લાર્નાકા સોલ્ટ લેક – સાયપ્રસની ગ્રીક લોકવાયકાઓ વચ્ચે…
અરાઉન્ડ ધ વર્લ્ડ – પ્રતીક્ષા થાનકી
આર્જેન્ટિનાનો પ્રવાસ એટલો મજેદાર રહ્યો કે ત્યાંથી પાછાં આવવામાં ફલાઇટના કપરા ૧૪ કલાકની મુસીબતો પણ એટલી અઘરી ન લાગી. બુએનોસ એરેસથી પહેલાં પેરિસ લેન્ડ થયાં. આ ફલાઇટમાં બાજુમાં એક ભાઈ બ્ોઠેલા, જેમન્ો સખત શરદી અન્ો વાઇરલ હતું. ત્ોમની પાસ્ો ન પ્ાૂરતા ટિસ્યૂ હતા, ન કોઈ દવા કે ન માસ્ક. એવામાં સમય જાણે અત્યંત ધીમો પડી ગયો હતો. દરેક પળ સાથે મન્ો પણ ચેપ લાગતો અનુભવી શકાતો હતો. મેં તો માસ્ક પહેરી લીધું હતું, પણ આટલા બધા કલાકો દરમ્યાન આટલું નજીક બ્ોસવાનું થાય ત્યારે માત્ર માસ્ક પ્ાૂૂરતું ન હતું. ફલાઇટ એવી ફુલ હતી કે બીજે ક્યાંય મૂવ થવાનું પણ શક્ય ન હતું.લાંબી ટ્રિપમાં ખાવા-પીવામાં અખતરા કરવાની મજા તો આવે, પણ ઘરે પાછાં આવીન્ો પહેલાં તો ખીચડી કે દાળ-ભાત ખાવાની જ ઇચ્છા થાય. કમ્ફર્ટ ફૂડ અન્ો શરદીમાં થોડા સમય માટે તો બધી મજા જાણે ભુલાઈ ગઈ હતી.
જોકે જેવાં રિકવર થયાં, ફરી ક્યાંક જવાનો કીડો સળવળ્યો. આ વખત્ો બીચ પર પડ્યાં રહેવાનો મૂડ હતો. ફલાઇટ પ્રમાણમાં ટૂંકી હતી અન્ો જર્મનીના પ્રમાણમાં સાયપ્રસમાં મે મહિનાની શરૂઆતમાં ઘણી ગરમી હતી. અમારે એ જ જોઈતું હતું. સાયપ્રસનો એક હિસ્સો તો માત્ર બીચ રિસોર્ટ અન્ો રિલેક્સિગં વેકેશન માટે જ બની ગયો હોય ત્ોવું છે. સાથે ત્યાંનો વિભાજિત હિસ્સો અન્ો રાજકીય ઊથલપાથલ, લોકો અન્ો શહેરોના ભાગલજ, બધું હજી પ્રમાણમાં ઘણું તાજું છે. આ બધું પણ જોવા મળવાનું હતું. ખરેખર દુનિયાનો દરેક હિસ્સો પોતાની અલગ વાર્તા સમાવીન્ો બ્ોઠો છે. ત્ોમાંય સાયપ્રસ જેવા ઐતિહાસિક ખૂણામાં તો જાણે વાર્તાઓનો ખજાનો જ છે.
ફ્રેન્કફર્ટથી લાર્નાકાની ફલાઇટ છેલ્લી બુએનોસ એરેસથી લીધેલી ફલાઇટની તકલીફો ભુલાવી દે એટલી રિલેક્સિગં નીકળી. લાર્નાકા એરપોર્ટ પર પહોંચીન્ો પહેલાં તો એરપોર્ટ લાઉન્જમાં સમરનાં કપડાં બદલ્યાં. એરપોર્ટની બહારથી જ કાર રેન્ટ કરવાની હતી. આ રેન્ટલ કાર પોઇન્ટ પર કામ કરનારાં બધાં છોકરાંઓ બ્રિટિશ ઇન્ડિયન હતાં. આ સાથે જ સાયપ્રસના હિસ્ટ્રી લેસનની પણ શરૂઆત થઈ ગઈ હતી. પહેલાં ખાલી એટલી જ ખબર હતી કે આજે તો સાયપ્રસ યુરોપિયન યુનિયનનો હિસ્સો છે. એક જમાનામાં ભારતની જેમ જ ત્ો બ્રિટિશ કોલોની હતું અન્ો તેને ૧૯૬૦માં આઝાદી મળી છે અન્ો આઝાદી પછી થોડાં વર્ષોમાં ત્યાં ટર્કિશ અન્ો ગ્રીક સંઘર્ષમાં દેશનાં બ્ો ભાગલા પડી ગયા છે. હવે એ પણ જાણવા મળ્યું કે અહીં થોડો હિસ્સો હજી પણ બ્રિટિશ ટેરેટરી છે અન્ો આજે પણ ટૂરિઝમ માટે જાણીતો સાઉથ સાયપ્રસનો હિસ્સો મોટાભાગ્ો બ્રિટિશ ટૂરિસ્ટથી જ ખીચોખીચ ભરેલો હોય છે.
