નિકોસિયા – દુનિયાના એકમાત્ર વિભાજિત પાટનગરમાંં…
અરાઉન્ડ ધ વર્લ્ડ -પ્રતીક્ષા થાનકી
સાયપ્રસના નામ સાથે એ દેશની સાથેસાથે વૃક્ષ પણ મગજમાં આવી જાય. ખાસ કરીન્ો પ્રમાણમાં ઠંડા પ્રદેશોમાં પાનખરમાં પણ એવરગ્રીન રહી શકે ત્ોવાં ઘણાં ઓછાં વૃક્ષો હોય છે, એવામાં સાયપ્રસ કોઈ પણ પ્રાઇવેટ ગાર્ડનન્ો પણ એલિવેટ કરી દે ત્ોવું હોય છે. પ્રશ્ર્ન થયો કે આ દેશ અન્ો વૃક્ષના નામ વચ્ચે કોઈ ક્ધોક્શન ખરું? એક લોકવાયકા એ પણ છે કે હિમાલયન પ્રદેશથી સાયપ્રસનાં વૃક્ષોન્ો આ મેડિટરેનિયન પ્રદેશમાં લઈ આવનારાં લોકોએ આ દેશનું નામ સાયપ્રસ રાખ્યું હતું. બાકી સાયપ્રસમાં એક સમયે અઢળક સાયપ્રસનાં વૃક્ષો હતાં એટલે ત્ોનું નામ પણ સાયપ્રસ પડી ગયું એ વાત તો ઊભડક જ લાગ્ો છે, કારણ કે સાયપ્રસનાં વૃક્ષો આ પ્રદેશનાં ન્ોટિવ હોય ત્ોવું નથી. અહીં એક જમાનામાં તાંબાની ખાણો ઘણી હતી, અન્ો સ્થાનિક ભાષામાં તાંબાન્ો માટે વપરાતો શબ્દ પણ સાયપ્રસન્ો મળતો આવે છે. એટલે એક થિયરી ત્ો દિશામાં પણ જાય ખરી. ટૂંકમાં સાયપ્રસના નામન્ો વૃક્ષના પ્રકાર સાથે થોડી લેવાદેવા તો ખરી, પણ ત્ોનો કોઈ પાક્કો પુરાવો નથી.
જ્યારે અહીં આવવાનો પ્લાન બન્યો હતો ત્યારે તો અમે માત્ર દરિયાકિનારે પડ્યાં રહીશું એ આશયથી જ આવેલાં. હવે સાયપ્રસની ગંભીર હિસ્ટ્રી વિષે વધુ માહિતી મળી પછી અમારો પ્લાન બદલાઈ ગયો. એક સવારે બીચ બ્ોગ બનાવવાન્ો બદલે ડે ટ્રિપનું બ્ોક-પ્ોક ભરી અમે નિકોસિયા તરફ નીકળી પડ્યાં. વેધર પ્રેડિક્શન વીસ ટકા વરસાદનો ચાન્સ બતાવતું હતું. ત્યાં શહેરની હદમાં પહોંચ્યાં ત્યાર સુધી તો તડકો જ હતો. ગ્ાૂગલ મેપ્સ પ્રમાણે અમે બરાબર રસ્ત્ો જઈ રહૃાાં હતાં, પણ રોડ સાઇન્સમાં ક્યાંય નિકોસિયા શહેરનું નામ ન આવે. બધી સાઇન લેફકોસા શહેર તરફ જતી હતી. અમે અંદાજ લગાવ્યો કે એ જ નિકોસિયાનું સ્થાનિક નામ હોઈ શકે. શહેર વધુ નજીક આવ્યું પછી કૌંસમાં નિકોસિયા લખેલાં બોર્ડ પણ આવવા લાગ્યાં. અમારું ક્ધફયુઝન દૂર થયું, પણ વરસાદ હવે શરૂ થવાની ત્ૌયારીમાં હતો. અમે સાથે હળવાં વિન્ડ જેકેટ તો લાવેલાં પણ છત્રીની જરૂર વર્તાઈ. હિસ્ટોરિકલ સિટી સ્ોન્ટરમાં પહોંચીન્ો પહેલું કામ બ્ો છત્રી ખરીદવાનું કર્યું.
નિકોસિયા સ્ોન્ટર તો જાણે સાઉથ એશિયન બ્રાઉન પુુરુષોથી ઊભરાઈ રહૃાું હતું. ઓછું ભણેલા, ગમે ત્ોમ કરીન્ો બહારના દેશમાં નીકળી પડનારા લોકો માટે પણ આ હબ હોય ત્ોવું લાગ્યું. સિટીની પૌરાણિક દીવાલો અન્ો જૂના વિસ્તારની શરૂઆત પહેલાં ત્યાં એક મોટું અન્ડરગ્રાઉન્ડ પાર્કિંગ અન્ો પાર્ક બનાવવામાં આવ્યો છે. નિકોસિયાની મુલાકાત માટે આ પરફેક્ટ મીટિંગ પોઇન્ટ બની જાય.
