વીક એન્ડ

લા એસ્કાલાનાં યાદગાર બીચ, શિલ્પો અન્ો સ્ાૂર્યોદય…

અરાઉન્ડ ધ વર્લ્ડ -પ્રતીક્ષા થાનકી

બાર્સિલોનામાં સિટી સ્ોન્ટરથી નીકળવામાં એટલા બધા વન-વે આવ્યા કે ટૂરિસ્ટ બસના બદલે અહીં ગાડીમાં જ ચક્કરો મારી લીધાં હોત ચાલી જાય એવું લાગતું હતું. હજી સાંજ પડે ત્ો પહેલાં લા એસ્કાલા પહોંચવું હતું. નાસ્તો અન્ો પાણીનો સ્ટોક પ્ાૂરતો હતો, પણ સાંજે લા એસ્કાલા પહોંચીન્ો બીચ પર લટાર મારવાની પણ લાલચ હતી. રસ્તામાં બાર્સિલોનાનો અર્બન વિસ્તાર ઘણો લાંબો ચાલ્યો. ખાસ તો રોવિરા રોડ જાણે આખા બાર્સિલોનાન્ો બાથ ભરીન્ો ઊભો હોય ત્ોમ બંધાયેલો હતો. વળી કોઈ પણ મેટ્રોની જેમ એક પછી એક બ્રિજ આવ્યે જતા હતા. ગ્ાૂગલ મેપ્સ પર જે રસ્તો માંડ બ્ો કલાકની ડ્રાઇવ બતાવતો હતો, ત્યાં ટ્રાફિકમાં જ કલાક નીકળી ગયો. પહેલાં દરિયા કિનારે સ્લો રસ્તા પર વ્યુ સાથે જવાનું વિચારેલું, પણ હવે એક વાર બહાર નીકળ્યા પછી સીધો હાઇ વે જ લઈન્ો લા એસ્કાલા તરફ ગાડી મારી મૂકી.

બાર્સિલોનામાં ખુદ પોતાના ઘણા મજેદાર બીચ છે. ત્ો પછી જે પણ શહેર કે ગામની પાછળ ‘માર’ આવતું ત્યાં દરિયો અન્ો બીચ છે ત્ો સમજી લેવું. મારી ઓફિસની હાલના પ્રોજેક્ટની ટીમ બાર્સિલોના નજીક જ સાન્ટ કુગાટ ટાઉનમાં બ્ોઝ્ડ છે, પણ ત્યાં રહેતું કોઈ નથી. બધાં કાં તો બાર્સિલોનામાં રહે છે અથવા જીરોનામાં. જીરોના કાટાલોનિયાનો બાર્સિલોના પછીનો સૌથી મહત્ત્વનો રિજન છે. લા એસ્કાલા પણ જીરોનામાં જ આવેલું અન્ો સ્પ્ોનનું ખ્યાતનામ કોસ્ટા બ્રાવા પણ. એ લોકો જ્યારે મન પડે ત્યારે બ્ો કલાકની ટ્રેન લઈન્ો કોસ્ટા બ્રાવા પહોંચી જતાં. ત્ોમની પાસ્ોથી બધાંની મનપસંદ જગ્યાઓનું લિસ્ટ પણ મળ્યું હતું. સાથે કુમારનું રિસર્ચ તો ખરું જ. એવામાં લા એસ્કાલા જીરોના રિજન જોવા માટે સૌથી મોકાની જગ્યા પ્ાુરવાર થઈ.

હોટલ પહોંચ્યાં, સામાન રૂમ પર મૂક્યો અન્ો ચાલવા નીકળી પડ્યાં. એક તરફ લા એસ્કાલા ગામનું સ્ોન્ટર હતું અન્ો બીજી તરફ ત્યાંનાં બીચ અન્ો આર્કિયોલોજિકલ સાઇટ. ત્ોના પ્રોમોનાડનો એક હિસ્સો હાઇટ પર હતો. ત્યાં હારબંધ સ્થાનિક રેસ્ટોરાંની લાઇન પણ લાગ્ોલી હતી. એટલું જ નહીં, ગામમાં પ્રવેશતાની સાથે જ એક મ્યુઝિક બ્ોન્ડ વાજિંત્રો લઈન્ો કોન્સર્ટ આપવા ત્ૌયાર હોય ત્ોવી રીત્ો એક ગ્રુપ સ્ટેચ્યૂ બરાબર પ્રોમોનાડ પર ગોઠવાયેલું હતું. ત્ોમની પાછળ સીધો દરિયો હતો. ખાસ તો ટેકરી પર થઈન્ો દરિયા તરફ જતો રસ્તો આ શિલ્પ પાસ્ો આવીન્ો અટકતો. અહીંથી કાં તો લેફ્ટમાં રેસ્ટોરાં તરફ જવાતું અથવા રાઇટમાં અમારી હોટલ, બીચ અન્ો લા એસ્કાલાના સિટી સ્ોન્ટર તરફ જવાતું. પાછળ હતો દરિયો. અમે આ જ રસ્ત્ો ચાલીન્ો નીકળ્યાં. રેસ્ટોરાં તરફ ગયાં. ત્યાં વચ્ચે વચ્ચે થોડી સુવિનિયર શોપ્સ પણ હતી.

