વીક એન્ડ

લા બોમ્બોન્ોરા-આર્જેન્ટિનિયન ફૂટબોલના ગાંડપણમાં ડોકિયું

અરાઉન્ડ ધ વર્લ્ડ -પ્રતીક્ષા થાનકી

બુએનોસ એરેસમાં સમય એવો સટાસટ પસાર થઈ રહૃાો હતો કે હવે વળતી ફલાઇટનો પ્લાન પણ બની રહૃાો હતો. હજી કેટલું શોપિંગ થઈ શકે ત્ોમ છે અન્ો પાછાં જવું જરૂરી છે કે નહીં ત્ોવી વાતો ચાલુ હતી. આર્યા અન્ો હું તો ત્યાં રોકાઈ જવા ત્ૌયાર જ હતાં. ક્યારેક કામ અન્ો જવાબદારીઓ વચ્ચે એવો પણ મોકો મળી જાય કે જ્યાં ગમ્યું ત્યાં વધુ રોકાઈ ગયાં એવું કરવાનો પણ મોકો મળી જાય તો મજા આવે. આવો વિચાર અમન્ો ક્યાં ક્યાં આવ્યો હતો ત્ોની ચર્ચા પણ થઈ. આઇસલેન્ડ અન્ો પોર્ટુગલનું નામ લેવાયું. સ્વાભાવિક છે પ્ોરિસ પણ યાદ આવ્યું. ખાસ તો એટલા માટે કે પ્ોરિસમાં પણ ગમે ત્ોટલું રોકાવ, થોડું તો જોવાનું રહી જ જાય છે. એવામાં હાલની પ્ોરિસની હાલત પણ અવગણી શકાય ત્ોમ નથી. બરાબર ઓલિમ્પિક પહેલાં જ ત્યાં બ્ોડ-બગ્સ એટલે કે માંકડનો રાફડો ફાટ્યો હોવાના સમાચારો બધે ફરી રહૃાા છે, એટલું જ નહીં, લોકોએ પ્ોરિસથી આવેલા સામાનન્ો કઈ રીત્ો સ્ોનિટાઇઝ કરવો ત્ોના વીડિયોઝ પણ સાથે જ છે. યુરોપમાં એ પણ મજાક થઈ રહી છે કે પ્ોરિસમાં આ વર્ષે જરા વધુપડતી ખીચોખીચ ટૂરિસ્ટ સિઝનવાળો ઉનાળો પત્યો છે. વળી ઓલિમ્પિક માટે ફરી લોકોની ભીડ જામવાની જ છે. પ્ોરિસમાં વધુ પડતાં લોકો ન ઊમટી પડે ત્ોના માટે આ અફવા ઉડાવવામાં આવી છે, ખરેખર પરિસ્થિતિ એટલી ખરાબ નથી. જે હોય ત્ો, પ્રવાસના અનુભવોમાં ક્યાંય બ્ોડ-બગ્સની વાત ન આવવી જાઇએ. સદ્નસીબ્ો લેટિન અમેરિકાના પ્ોરિસ બુએનોસ એરેસમાં અમન્ો એવું કશું અનુભવવા મળ્યું ન હતું.

