે જજિયાવેરો જેવો અપમાનજનક વેરો ઉઘરાવતા હતા. મરાઠાઓ ચોથ અને સરદેશમુખી વેરો ઉઘરાવતા હતા. એક જમાનામાં દાઢી મૂંછ રાખવા પર પણ ટેકસ ચૂકવવો પડતો હતો! એક જમાનામાં રેડિયો વગાડવા, સાઇકલ ચલાવવા માટે કર ચૂકવવો પડતો હતો!
રાજ્યની આવકના અનેક સ્રોત છે; પરંતુ બધા સ્રોત કર કહેવાતા નથી. ઉદાહરણ તરીકે દંડ (સમુન્નતિ લાગત (બયિિંંયળિયક્ષિં ભવફલિયત), ચલણી સિક્કા અને નોટો બનાવવામાં થતો નફો, ખાધપૂરક નાણાવ્યવસ્થા વગેરે કર કહેવાતાં નથી. દંડ ફરજિયાત વસૂલ કરવામાં આવે છે. વળી તેને ચોક્કસ અને પ્રત્યક્ષ સમમૂલ્ય વસ્તુના આદાનપ્રદાનનો સિદ્ધાંત લાગુ પડતો નથી. આમ, દંડ અને કરમાં સામ્ય જણાય છતાં તે કર નથી; કારણ કે દંડ કરવામાં રાજ્યનો હેતુ આવક ઊભી કરવાનો નથી, પરંતુ અપરાધ અટકાવવાનો છે. રાજ્ય દ્વારા કરવામાં આવેલા સિંચાઈ, માર્ગવ્યવહાર વ્યવસ્થા વગેરે જેવા જાહેર ખર્ચને લીધે જમીનની કિંમતમાં વધારો થાય છે તેથી આવી જમીનના માલિક પાસેથી રાજ્ય સમુન્નતિ લાગો ફરજિયાત વસૂલ કરે છે, પરંતુ તે કર કહેવાતો નથી, કારણ કે જમીનની કિંમતમાં થયેલો વધારો ચોક્કસ અને પ્રત્યક્ષ સમમૂલ્ય વસ્તુના આદાનપ્રદાનના સિદ્ધાંતનું આંશિક પાલન કરે છે. સરકાર પોતાની ટંકશાળમાં જુદા જુદા મૂલ્યના ધાતુના સિક્કા બનાવે છે. આ સિક્કાની પડતર કિંમત તેના નાણામૂલ્ય કરતાં સામાન્ય રીતે ઓછી હોવાથી સિક્કા પાડવાની પ્રવૃત્તિમાં રાજ્યને થોડોઘણો નફો થાય છે. વળી આ નાણું સ્વીકારવું જનતા માટે ફરજિયાત છે, છતાં આવો નફો કર કહેવાતો નથી. રાજ્યની આવક કરતાં ખર્ચ વધારે થાય તો રાજ્ય આંતરિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે ધિરાણ લેતું હોય છે; પરંતુ કેટલીક વાર ખાધપૂરક નાણાવ્યવસ્થાનો આશ્રય લઈને ચલણી નોટો છાપીને પોતાના હાથમાં નાણાકીય ખરીદશક્તિ ઊભી કરે છે. આમ ખાધપૂરક નાણાવ્યવસ્થા વાસ્તવમાં છૂપો કર છે છતાં રૂઢપ્રયોગમાં તે કર નથી.
આજદિન સુધી કોઇ દેશે પ્રાણી તો સમજ્યા પણ માનવીના ડકાર-ઓડકાર પર કે વાયુ વિસર્જન પર ટેકસ ઝીંકેલો નથી. પ્રાણીના ઉત્સર્જન પર પણ કોઇ કર ક્યારેય લગાવેલ નથી. હવે ન્યૂઝિલેન્ડ કમર કસી રહ્યું છે. પશુના ઓડકાર, વાયુ વિસર્જન, મળ-મૂત્ર વિસર્જન પર કર નાખશે. આપણે ત્યાં અમરેલીની નગરપાલિકાએ બે-ત્રણ વરસ પહેલાં ફતવો-પરિપત્ર બહાર પાડ્યો હતો. તે મુજબ ગાય ત્રણ કિલો કરતાં વધુ સાઇઝનો પોદળો કરી શકશે નહીં. હવે મળ વિસર્જન એ નાજુક અનિવાર્ય પ્રસંગ છે. એ સમયે કોઇ પોદળાનું વજન માપી શકે? ગાયને કેટલો ચારો આપીએ તો ત્રણ કિલો કરતાં ઓછી સાઇઝનો પોદળો પાડે તેની ત્રિરાશિ કયો રાશી માંડી શકે?
ન્યૂઝિલેન્ડે આબોહવા પરિવર્તન સામે લડવા ખેતરના પ્રાણીઓના દફન અને પેશાબ પર ટેક્સનો પ્રસ્તાવ મૂક્યો છે. આ યોજના અમલમાં આવતા ખેડૂતોએ ૨૦૨૫થી તેમના પાલતુ પ્રાણીઓ માટે ટેક્સ ચૂકવવો પડશે. જો આ પ્રસ્તાવ પસાર થશે તો ન્યૂઝિલેન્ડ એગ્રીકલ્ચર ટેક્સ વસૂલનાર વિશ્ર્વનો પ્રથમ દેશ બની જશે. ન્યૂઝિલેન્ડ સરકારનું માનવું છે કે પાળતુ પ્રાણીના મળ, પેશાબના ઉત્સર્જન અને દફન દ્વારા છોડવામાં આવતા વાયુઓ પર્યાવરણ માટે હાનિકારક છે.