વિભાજિત નિકોસિયા સાથે પણ અહીં જ પહેલો પરિચય કરવા મળી ગયો હતો. અહીં જે શહેરનો નકશો લાગ્ોલો હતો, ત્ોમાં એક જ હિસ્સામાં રોડ અન્ો સ્થળોનાં નામ હતાં. એક લાલ ડોટ્સ વાળી લાઇન પછીનો હિસ્સો માત્ર ટર્કી ઓક્યુપાઇડ શહેર છે એ વાક્ય સાથે કોરો છોડી દેવામાં આવ્યો હતો. કોઈ દેશના પાટનગરના આવા પોલિટિકલ ભાગલા પહેલી વાર જોવા મળી રહૃાા હતા. એક સમયે બર્લિનની આવી હાલત હતી. ત્ોના વિષે વાંચવા અન્ો મુલાકાતો દરમ્યાન જોવા જરૂર મળ્યું છે, પણ ત્ો બધી ઇતિહાસની વાતો હતી. નિકોસિયા તો અત્યારે પણ જીવી રહૃાું છે. ભાગલાની વાતો ભારતીયો માટે પણ જરાય નવી ન લાગ્ો, પણ નરી આંખે શહરેના કાયદેસરના બ્ો હિસ્સા કેવા હોય ત્ો પહેલીવાર જોવા મળવાનું હતું.
નિકોસિયામાં સિટી સ્ોન્ટર સુવિનિયર સ્ટોર, હિસ્ટોરિક વોક અન્ો મ્યુઝિયમોથી ભરપ્ાૂર હતું. અમે પણ ઘણા ઉત્સાહમાં હતાં, પણ હવે વરસાદ એ હદે વધી ગયો હતો કે છત્રી લઈન્ો પણ ફર્યા રાખવાનું યોગ્ય ન લાગ્યું. અમે નજીકમાં જ આર્કિયોલોજિકલ મ્યુઝિયમ તરફ જવા નીકળ્યાં. આમ પણ ગ્રીક અન્ો ટર્કિશ હેરિટેજ સાથે આ આખાય રિજનમાં ઇતિહાસમાં પણ નવાં નવાં પાનાં જોડાયા કરે છે. ત્યાંનું આર્કિયોલોજિકલ ડિપાર્ટમેન્ટ કંઈ રીત્ો કામ કરે છે અન્ો અત્યાર સુધીમાં શું મળી આવ્યું છે ત્ોની અન્ોક વિગતો આ મ્યુઝિયમમાં મોજૂદ હતી. ત્ોની ઓડિયોગાઇડ પણ અત્યંત મનોરંજક અન્ો માહિતીસભર હતી. સાયપ્રસની ખરડાયેલી નજીકની હિસ્ટ્રીના પ્રમાણમાં ત્ોની પૌરાણિક હિસ્ટ્રી વધુ હાર્મોનિયસ લાગતી હતી. આ મ્યુઝિયમ બરાબર ટર્કિશ ઓક્યુપાઇડ સાયપ્રસની બોર્ડર પર હતું. ત્યાં પહોંચવામાં પણ અમે કાંટાળી વાડ અન્ો પીપડાં ગોઠવેલી આંતરરાષ્ટ્રીય બોર્ડર પાસ્ો ચાલીન્ો પહોંચ્યાં હતાં. હવે અમે મ્યુઝિયમની અંદર હતાં ત્યારે બહાર વંટોળ સાથે તોફાન ચાલુ થયું. કરા પડવા માંડેલા. હવે વીસ ટકા વરસાદના ચાન્સનો અર્થ સાયપ્રસમાં તોફાન અન્ો વંટોળ સાથે હેઇલ સ્ટોર્મ આવી શકે એવો જ કરવો રહૃાો.
અંદર અમે મ્યુઝિયમનું આખું રાઉન્ડ મારી લીધું પછી તો વરસાદ વધુ ગાંડો થઈ ગયેલો. અમારી સાથે બીજાં ઘણાં ટૂરિસ્ટ હવે મ્યુઝિયમમાં જ આશરો લઈન્ો બ્ોઠાં હોય ત્ોવું બન્યું. એવામાં થોડી વારમાં તો મ્યુઝિયમમાં જ પાણી ભરાવાનું ચાલુ થઈ ગયું. કેટલીક દીવાલો પરથી તો બરાબર દુર્લભ શિલ્પો પર અમારી સામે જ પાણી પડવા લાગ્ોલું. મ્યુઝિયમના ભલા સ્ટાફ માટે પણ આ પહેલો અનુભવ હતો ત્ો દેખીતું જ હતું. અમારું ટૂરિસ્ટનું ગ્રુપ ત્ોમન્ો મદદરૂપ થવા પ્રયત્ન કરતું હતું, પણ ત્ોમણે અમન્ો શાંતિથી બ્ોસવાનો આગ્રહ કર્યો. થોડી વારમાં તોફાન તો પસાર થઈ ચૂક્યું હતું પણ બહાર એવું પાણી ભરાઈ ગયું હતું કે હજી મ્યુઝિયમની જુદી જુદી દીવાલો પર પાણીના રેલા ચાલુ હતા. સાયપ્રસના હિસ્ટોરિકલ અવશેષો પણ ખરડાયેલા માલૂમ પડતા હતા. બહાર રોડ અન્ો મ્યુઝિયમ વચ્ચેનાં પગથિયાં અન્ો પ્રાંગણમાં નીચાણમાં ગોઠણ સુધી પાણી હતાં. અમે રેમ્પની રેલિંગન્ો કુદાવતાં ત્યાંથી નીકળી જ પડ્યાં. રસ્તામાં કરા, વૃક્ષોની ડાળીઓ અન્ો નીચાણવાળા વિસ્તારોમાં ભરાયેલાં પાણી છતાં શહેર વધુ આકર્ષક લાગતું હતું. હવે અમે એકદમ દેસીગીરી કરી, ઇન્ડિયન રેસ્ટોરાંમાં જઈ ચા અન્ો ભજિયાં ઓર્ડર કર્યાં. જે શહેર વિચારતાં કરી દે ત્ોવો ઇતિહાસ અન્ો વરસાદ એક સાથે તમારી સામે મૂકી દે ત્યારે જાણે પોતાનાં મૂળ જ રાહત આપી શકે એવું લાગ્ો.