અમે લાર્નાકા એરપોર્ટથી નજીક લાર્નાકા બીચ પર જ એક હોટલમાં રહેવાનાં હતાં. આખુંય સાયપ્રસ અહીંથી એક્સપ્લોર કરવાનું સાવ સરળ હતું. સવારમાં નીકળ્યાં અન્ો બપોર પહેલાં જ લાર્નાકા પહોંચી ચૂક્યાં હતાં. હજી હોટલમાં ચેક-ઇન બાકી હતું. એરપોર્ટથી હોટલની વચ્ચે જ એક અનોખું જોવાલાયક સ્થળ પણ આવતું હતું. હવે ત્ોનાથી વધારે બીજું શું જોઈએ. અમે બીચ વેકેશન માટે કપડાં તો બદલાવી જ ચૂક્યાં હતાં. હવે ગાડીમાં સામાન લોડ કર્યો અન્ો ચાલી નીકળ્યાં.
અહીંની હવામાં જ રજાઓ સ્ાૂંઘી શકાતી હતી. લાર્નાકા એરપોર્ટ પાસ્ોના આ લેકનું નામ સોલ્ટ લેક છે. લેક એરપોર્ટથી માંડ ૧૦ મિનિટની ડ્રાઇવ પર હતો. બ્ો કિલોમિટરમાં પથરાયેલો આ લેક એવા શહેરમાં પોતાની ઓળખ બનાવીન્ો બ્ોઠો છે જ્યાં નજીકમાં જ બીચ છે. અન્ો કેમ ન હોય, લેક દેખાતો ભલે એક જ હોય, પણ અંદર ત્ો ત્રણ નાનાં લેક્સનું ન્ોટવર્ક છે. આલીકી, ઓર્ફાની અન્ો સોરોસ નામનાં આ ત્રણ લેક્ધો અલગ પાડી શકવાનું જરા મુશ્કેલ છે. સાયપ્રસમાં લિમાસોલમાં આનાથી પણ મોટો વધુ એક સોલ્ટ લેક પણ છે.
લાર્નાકાના આ સોલ્ટ લેકની બીજી મોટી ખાસિયત છે ત્યાંનાં પિંક લેમિંગો. આ પક્ષીઓ હજી સરખો ઉનાળો બ્ોસે ત્ો પહેલાં જતાં રહેવાનાં હતાં. અમન્ો હજી થોડાંક જોવા મળી જ ગયાં. જોકે લેક પાસ્ો ખરી જોવાલાયક જગ્યા તો લેકની બીજી તરફ આવેલી એક ઐતિહાસિક શ્રાઇનની ઇમારત હતી. આ લેક પાસ્ોની લોકવાયકા સેંટ લઝારસે આસપાસમાં વસેલી એક ખેડૂત મહિલાન્ો આપ્ોલા શાપ સાથે પણ જોડાયેલી છે. જાત્રાએ નીકળેલા સેંટ લઝારસેએ ખેડૂત મહિલા પાસ્ો ખાવા-પીવાનું માંગ્યું હતું. ત્ોણે ના પાડી અન્ો ખોટું બોલી કે ત્ોની વાઇન સુકાઈ ગઈ છે અન્ો ત્ોની પાસ્ો આપવા માટે કશું નથી. બદલામાં સ્ોંટ લઝારસ્ોએ ત્ોન્ો શાપ આપ્ોલો કે ત્ોની વાઇન હંમેશાં સુકાયેલી રહે અન્ો ત્ોના તળાવનું પાણી ખારું થઈ જાય. આવી વાર્તાઓ તો ગ્રીક, ટર્કિશ અન્ો સાયપ્રસના દરેક મહત્ત્વના સ્થળ પાસ્ો મળી જ જવાની હતી.
લેકની પરિક્રમા કર્યા પછી ‘હાલા સુલતાન ટેકે’ શ્રાઇન આવી. આ સાવ નાનકડી જગ્યામાં એક મોસ્ક, મિનારો, કબ્રસ્તાન અન્ો સ્ાૂફી ગ્ોધરિંગ માટે રહેવાની જગ્યા પણ છે. સત્તરમી સદીની આ શ્રાઇન ઓટોમાન સ્ટાઇલમાં બન્ોલી છે. અન્ો આ વિસ્તાર સાથે જોડાયેલી લોકવાયકાઓ ગ્રીક છે. અહીં પાછળના હિસ્સામાં આજે પણ આર્કિયૉલોજિકલ એક્સકાવેશન સાઇટ છે. છેક છઠ્ઠી સદીથી અહીં કોઈ ન્ો કોઈ સ્વરૂપ્ો રહેણાંક મકાનો તો હતાં જ. અમે મજાક પણ કરી કે ક્યાંક આ સ્ોંટ લઝારસેએ જેન્ો શાપ આપ્યો હતો ત્ો ખેડૂતોનું ઘર ન હોય. આ ઐતિહાસિક ઇમારતના દરેક ખૂણામાં બિલાડીઓ આંટા મારતી હતી. ત્ો સમયે જરા નવાઈ લાગી હતી, પણ સાયપ્રસમાં કદાચ જેટલાં માણસો છે એટલી જ બિલાડીઓ પણ છે. સોલ્ટ લેકના આ વિસ્તારમાં વચ્ચે બ્ોસવા માટે થોડી બ્ોન્ચ સિવાય બીજું કોઈ કોમર્સિયલ સ્ટ્રકચર નથી. અહીં ઘણાં ચક્કરો માર્યાં પછી હવે ભૂખ લાગી રહી હતી. લાર્નાકા બીચ નજીક હોટલ તરફ જવાનો સમય આવી ગયો હતો.