ક્યા રિશ્તા રહા ભલા જિંદગી સે, ઠુકરા દિયા હૈ જબ ઉસને મુઝે!
ઝાકળની પ્યાલી-ડૉ. એસ. એસ. રાહી
મેરી પુકાર નહીં સુની?
દૂર ચરાગાહોં પર બહાર ઉતર આઇ હૈ
તુમને ક્યા મેરી પુકાર નહીં સુની?
પહાડી ઝીલોં મેં ફૂલ ખિલખિલા રહે
પહારી મૈદાન હમેં ઊંચી આવાજ મેં
બુલા રહે.
દૂર જંગલોં મેં
બકાયન મેં ફૂલ આ ગએ હૈં-
તુમને કયા મેરી પુકાર નહીં સુની?
હબ્બા ખાતૂન
હબ્બા ખાતૂનનું મૂળ નામ ઝુન હતું. ઝુનનો જન્મ કાશ્મીર ઘાટીના પામ્પોર વિસ્તારના ચંધારા ગામે થયો હતો. તે ૧૫૫૪ની સાલ હતી. તેના પિતાએ તેને અક્ષરજ્ઞાન આપ્યું હતું. પરિણામે વિશ્ર્વનાં અમર પુસ્તકો તે વાંચી શકી હતી. તેના પ્રેમાળ પિતાએ ઝુનને ખેડૂતના પુત્ર સાથે તેની શાદી કરાવી દીધી હતી. ઝુનનો સાસરિયાં પક્ષ અભણ-અણઘડ હતો. આવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં યે ઝુન પોતાની મોજ ખાતર ઊર્મિંગીતો લખતી અને તેને મીઠા સ્વરે ગાતી રહેતી હતી.
એક દિવસ કાશ્મીરના રાજાના રાજકુંવરે સ્વરૂપવાન ઝુનને કેસરની વાડીમાં જોઇ. એ જ વખતે રાજકુમાર યુસુફ ઝુનના પ્રેમમાં પડી ગયો. યુસુફે સત્તાના બળે ઝુનના છૂટાછેડા લેવડાવી લીધા અને ઝુન સાથે નિકાહ પઢી લીધા. આમ ઝુન હવે સામાન્ય મહિલા રહી નહોતી. હવે તે એક રાજકુમારની પત્ની હતી. આમ, ઝુનમાંથી તે હવે હબ્બા ખાતૂન તરીકે ઓળખાવા લાગી હતી. તેની અનુપમ, અજોડ સુંદરતાને લીધે તે ઝુન એટલે કે ચંદ્રમાના નામથી ઓળખાતી હતી.
કાશ્મીરની ખૂબ જાણીતી કવયિત્રી લલ્લેશ્ર્વરીનો જીવનકાળ ૧૪મી સદીનો, હબ્બા ખાતૂનનો ૧૬મી સદીનો તો અરણિમાલ નામની કવયિત્રીનો સમય ૧૮મી સદીનો મનાય છે.
મોગલ શાસક અકબરે વિશ્ર્વાસઘાત કરીને કાશ્મીરના પ્રાંતને પોતાના કબ્જામાં લઇ લીધો હતો અને હબ્બાના પતિને કેદ કરીને તેને બંગાળ લઇ જવાયા હતા. ત્યાં તેમનું મૃત્યુ થયું હતું. જિંદગીના અંતિમ દિવસોમાં હબ્બા ખાતૂન કાશ્મીરની ઘાટીઓમાં રઝળપાટ કરતાં રહ્યાં હતાં અને પોતાનાં ગીતો ગાતાં રહ્યાં હતાં. કાશ્મીરની છેલ્લી રાનીની રૂપમાં ત્યાંના લોકો આજે પણ તેને યાદ કરે છે. ઇ. સ. ૧૫૯૨માં તેનું અવસાન થયું હતું. હબ્બા ખાતૂનનો મકબરો જમ્મુ-શ્રીનગર હાઇવે પર અથવા જાન સ્થળની નજીક છે. કાશ્મીરના ગુરેઝ નામક વિસ્તારમાં આવેલો પિરામિડ આકારનો પર્વત હબ્બા ખાતૂન તરીકે ઓળખાય છે.
