મસ્તરામની મસ્તી : ગાજી ગાજીને કહે છે હું મૂંગા મોઢે સહન કરું છું

- મિલન ત્રિવેદી
લગ્ન જીવનમાં અમુક પાત્રો એવાં હોય છે કે જે પોતે એમ કહે છે કે `હું મૂંગા મોઢે સહન કં છું’. હકીકતમાં તે પાત્રને લોકો મૂંગા મોઢે સહન કરતા હોય છે.
વહુ એમ કહે કે હું સાસુને મૂંગા મોઢે સહન કં છું'. સાસુ ઓટલા પરિષદમાં એમ કહે કે
આ નવી આવેલી ત્રાસ વર્તાવે છે. હું મૂંગા મોઢે સહન કં છું.’
તેવી જ રીતે જમાઈ અને સાસુનો સંબંધ, સાળા અને બનેવીનો સંબંધ, નણંદ અને ભાભીનો સંબંધ…સાલુ કોણ કોને સહન કરે છે અને કોણ કોના પર ત્રાસ વર્તાવે છે તે આજીવન તમે સમજી જ ન શકો. બંનેને અલગ અલગ સાંભળો તો બંને સાચા લાગે. બંનેને સાથે રાખી અને સાંભળો તો બંને મૂંગામંતર થઇ સામસામે ખો આપે ને કહે કે `એને પૂછો ને એ શું કરે છે?’
આ પણ વાંચો: મસ્તરામની મસ્તીઃ તમે મસ્ત કાર્ટૂન જેવા લાગો છો…
વાસ્તવિકતા એ છે કે એકબીજાનો દાવ લેવાનું ક્યારેય એ ચૂકતા નથી.
મને આનું સુખદ સમાધાન એ લાગે છે કે બંનેમાંથી એક પાત્ર બહેં હોવું જોઈએ. સાંભળે જ નહીં એટલે સામો જવાબ પણ ન આપે. જોકે ક્યારેક આવા બહેરા જ અજાણતા જ એવો દાવ લઈ લે કે વાત ન પૂછો.
તાજેતરની એક ઘટના યાદ આવે છે.
એકવાર એક સસરા બીમાર પડ્યા.
સસરા માંદા પડે અને દોડાદોડ કરી મૂકે એવા જમાઈ ઘણાં હશે, પરંતુ…..
સસરાની બીમારીથી સાચા હૃદયથી દુ:ખી થાય એવા જમાઈની ટકાવારી બહુ ઓછી છે. બાકી પત્ની અથવા સાળીને રાજી રાખવા માટે દોડાદોડ કરવી એ પુષનો લગ્નસિદ્ધ અધિકાર છે.
આ પણ વાંચો: મસ્તરામની મસ્તી : ટકા તૂટી જાય એવું હાસ્ય શું કામનું?
સસરા માંદા પડ્યા એટલે તબિયત પૂછવા જવું પડે….. નહીંતર ઘરની શાંતિ જોખમાય એટલે જમાઈ બિચારો અનિચ્છાએ તૈયાર થયો….
આ જમાઈની સમસ્યા એક જ હતી કે ….. એ બન્ને કાને બહેરો હતો. દામાદનાં કાન માત્ર ચશ્માંની દાંડલી ખોસવા માટે જ છે આ વાત સસરાના કાન સુધી પહોંચી નહોતી.
જમાઈ નેતાની પેઠે પોતાની નબળાઈ જાહેર કરવા માગતો નહોતો એટલે એણે આઈડિયા માર્યો. જમાઈએ નક્કી કર્યું કે ત્રણ સાદા સવાલો એવા કરવા જેનો જવાબ દરેક દર્દી પાસેથી સરખો જ આવે.
પહેલા પૂછવું કે `દવાથી કંઈ ફરક પડ્યો ?’
જવાબ પૂરો થાય એટલે કહેવું કે `બસ એ જ ચાલુ રાખો.’
બીજો સવાલ કરવો કે `જમવામાં શું લ્યો છો ?’
સસરાનાં હોઠ ફફડતાં બંધ થાય એટલે કહેવું કે:
`તમારા માટે એ જ બરાબર છે.’
ત્રીજો અને છેલ્લો સવાલ કરવો કે `ક્યા દાક્તરની દવા લ્યો છો?’
