વીક એન્ડ

નહીં હોતા કભી ઝાહિર ગમોં કા રાઝ દુનિયા પર હમારી આંખ કે આંસુ અગર હમને પિયે હોતે

ઝાકળની પ્યાલી -ડૉ. એસ. એસ. રાહી

ઝૂઠ કે હોતે ગયે સાયે ઘને,
કદ મગર સચ કા યહાં ગલતા રહા.


બેચા ન ગયા હમ સે હસરત કે ખિલૌનોં કો,
હમ યાર કભી ફન કો બાઝાર નહીં કરતે


ઉંગલી ઉઠા રહા હૈ વો મેરી ઝુબાન પર,
જિસ કા ઝહર મેં ડૂબા હુવા હર બયાન હૈ


મુસ્કુરાના ચાહિયે હર હાલ મેં કહતે હૈં વો,
જશ્ન અપની મૌત પર કૈસે મનાયા જાયેગા -અલીલ મેરઠી
આશા-નિરાશા, છાયા-તડકા, મધુરતા-કટુતા, સુખ-દુ:ખ, સમસ્યા-સમાધાન તેમ જ રાજીપા-અજંપાનું શ્રી નરેન્દ્રકુમાર અમરનાથ શર્મા, ‘અલીલ મેરઠી’ના તખલ્લુસથી જાણીતા થયા છે. ઉત્તર પ્રદેશના મેરઠમાં ૯ જૂન ૧૯૫૫ના રોજ તેમનો જન્મ થયો હતો. એમ. એ.ની ડિગ્રી મેળવ્યા પછી શાયરે મેરઠથી ભરૂચમાં સ્થળાંતર કર્યું હતું. ૧૫ નવેમ્બર ૨૦૦૮ના રોજ ભરૂચમાં આ શાયરનું અવસાન થયું હતું.
ભરૂચ અને સુરતના શાયરો સાથે તેઓ નજીકનો સંબંધ અને સંપર્ક ધરાવતા હતા. તેમણે અનેક મુશાયરામાં ભાગ લીધો હતો. તેમનો પ્રથમ ગઝલ સંગ્રહ ‘જિંદગી સે તો સીખ’ ઇ. સ. ૧૯૯૯માં અને બીજો ગઝલ સંગ્રહ ‘અંધેરોં કે સફર’ ઇ. સ. ૨૦૦૦માં પ્રગટ થયેલો.
આ શાયરે જિંદગીને ખૂબ જ નજીકથી અને પ્રેમપૂર્વક જોઇ હતી, જાણી હતી તેમ અનુભવી હતી. તેમની ગઝલોમાં ક્યાંય બનાવટ કે આયાસ નથી પણ સાહજિકતા તથા સ્વાભાવિક છે. આ કારણને લીધે તેમના ઘણા શે’ર ભાવકોનાં દિલોને તસલ્લી આપવાનું કામ કરે છે. આ શાયરે ઉજાસને પ્રેમ કર્યો હતો તો અંધકારનો તેમણે ક્યારેય તિરસ્કાર કર્યો ન્હોતો. આ વાત તેમના ઘણા શે’રમાં ઝળકી ઝબકી ઊઠતી જણાય છે.
આ સદ્ગત શાયરના કેટલાક મજાના શે’રનું હવે આચમન કરીએ.