લા બોકામાં સાઇકલ ટૂર દરમ્યાન અમન્ો એક કલાકનો નાનકડો બ્રેક મળેલો. મોટાભાગનો સમય તો ત્યાંનાં રંગો, લોકો અન્ો મજેદાર સ્ોટઅપન્ો માણવામાં જ જતો રહૃાો. અંત્ો ત્યાંના ખ્યાતનામ ચોરી-પાન ખાવા માટે પહોંચ્યાં. ત્યાં છેક ગલીના છેડે પહોંચે એટલી લાંબી લાઇન હતી. અમન્ો એમ કે ચોરી-પાન બરાબર વડાપાંઉની જેમ ફટાફટ હાથમાં આવવાં જોઇએ. લાઇન ભલે લાંબી હોય, વારો જલદી આવી જશે. લાઇન ધાર્યા કરતાં ઘણી ધીમી આગળ વધી રહી હતી. અમારા ગાઇડ આખા ગ્રુપની સાઇકલો પાસ્ો રાહ જોઈ રહૃાા હતા. આ લાઇનમાં જ અમારા ગ્રુપનાં જ બીજાં લોકો પણ હતાં. સ્વાભાવિક છે, બધાંન્ો સમયની ચિંતા તો હતી જ. ટૂરનો હજી થોડો હિસ્સો બાકી હતો. અમન્ો થયું કે પાંચમાંથી કોઈ એક જઇન્ો અમારા ગાઇડ ક્રિસન્ો કહી આવે કે ચોરી-પાનની લાઇનમાં વાર લાગશે. એમ કરવા માટે હું નીકળી ત્યાં તો ખુદ ક્રિસ જ ચોરી-પાનની લાઇનમાં જોડાવા આવ્યો. એક વાત નક્કી હતી, અહીં કોઇન્ો ટાઇમની પડી ન હતી.

આ ચોરી-પાનની દુકાન આમ જોવા જાઓ તો અંદર માત્ર એક ફ્રિજમાંથી જાત્ો કોલ્ડ્રિંક લેવાનું હતું. એક જુનવાણી કાઉન્ટર પર કાકા થડે પ્ૌસા લેવા બ્ોઠેલા, પાછળ નાનકડું રસોડું હતું, જ્યાંથી ચોરિઝો સોસ્ોજ અન્ો ‘પાન એટલે કે બ્રેડ આવી રહૃાાં હતાં. બહાર ખુલ્લામાં ગ્રિલ લગાવેલી હતી. ત્યાં બ્ો માણસો ચોરી-પાન બનાવતા હતા. જ્યારે ચોરી-પાન હાથમાં આવ્યું ત્યારે લાગ્યું કે ખરેખર આવું કશું પહેલાં ચાખવા નથી મળ્યું. ઇંત્ોજારી હોય કે માહોલ, ત્ો સમયે તો આ આર્જેન્ટિનિયન ફાસ્ટ ફૂડ ખાસ જલસા કરાવી ગયું. ખાસ તો એટલા માટે પણ કે ત્ોમાં તીખી ‘ચીમીચૂરી’ તરીકે ઓળખાતી ચટણી અન્ો કાપ્ોલા કાંદા પણ હતાં. બાકીના આર્જેન્ટિનામાં ક્યાંય આ સ્તરનો સ્વાદ હાથ લાગ્યો ન હતો. અમે જરાય ઉતાવળ કર્યા વિના ચોરી-પાન માણ્યાં.

સાઇકલ પાસ્ો પાછાં આવ્યાં ત્યાં પાછળનાં ઘરોમાંથી એક મેટલની બારીમાંથી એક કાકા ડોકું કાઢીન્ો ઊભા હતા. ત્ોમની બાજુમાં હાથે ‘એમ્પનાડા’ લખેલું હતું. આમ ઘરઘરાઉ એમ્પનાડા મળતાં હોય ત્ોન્ો કંઈ રીત્ો જવા દેવાં. હજી ક્રિસન્ો આવવાની વાર હતી. અમે વધુ એક જગ્યાનાં એમ્પનાડા દબાવ્યાં. આમ ઘરમાંથી ચાલતી દુકાનોનું કલ્ચર આપણે ત્યાં પણ ઘણી વાર સૌરાષ્ટ્રમાં તો જોવા મળ્યું જ છે. બાકીનાં લોકો ધીરે ધીરે પાછાં આવ્યાં. ક્રિસ આવ્યો ત્યારે તો બધાં અંદર અંદર મલકી રહૃાાં હતાં. ત્ો ખુદ કલાક મોડો પડેલો.