જવાબ મળે એટલે કહેવું કે: `એનાથી વધુ અનુભવી કોઈ નથી.’
આ રીતે તૈયારી કરીને બહેરાકુમાર દવાખાને પહોંચ્યા.
પ્રથમ સવાલ કર્યો કે `દવાથી કંઈ ફરક પડ્યો ?’
સસરો થોડો ઘરવાળાથી અકળાયેલો હતો અને વળી આખાબોલો નીકળ્યો એટલે જવાબ આપ્યો કે
`દવાનું બિલ ભરવામાં અડધું ફર્નિચર વેચાઈ ગયું છે.’
આ પણ વાંચો: મસ્તરામની મસ્તી : તમારામાં `e’ સંસ્કાર છે કે નહીં?
એટલે જમાઈ બોલ્યો : `બસ, એ જ ચાલુ રાખો એટલે સાવ રાહત થઈ જશે.’
જમાઈનો જવાબ સાંભળી સસરાની આંખે અંધારા આવી ગયા, છતાં ગમ સાથે પપૈયું પણ ખાતા રહ્યા.
જમાઈએ બીજો ઘા કર્યો કે `શું જમો છો ?’
આ વખતે સસરા કાંઈ બોલે તે પહેલાં જ સાસુએ જવાબ આપ્યો :
`પથરાં ખાય છે અને ધૂળ ફાકે છે.’
જમાઈ કહે, `એ જ ચાલુ રાખો. તમારા માટે એ જ યોગ્ય છે.’
હવે સાસુનું બી.પી. વધવા માંડ્યું હતું ત્યાં જમાઈએ ત્રીજો પ્રહાર કર્યો: `ક્યા દાક્તરની દવા ચાલે છે?’
આ વખતે તો સલમાનખાન જેવો સાળો ઊભો થઈને બરાડ્યો :
`જમરાજાની દવા ચાલે છે.’
તરત જ જમ જેવો જ જમાઈ બોલ્યો :
`એમનાથી અનુભવી બીજું કોઈ નથી. એમની ચાલુ રાખો એટલે સાવ શાંતિ થઈ જશે.’
પછી જમાઈનું શું થયું એ ખબર નથી, પણ છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સસરાનાં રૂમની બાજુનાં રૂમમાં એને દાખલ કર્યા છે.
આ પણ વાંચો: મસ્તરામની મસ્તી : મોજાની ગંધ મચાવે હાહાકાર
મેં જોયું છે કે બહેરા માણસો છે તે લિપ રીડિંગ સાં કરી શકે,
પરંતુ સામે કોઈ બહેન બોલતા હોય અને ધારી ધારીને લિપ રીડિંગ કરવા જાય તો તેનો અવળો અર્થ થાય. અને આવા જમાઈ જેવા બહેરા પણ હોય અને અકલમઠ્ઠા પણ હોય તો તેનો કોઈ ઈલાજ નથી.
સાસુ અને વહુ સામસામા આવી જાય ત્યારે હાઇ-વેના નિયમ પ્રમાણે સામેનું વાહન ફૂલ લાઇટ આવતું હોય તો આપણે આપણી લાઈટ ડીમ કરી શાંતિથી બાજુમાંથી નીકળી જવું. આવી વાતને એક સાસુ અને વહુના ઝઘડા વચ્ચે પડી અને કહી એટલે બંને ડાહ્યા ડમરા થઈને હા પાડી. મને એમ થયું કે ચાલો, પ્રશ્ન પૂરો થયો. હું ઘરે ગયો કે તરત જ ફોન આવ્યો એ જ મગજમારી એટલે મેં સલાહ યાદ કરાવી એટલે સાસુ અને વહુ બંનેએ કહ્યું કે પહેલા લાઈટ ડીમ કોણ કરે તે બાબતનો ઝઘડો છે.! પાછા આવો ને તે નક્કી કરાવી જાવ.
આને તમે કેમ સમજાવો….?
વિચારવાયુ
નાનપણમાં આશીર્વાદની જરૂર હતી તો સંબંધી પૈસા દઈને જાતા હતા. હવે પૈસાની જરૂર છે તો આશીર્વાદ દઈને વયા જાય છે, બોલો..!