  • તેરી ઝુલ્ફોં કે પેચોખમ સે જયાદા,
    હમારી જિંદગી ઉલઝી રહી હૈ
    તારી ઝુલ્ફોની આંટીઘૂંટી કરતાં તો અમારી જિંદગી (વિશેષ) ગૂંચવાઇ રહી છે. (તેનો કોઇ ઉકેલ ખરો?)
  • મોહબત કી નિશાની હૂં. મુઝે સબ ‘તાજ’ કહતે હૈ,
    મેં ચાહૂંગા મેરા જઝબા હર-ઇક દિલ મેં ઉતર જાયે.
    હું તો પ્રેમની નિશાની છું. અને મને બધા ‘તાજ’ કહે છે. હું ઇચ્છું છું કે મારું આકર્ષણ દરેકના હૃદયમાં (ઊંંડે સુધી) ઊતરી જાય.
  • ફરહાદ હો ઉ કૈસ યા મહિવાલ – રાઝના.
    મે ઇશ્ક તો સદા રહા સોદાઇ કા સફર
    ફરહાદ હોકિ, મજનૂ (કૈસ) હાય કે પછી મહિવાલ-રાંઝના હોય. વિશ્ર્વના આ બધા પ્રેમીઓ માટે પ્રેમ-પ્યાર તો હંમેશ માટે પાગલ વિચિત્ર રહ્યો છે.
  • ઇક નયા હૈ, ઇક પુરાના, ઝખ્મ દો હૈ જિસ્મ પર,
    તુમ પુરાના જખમ સહ લો, હમ નયા લે જાયેંગે.
    મારા શરીરમાં બે જખ્મ છ. તેમાં એક નવો છે અને એક જૂનો પુરાણો છે. તમે જૂના જખમને સહન કરી લો. જયારે અમે તો નવા જખમને સાથે લઇ જઇશું.
  • રાગિની છેડ મત મોહબ્બત કી, ગઝલ છૂં સિતાર ચુભતી હૈ
    તું પ્રેમની રાગિણીને છેડ નહીં. હું દુ:ખી છું અને મને પેલી સિતાર ભોંકાઇ રહી છે.
  • દિલ કે હર અખબાર કી તાઝા ખબર,
    પઢ લિયા કરતી હૈ, ચેહરોં સે નઝર.
    આ નજર પાસે એવી ખૂબી છે કે તે હૃદયના દરેક અખબારની તાજી ખબર વાંચી શકે છે.
  • ગમ કી ભી તુઝ કો ઝરૂરત એક દિન પડ જાવેગી,
    જી ના પાઓગે અકેલે તુમ ખુશી કે સાથ.
    મેં તમે આનંદ સાથે એકલા-અટુલા જીવી નહીં શકો. કોઇ એક દિવસ તને વેદનાની પણ જરૂર પડશે.
  • અચ્છે બુરે મેં હો યહાં પહચાન કિસ તરહ?
    રહઝન ભી તો નકાબ મેં રહબર નઝર આયે.
    કોણ સારું અને કોણ ખરાબ છે તેની ઓળખ કેવી રીતે કરવી? લૂંટારાએ બુકાની બાંધી હતી. તેથી અમે તો તેમને માર્ગદર્શક સમજ્યા હતા.
  • આબાદ હોને ચલ દિયા મહલોં મેં તૂ મગર,
    અપને પુરાને ઘર કે તો ખન્ડર સમેટ લે.
    તું સુખાકારી માટે ભલે મહેલમાં જઇને વસી ગયો, પરંતુ તારા જૂના ઘરના ખંડેરને તારે સમેટી લેવાની જરૂર છે.
  • ઝિન્દગી કે રાસ્તે કિતને કઠિન, પાંવ કે છાલોં ને કહ દી દાસ્તાં
    જીવનનો માર્ગ કેવો દુર્ગમ છે તેની અમને ખબર નહોતી, પરંતુ પગમાં પડેલા છાલાએ આ હકીકત અમને જણાવી દીધી.
  • બેચ ડાલી કૌડિયોં કે મોલ કયોં તૂને?
    અહમિયત ઇસ ઝિન્દગી કી, કયોં નહીં સમઝા?
    તેં આ જીવનને કોડીઓના ભાવમાં કેમ વેચી નાખ્યું? તને જિંદગીની મહત્તા શા માટે સમજાઇ નહીં?
