વીક એન્ડ

લિમાસૉલ – જૂનું નામ અને જૂનું ગામ…

અરાઉન્ડ ધ વર્લ્ડ – પ્રતીક્ષા થાનકી

સાયપ્રોઇટ લોકો પોત્ો કેટલી ખાસ જગ્યાએ રહે છે ત્ોનાથી સજાગ હોય ત્ોવું લાગતું ન હતું. અમે હજી સાયપ્રસના લિમાસોલમાં હતાં. આ કંટ્રીનું સૌથી જીવંત અન્ો ધમધમતું શહેર હોય ત્ોવું લાગતું હતું. એક વાત નક્કી હતી, લિમાસોલમાં એટલા બિઝન્ોસ અન્ો કોમર્શિયલ સ્ોટઅપ હતા કે ત્ો માત્ર ટૂરિઝમ પર જ આધાર રાખીન્ો બ્ોઠું હોય તવું તો નહોતું લાગતું. એટલે ખાસ લિમાસોલમાં કાફેમાં બ્ોઠેલાં સ્થાનિક ટીનએજર્સન્ો સાયપ્રસનું મહત્ત્વ ખબર જ હશે ત્ોવું માની લીધું.
જોકે કોઈ પણ દેશનાં ટીનએજર્સન્ો તો ‘એનીવ્હેર બટ હિયર’, અહીં સિવાય ક્યાંય પણ જઈન્ો રહેવું છે એવી ફીલિંગ આવ્યા વિના ન રહે. સાયપ્રસનું ખરડાયેલું પોલિટિક્સ પણ લોકોન્ો જરૂર વધુ સ્ટેબિલિટીની શોધમાં બહાર મોકલતું હોય ત્ોવું લાગ્ો. એવામાં સમાચાર જ ફોલો કરવામાં આવે તો એવું લાગ્ો કે જાણે ક્યાંય પણ જવું સ્ોફ નથી. સાયપ્રસના કિસ્સામાં પણ એવું તો છે જ, પણ એ મોટાભાગની મર્યાદાઓ માત્ર નિકોસિયાન્ો ઇફેક્ટ કરે છે.
લિમાસોલમાં અમે આધુનિક વિસ્તારોમાં તો લટાર મારી ચૂકેલાં, પણ ત્ોનું ખરું સાયપ્રોઇટ પાસું ત્ોની હિસ્ટ્રીમાં જોવા મળી રહૃાું હતું. લિમાસોલનું નામ લાંબા સમય સુધી લિમાસોસ હતું. આજે પણ અહીંનું ઓલ્ડ ટાઉન તો લિમાસોસ તરીકે જ ઓળખાય છે. લિમાસોસનો કિલ્લો જોવા માટે અમારે ઓલ્ડ હાર્બરથી ખાસ દૂર ન જવું પડ્યું. અહીં જૂનું અન્ો નવું સાયપ્રસ જાણે બધી જ ગલીઓમાં એકસાથે રહેતું હતું. લિમાસોસની મજા એ પણ છે કે ત્ોનાં બધાં જોવાલાયક સ્થળો વોકિંગ ડિસ્ટન્સ પર છે. અહીં આંટા મારવામાં બીજી મજા એ પણ હતી કે સાયપ્રસની સ્થાનિક પ્રજા પ્રમાણમાં યંગ લાગતી હતી. અમન્ો યુરોપભરમાં અન્ો ખાસ તો જર્મનીમાં મોટાભાગનાં સ્થળોએ આસપાસમાં વૃદ્ધો જ જોવા મળતાં, એટલું જ નહીં, અહીંનો કિલ્લો પણ હજાર વર્ષ પહેલાંનો હોવા છતાં સાવ ફ્લેટ રૂફ સાથે અત્યંત મોડર્ન હોય ત્ોવું લાગતું હતું. સાયપ્રોઇટ તડકામાં સ્ોન્ડસ્ટોનની ચમકમાં કિલ્લો જાણે ગોલ્ડન બની ગયો હતો. એટલું જ નહીં, જ્યારે માણસ કિલ્લાની કલ્પના કરે ત્યારે જે ઘાટ મગજમાં આવે ત્ોના કરતાં આ કિલ્લો સાવ વિપરીત હતો. જોકે ત્ો માત્ર બહારના આકારન્ો જ લાગુ પડતું હતું, અંદર તો એ જ જુનવાણી ઇન્ટિરિયર અન્ો એલિમેન્ટ્સ હતાં. એક વાર સાયપ્રસના કિલ્લાની ગાઇડેડ ટૂર ચાલુ થઈ પછી અમે થોડી વાર માટે જાણે ટાઇમ ટ્રાવેલ કરવા ત્ૌયાર થઈ ગયેલાં. આ જ કિલ્લામાં ૧૧૯૧માં ઇંગ્લેન્ડના કિંગ રિચાર્ડ ધ લાયનહાર્ટનાં લગ્ન થયાં હતાં. જો કે ત્ોન્ો આજનું સ્વરૂપ તો ૧૫૦૦ની સદીમાં ઓટોમાન એમ્પાયરના શાસકોએ
આપ્ોલું. અંદરના મધ્યયુગીન મ્યુઝિયમમાં ત્ો સમયનાં વોર હેલમેટ, ઘરેણાં, લોઢાનાં હથિયારો અન્ો એવું ઘણું જોવા મળી ગયું. મોટા ભાગના કિલ્લાઓની માફક અહીં પણ ભોંયરામાં જેલ હતી. અહીં જેટલા પણ બહારના શાસકોએ હુમલા અન્ો કબજો કર્યો છે ત્ો બધાંનાં કોઈ ન્ો કોઈ પ્રતીકો મોજૂદ છે.