જો કે ખેડૂતો પાસેથી ટેક્સમાં કેટલી રકમ વસૂલવામાં આવશે તે અંગે કોઈ ચર્ચા થઈ નથી. સરકારના આ નિર્ણયથી ખેડૂતોમાં ભારે નારાજગી છે. ખેડૂતોનું કહેવું છે કે આનાથી આવકમાં ઘટાડો થશે અને ખર્ચમાં વધારો થશે. તેમણે આરોપ લગાવ્યો કે નાના ખેડૂતો પરેશાન થશે. ખેડૂતોના મુખ્ય સંગઠન ફેડરેટેડ ફાર્મર્સે સરકારની યોજનાનો વિરોધ કરતા કહ્યું કે, આ યોજના ન્યૂઝિલેન્ડ જેવા નાના દેશ માટે નુકસાનકારક સાબિત થશે અને ખેતરોને બદલી નાખશે.
ન્યુઝીલેન્ડે ૨૦૫૦ સુધીમાં કાર્બન ન્યૂટ્રલ બનવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. અહીં સુધી પહોંચનાર સૌપ્રથમ દેશ બનવા ન્યૂઝિલેન્ડ સરકારે પાલતુ પ્રાણીઓ પર ટેક્સ લગાવવાનું નક્કી કર્યું છે. દરખાસ્તથી નારાજ ખેડૂતોને આબોહવાને અનુકૂળ ઉત્પાદનો માટે વધુ ચાર્જ વસૂલ કરીને ખર્ચ સરભર કરવાની સલાહ આપવામાં આવી છે. પીએમ જેસિન્ડા આર્ડર્નનું કહેવું છે કે, ખેડૂતો પાસેથી વસૂલવામાં આવેલ ટેક્સનો ઉપયોગ નવી ટૅક્નોલૉજી, સંશોધન અને ખેડૂતોની સુધારણા માટે કરવામાં આવશે.
ન્યૂઝિલેન્ડની સૌથી મોટી પર્યાવરણીય સમસ્યાઓમાંની એક ગ્રીનહાઉસ વાયુઓ છે જે તેની ૬.૨ મિલિયન ગાયો કુદરતી રીતે છોડે છે. ખેડૂતોએ યોજના હેઠળ તેમના પશુઓમાંથી ગૅસ ઉત્સર્જન માટે ચૂકવણી કરવી પડશે, જેમાં પશુઓના પેશાબમાં નાઈટ્રસ ઓક્સાઈડ અને ગાયના પાન અને બર્પ્સમાં મિથેન ગૅસનો સમાવેશ થાય છે.
સૂચિત યોજના હેઠળ, ૨૦૨૫ સુધીમાં, જે ખેડૂતો ટોળાંના કદ અને ખાતરના ઉપયોગ માટે થ્રેશોલ્ડને પૂર્ણ કરે છે, તેમણે ક્લાયમેટ ચેન્જ કમિશન અને ખેડૂતોની સલાહ પર સરકાર દ્વારા દર એકથી ત્રણ વર્ષે નિર્ધારિત કર ચૂકવવાની જરૂર પડશે. કૃષિ અને ડેરી ઉત્પાદનોની નિકાસ માટે પ્રખ્યાત ન્યૂઝિલેન્ડે પર્યાવરણને બચાવવાની દિશામાં એવો નિર્ણય લીધો છે, જેની સમગ્ર વિશ્ર્વમાં ચર્ચા થઈ રહી છે. ૫૦ લાખની વસ્તી ધરાવતા ન્યૂઝિલેન્ડે મિથેન સહિતના ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનને રોકવા માટે પ્રાણીઓના અવાજ પર દંડ લાદવાની દરખાસ્ત તૈયાર કરી છે.
ન્યૂઝિલેન્ડમાં ૧૦ મિલિયનથી વધુ પશુઓ છે, જેમાંથી મોટાભાગના ઘેટાં અને ગાય છે. અહીં ઉત્સર્જિત કુલ ગ્રીનહાઉસ વાયુઓમાંથી અડધોઅડધ કૃષિમાંથી આવે છે. મુખ્ય એક મિથેન ગૅસ છે. સરકાર અને ખેડૂત સમુદાયના પ્રતિનિધિઓ દ્વારા તૈયાર કરાયેલા ડ્રાફ્ટ અનુસાર, ખેડૂતોએ ૨૦૨૫થી તેમના પશુઓના ગૅસના ઉત્સર્જન માટે ચૂકવણી કરવી પડશે. કેટલીક ગૅસ એવી હોય છે કે તે વાતાવરણમાં લાંબા સમય સુધી રહે છે, જ્યારે કેટલીક થોડા સમય માટે રહે છે. આ રીતે, ગૅસના ઉત્સર્જનના સમયગાળા અનુસાર ટેક્સ વસૂલવામાં આવશે. સાથે જ કયું પ્રાણી એક દિવસમાં કેટલી મિથેનનું ઉત્સર્જન કરે છે, તેની ગણતરી અલગ ફોર્મ્યુલાથી કરવામાં આવશે
ગાંધીજીએ સંનિષ્ઠ અને કર્તવ્ય પરાયણ પ્રયત્નોના અંતે સાર્થ જોડણી કોષ બહાર પાડ્યો હતો. ગાંધીજીએ લખેલ કે હવે કોઇને પણ સ્વેચ્છાએ જોડણી કરવાનો હક્ક નથી. આ જ બાબત ન્યૂઝિલેન્ડના ઢોરોને લાગુ પડે છે. હવેથી ન્યૂઝિલેન્ડમાં કોઇ પણ પશુઓને પોદળો કરવા, પેશાબ કરવા-ઓડકાર લેવાનો સ્વૈચ્છિક અધિકાર નથી!