  • અંધેરોં કે સફર મેં ગર ઉજાલા સાથ હો જાયે,
    હમારે વાસ્તે રોશન હર ઇક દિન-રાત હો જાયે.
    અંધકારની યાત્રામાં જો અજવાળાનો સાથ-સંગાથ મળે તો અમારા માટે (જીવનનો) દરેક દિવસ અને રાત્રિ પ્રકાશિત થઇ જાય.
  • અગર કુછ સાલ રહતી તો નિભા લેતા અંધેરોં સે,
    હંમેશા કે લિયે શબ કયોં? મેરે ઘર મેં ઠહર જાયે.
    આ અંધારું જો કેટલાંક વર્ષ સુધી રહેતું હોત તો હું તેને સહન કરી લેત, પરંતુ આ રાત્રિએ હંમેશ માટે મારા ઘરમાં કેમ ઉતારો કર્યો છે?
  • ઇન અંધેરોં સે હી ફૂટેગી કિરણ
    શબ છુપા સકતી નહીં તન્વીર કો.
    આ અંધકારમાંથી જ કોઇ કિરણ ફૂટી નીકળશે. આ રાત્રિ કોઇ જયોતિને છુપાવી શકશે નહીં.
  • જલ ગયા સારા શહર તો યે સમઝ મેં આ ગયા,
    એક ચિનગારી બહુત હૈ ઘર જલાને કે લિયે.
    આખું નગર બળીને જયારે ખાખ થઇ ગયું તો અમે સમજી ગયા કે ઘરને બાળવા માટે માત્ર એક તણખો
    ઘણું કામ કરી શકે છે.
  • રાખ છૂને સે હાથ જલતા હૈ,
    કોઇ શોલા યહાં દબા હોગા.
    રાખને સ્પર્શ કરવાથી મારો હાથ દાઝી જાય છે. આ જગ્યામાં કોઇ ચિનગારી દબાયેલી પડી હશે તે વાત નક્કી છે.
  • એક ભી આસાર ખુશિયોં કા મુઝે દિખાતા નહીં,
    આંસુઓ મેં ડૂબને કે અબ સભી ઇમ્કાન હૈ
    આનંદ માટેનું કોઇ ચિહ્ન મન નજરે પડતું નથી. જયારે આંસુઓમાં ડૂબવા માટે તો અહીં બધી જ વ્યવસ્થા છે.
  • બુલંદી સે ગિરેગા તો નિશાં તક બચ ન પાયેંગે,,
    કિસીને આસમાનોં પર કયોં અપના ઘર બનાયા હૈ.
    કોઇએ આકાશમાં તેનું પોતાનું ઘર શા માટે બાંધ્યું હશે? જો તે આટલી ઊંચાઇ પરથી તે નીચે પટકાશે તો પછી તેનું કોઇ નામ-નિશાન બાકી નહીં રહે.
  • હો ગયા કિતના શહર મેં આજકલ બદનામ તૂ,
    રાઝે-દિલ ન કહને વાલે કયોં ઝુબાં તક લે ગયા?
    હૃદયમાં જે રહસ્યો ધરબાયેલાં હતાં તેને શા માટે વ્યક્ત કરી દીધા? આ બાબતને લઇને આજકાલ તું આ નગરમાં કેટલો બદનામ થઇ ગયો છે. તેની તને ખબર છે?
  • ઉસ કે ચેહરે સે નઝર હટતી ન થી,
    વો બશર થા? યા ખુદા થા? કૌન થા?
    તેના ચહેરા પરથી મારી નજર દૂર થતી જ ન્હોતી. તે કોણ હતું. તે મનુષ્ય હતો કે પછી ખુદા હતો?
  • છોડના ઘર કો ગવારા કર લિયા,
    કૈદ સે હમને રિહાઇ માંગ લી.
    અમે ઘરનો ત્યાગ કરવાનો નિર્ણય સ્વીકારી લીધો છે.
    અમોએ જેલમાંથી મુક્તિ માગી લીધી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button