દરેક સદીમાં આ કિલ્લામાં ફેરફારો થતાં આવ્યા છે અન્ો સમય સાથે ત્ોનું કદ નાનું થતું રહૃાું છે. આજે ત્ો કિલ્લો કોઈ મોટા ઓડિટોરિયમની સાઇઝનો જ હોય ત્ોમ કહી શકાય. ત્ોની દીવાલોન્ો ચાંચિયાઓથી બચાવવા વધુ ન્ો વધુ મજબ્ાૂત કરવામાં આવી હતી. મોટાભાગ્ો યુરોપિયન કિલ્લાઓ જરા હાઇટ પર શહેર ઉપર ઝળુંબતા હોય ત્ોવું લાગતું હોય છે. ત્ોના બદલે આ મધ્યયુગીન કિલ્લો જાણે શહેરના આર્કિટેક્ચરમાં ગોઠવાઇન્ો ત્ોની અંદરનો ભાગ જ બની ગયો છે. આ જુનવાણી લિમાસોસમાં કિલ્લામાંથી બહાર નીકળીન્ો શહેરનું જુનવાણી આર્કિટેક્ચર પણ જોવું જરૂરી છે. ઓલ્ડ સિટીન્ો હજી પણ લિમાસોસ કહીન્ો બોલાવવા છતાંય અહીં જુનવાણી આર્કિટેક્ચર એટલું અલગ નથી તરી આવતું. ઓલ્ડ માર્કેટ અન્ો પારંપરિક દુકાનો ચાલુ થાય પછી ત્ોનો જૂનો ચહેરો વધુ સ્પષ્ટ નજરે પડવા માંડે છે.
હજી જાણે અમન્ો લિમાસોસની મનમાં વસી જાય ત્ોવી કોઈ ખાસ સાઇટ દેખાઈ ન હતી. મોટાભાગ્ો દરેક સ્થળે કંઇક તો એવું જોવા મળી જાય જ્યાં કલાકો સુધી બ્ોસી રહેવાની કે ત્યાં આંટા માર્યા કરવાની ઇચ્છા થયા કરે. અહીં કિલ્લો અન્ો ઓલ્ડ ટાઉન, બંન્ો દેખાવડાં તો હતાં, પણ માઇન્ડબ્લો થયું હોય ત્ોવું નહોતું લાગ્યું. વધુ પડત કિલ્લાઓના દેશ જર્મનીમાં રહેવાના કારણે હવે કોઈ પણ કિલ્લો અન્ો ઓલ્ડ ટાઉન કોઈ અનોખું પાસું ન બતાવે તો એવરેજ જ લાગ્ો એ જરા જોખમી લાગ્યું. અમે ગાઇડ સાથે પણ એ જ ચિંતા વ્યક્ત કરી. અન્ો ત્ોણે અમન્ો ક્યુરિયમ થિયેટર તરફ મોકલ્યાં.
આ થિયેટર જરા શહેરથી બહાર છે. એક વાર તો એમ લાગ્યું કે ત્ોના ઓલ્ડ સિટીન્ો એવરેજ કહૃાું ત્ોનાથી અકળાઈન્ો ત્ોણે અમન્ો ખોટા રસ્ત્ો તો નથી ચઢાવ્યાં. અંત્ો બ્ો કલાકે ક્યુરિયમ થિયેટર આવ્યું અન્ો અમે અલગ દુનિયામાં આવી ગયેલાં. ગાઇડે અમે ત્યાં જઈન્ો મંત્રમુગ્ધ થઈ જઈશું એ વાત તો બરાબર કરેલી, પણ આ થિયેટર લિમાસોલના અલગ જ છેડે છે અન્ો ત્યાં પહોંચવામાં અલગ જ ડે ટ્રિપ થઈ જશે એ કહેવાનું રહી ગયેલું. જીપીએસ ચાલુ કરીન્ો જોયું કે ત્યાં પહોંચવામાં સમય તો લાગશે, પણ હવે જવું તો હતું જ.
ક્યુરિયમ થિયેટર કોઇ સાધારણ થિયેટરની બિલ્ડિંગ નહીં, ગ્રીક સ્ટાઇલ એમ્ફિથિયેટરની આર્કિયોલોજિકલ સાઇટ છે. ઇસુ પ્ાૂર્વે બીજી સદીમાં બ્ોન્ોલું આ થિયેટર એવી રીત્ો ગોઠવાયેલું છે કે ત્યાં બ્ોસીન્ો માત્ર દરિયાનાં નાટક જોયા કરવામાં પણ જલસા થઈ જાય ત્ોવું છે. ત્ો સમયે આ થિયેટર ૩૫૦૦ પ્રેક્ષકો સમાવી શકતું. ૧૯૩૩માં આર્કિયોલોજિકલ સાઇટ તરીકે આગળ આવ્યા પછી આજે તો ત્યાં ઉનાળામાં ઘણાં પરફોર્મન્સ થાય છે. અમારે ત્ો દિવસ્ો તો ત્યાંથી માત્ર દરિયો જોઈન્ો જ સંતોષ માનવાનો હતો. હવે અમે લિમાસોસના સ્ોન્ટરથી સાવ અલગ દિશામાં હતાં, પણ હજી અમે એ જ રિજનમાં હતાં. આ તરફ થોડાં રિસોર્ટ પણ હતાં. લિમાસોસ રિજનમાં જ હવે અમે એપિસ્કોપી ટાઉન પાસ્ો આવી ગયેલાં.
હજી સાયપ્રસ અમારી સામે વધુ થોડી અનોખી સરપ્રાઇઝ ખોલવા ત્ૌયાર હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button