લા બોકામાં આખો દિવસ વિતાવો તો પણ ઓછો પડે. અહીં જોવા અન્ો કરવા માટે એટલું બધું છે કે અમે પણ સાંજે પાછાં આવવાનો પ્લાન બનાવેલો. લા બોકાના ગીચ વિસ્તારમાં હાથેથી નકશો દોરીન્ો અન્ો પછી ફરી સાઇકલ પર સવાર થઈન્ો અમે હવે એક અલગ દિશામાં નીકળ્યાં. બોકા જુનિયર્સનું સ્ટેડિયમ ‘લા બોમ્બોન્ોરા’ અમારી નજીક આવી રહૃાું હતું. બહારથી તો આ માત્ર બ્લુ અન્ો પીળા ફસાડવાળું ફૂટબોલ સ્ટેડિયમ લાગતું હતું, પણ ક્રિસની બોડી લેંગ્વેજ આ સ્ટેડિયમ નજીક આવતાં જ જાણે બદલાઈ ગઈ. એ અમન્ો કહે કે ત્ોનું આખું ખાનદાન બોરા જુનિયર્સનું ફેન છે. આ ફૂટબોલ ક્લબ કદાચ દુનિયાના સૌથી તોફાની અન્ો અગ્રેસિવ ફૂટબોલ ફેન્સ માટે જાણીતી છે. અહીંનાં સ્થાનિક ફેન્સ એટલી ધમાલ અન્ો એટલો ઘોંઘાટ કરે કે સામેવાળી ટીમ માટે રમવું મુશ્કેલ થઈ જાય. અહીં બોકા જુનિયર્સ રમવાનાં હોય, અન્ો તમે સામેની ટીમનાં ફેન બનીન્ો જોવા જાઓ તો તમારે પોતાની સિક્યોરિટીની પ્ાૂરતી વ્યવસ્થા કરવી પડે ત્ો પણ જગજાહેર વાત છે.

અમે ત્ો સમયે માત્ર ખાલી ‘લા બોમ્બોન્ોરા’ સ્ટેડિયમની ટૂર લેવાનાં હતાં. તો પણ મારાડોનાના આ હોમ ગ્રાઉન્ડની એનર્જી જરા અલગ જ ભાવ ઊભા કરતી હતી. મારાડોના પહેલી મેચ અન્ો ત્ોની રિટાયરમેન્ટ પહેલાંની છેલ્લી મેચ અહીં જ રમ્યો હતો. મેસી આ વિસ્તારનો નથી. લા બોકા તો માત્ર મારાડોનાનું જ ઘર છે. અહીં આવીન્ો મારાડોનાન્ો મેસી સાથે સરખાવવાની ભૂલ પણ ન કરાય. અહીં તો મારાડોના જ ભગવાન છે. સ્ટેડિયમમાં લોકર રૂમ, પ્લેયર્સ કયા રસ્ત્ો ત્યાંથી સ્ટેડિયમ સુધી જાય છે, નાનકડો મ્યુઝિયમનો વિસ્તાર, બધું જોવા મળ્યું. બુએનોસ એરેસમાં રિવર્સ નામે બીજી પણ એક ફૂટબોલ ક્લબ છે, પણ લાડથી ‘લા બોમ્બોન્ોરા’ એટલે કે બોક્સ ઓફ ચોકલેટ તરીકે ઓળખાતા બોકા જુનિયર્સ જેવું ઐતિહાસિક કશું નથી. ઇટાલિયન માઇગ્રન્ટ્સ્ો ભેગા થઈન્ો છેક ૧૯૦૫માં બોકા જુનિયર્સ શરૂ કરેલી. આ સ્ટેડિયમ પણ છેક ૧૯૪૦થી અહીં છે. હવે ત્ો આંતરરાષ્ટ્રીય ફેન્સ માટે નાનું પડે છે. નજીકમાં વધુ મોટું સ્ટેડિયમ બનાવવાની ત્ૌયારીઓ ચાલી રહી છે. ત્ો સમયે અમે મેચ તો ન જોઈ શક્યાં, પણ આર્જેન્ટિનિયન ફૂટબોલના ગાંડપણન્ો અડીન્ો આવ્યાં હોઇએ એવું જરૂર લાગતું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button