આખો દિવસ બાર્સિલોનામાં ફર્યા પછી અહીં આગળ લાંબું ચાલવાનું તો શક્ય ન બન્યું, એટલે પહેલી સાંજ તો ત્ો પ્રોમોનાડની બ્ોન્ચ પર જ વીતી. કોઈ પણ રસ્ત્ો જાઓ, દરિયો તો સાથે જ આવતો હતો. લા એસ્કાલાન્ો વિગત્ો જોવાનું તો પ્લાનમાં હતું જ. એક દિવસ થોડા કલાકો તો ત્યાંનાં મેઇન બીચ પર જ વિતાવવાનો પણ મેળ પડ્યો હતો. ઘણાં ટૂરિસ્ટિક બીચ પર પહેલાં જવાનું બન્યું છે, પણ જીરોનાના બીચ એટલા સ્થાનિક લોકોથી ભરપ્ાૂર હતા કે અહીં લોકો દરિયા કિનારે બ્ોસવાની ખુરશીઓ પણ ઘરેથી લાવતાં હતાં. ત્યાંનો લોકલ ફ્લેવર જરા અલગ જ મજા કરાવે ત્ોવો હતો. એક દિવસ એક માજી તો મેટલની ખુરશી મોજાની વચ્ચે લઈન્ો બ્ોસી ગયેલાં. અહીં બીચ સાવ છીછરો અન્ો જલસા કરાવી દે ત્ોવો હતો. અહીં ટૂરિસ્ટ તો ઘણાં હતાં, પણ મોટા ભાગનાં કાં તો સ્પ્ોનિશ હતાં અથવા નજીકનાં ફ્રેન્ચ બોર્ડરથી ડ્રાઇવ કરીન્ો આવેલાં. અહીં મોટાભાગના બીચ પર લાઉન્જ વગ્ોરે ન હતાં, લોકો બ્ોસવાની વ્યવસ્થા સાથે જ લઈન્ો આવતાં હતાં.

પ્લાયા ડે રિએલ્સ નામે આ બીચ તરફ જતાં વધુ સુંદર સ્ટેચ્યૂ પણ રસ્તામાં આવતાં. નજીકમાં જ લા એસ્કાલાનું પોર્ટ પણ હતું. અહીં હોટલ પર રોકાયાં ત્યાં સુધી રોજ સવારે નજીકની કોઈ મજેદાર જગ્યા જોવા નીકળી પડતાં, પણ સાંજ પડ્યે લા એસ્કાલામાં થાક ઉતારવા મળતો. કોઈ વાર ચાલીન્ો લા પ્લાત્યાના ટચૂૂકડા બીચ તરફ જતાં. અન્ો એક દિવસ જરા વધુ હિંમત કરીન્ો એમ્પુરિયેસ બીચ અન્ો આર્કેયોલોજિકલ મ્યુઝિયમ સુધી પણ જઈ આવેલાં.

આ ગામની ઘણી ખાસિયતો છે. ત્ોમાં એક એ પણ છે કે અહીં ઐતિહાસિક સ્તરે લોકપ્રિય સારડીન માછલીનું ફિશિંગ થતું અન્ો ત્ોન્ો ખાસ સોલ્ટમાં પ્રિઝર્વ કરવાની ટેકનિક વિકસાવવામાં આવી હતી. ત્ો બધું અમન્ો ત્ોના મ્યુઝિયમમાં જોવા મળ્યું. ગામનું ટેમ્પરામેન્ટ અત્યંત શાંતિ અન્ો રિલેક્સ્ોશન વાળું હતું.

ત્ોમાં અમે હોટલમાં જ બ્રેકફાસ્ટ અન્ો ડિનર મળે ત્ોવું પ્ોકેજ લીધેલું. ત્યાં સાંજ પડ્યે રોજ કોઈ અલગ પ્રકારનો પાયેયા ચાખવા મળતો. અન્ો હોટલ આમ ત્યાં ખાસ્સી જાણીતી હતી, પણ ત્ોનું સંચાલન કોઈ પરિવાર કરતો હોય ત્ોવું લાગ્યું. રિસ્ોપ્શન પર બ્ોઠેલા સ્ટાફન્ો બાદ કરતાં ભાગ્યે જ કોઈ અંગ્રેજી બોલતું. છતાંય ત્યાં રોજ અમન્ો જમવાના સમયે બધું સંચાલન કરતાં બહેન અત્યંત મજાથી જમાડતાં. જમવાનું સાવ ફિક્કું રહેતું એટલે અમે સ્થાનિક માર્કેટથી હોટ સોસ લઈન્ો આવેલાં. રોજ જમવામાં થોડી તીખાશવાળો કંઇક મસાલો મળે તો જરા સંતોષ થતો.

લા એસ્કાલામાં એક સવારની વોક પર એવો સ્ાૂર્યોદય જોવા મળેલો જે ભાગ્યે જ કદી ભૂલી શકાશે. ત્ોનાં ઘણાં વીડિયો અન્ો ફોટા છે, પણ ત્ોન્ો યાદ કરવા માટે ત્ોન્ો જોવાની કદી જરૂર ન પડે. ત્ો સવાર હવે કોર મેમરીનો ભાગ બની ગઈ છે. સ્પ્ોનમાં ત્ો સમયે દુકાળની પરિસ્થિતિ હતી. સપ્ટેમ્બર એન્ડમાં પણ ઘણી ગરમી હતી અન્ો મારાં કોલિગ મિત્રોએ કહેલું કે આખું કાટાલોનિયા વરસાદની રાહ જોઈ રહૃાું છે. ત્ો સવારે સ્ાૂર્યોદય જોઈ પાછાં ફરતાં મજાનું ઝાપટું આવ્યું હતું. હવામાન ખુશનુમા થઈ ગયું હતું. જાણે લા એસ્કાલા અમન્ો મજા કરાવવાનો ખાસ પ્રયત્ન કરી રહૃાું હોય ત્ોવું લાગતું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button