શ્રી સુરેશ સલીલ અને સુશ્રી મધુ શર્માએ એક પુસ્તક લખ્યું છે. જેનું નામ “હબ્બા ખાતૂન ઔર અરણિમાલ કે ગીત-ગાન છે. તેમાં આ બન્ને કવયિત્રીઓનો વિશેષ પરિચય મળી રહે છે. આ બન્નેને કાશ્મીરની કોયલ તરીકે ઓળખવામાં આવે છે. તેઓએ આધુનિક કાશ્મીરી કવિતાના વિકાસમાં નિર્ણાયક ભાગ ભજવ્યો છે.
પતિના વિરહનું દર્દ હબ્બાથી સહન થતું નહોતું. “તુમ બિન નામની કવિતામાં હબ્બાએ આ વેદના વ્યક્ત કરી છે.
ૄ
અનુપમ છવિવારે, ઔર મેરે પ્યારે,
લલક રહે હૈ
મેંહદી-રચે મેરે હાથ
તુમ્હેં સહલાને કો,
તડફ રહી હૂં
તુમ્હારી રતનારી ઝલક
એક પાને કો!
આઓ, બુઝાઓ પ્યારે, મેરી અબુઝ પ્યાસ,
કેરો કટેં તુમ બિન યે બંજર દિવસ-માસ!
ૄ
કાશ્મીરની વાદીઓમાં ભટકતી હબ્બાની જિંદગી સ્વપ્ન અને વાસ્તવિકતા વચ્ચે ડોલતી રહેતી હતી. પતિના મૃત્યુની જાણ હોવા છતાં જાણે કે તેને શ્રદ્ધા હતી કે તેનો પતિ ફરીથી તેને એક દિવસ મળવા આવશે. “તુમ્હે ઢૂંઢતે હુએ નામનું કાવ્ય હબ્બાની પ્રેમ-ઉત્કટતાને આલેખિત કરે છે.
ૄ
બલ ખાતી બહતી નદિયોં કે મુહાને તક
જાઊંગી મૈં
તુમ્હેં ઢૂંઢતે હુએ
વિનતી-અરદાસ કરતી યહાં-વહાં ડોલૂંગી
મૈં
તુમ્હૈં ઢૂંઢતે હુએ.
ઢૂં ઢૂં ગી મૈં તુમ્હેં ચૈંબેલી કી કુંજો મેં,
મત કહો, દુબારા અબ મિલના નહીં હોગા.
ખીલે ગુલાબ કે ઝાડોં પર
ફૂલ મુસ્કુરા રહે,
મેરી ભી કલિયાં ફૂલ બનને કે
કસમસા રહી,
દરસન કી પ્યાસી ઇન અંખિયોં કે
ઔર ન તરસાઓ-
મત કહો, દુબારા અબ મિલના નહીં હોગા
હબ્બા ખાતૂનની કવિતા હિન્દુસ્તાનની સંસ્કૃતિ વિરાસતનો ભાગ છે. હબ્બાની શાયરીમાં દર્દ અને કાશ્મીરનું સૌંદર્ય-બન્નેનો આપણે એહસાસ થાય છે. તેમની કવિતા પ્રેમ, એકાંત અને પીડાની વિવિધ ભાવનાઓને ઘૂંટે છે. છતાં આતંકવાદના ઓથાર નીચે જીવતાં કાશ્મીરી લોકોનાં નાજુક દિલોમાં હબ્બાના ગીતો સંઘરાયેલાં છે અને તેની બંદિશ પહાડોમાં ગુજતી રહી છે. કાજલ સૂરી નામની લેખિકાએ હબ્બા ખાતૂન પર ચાર અંકમાં વિસ્તરેલું લચીલું નાટક લખ્યું છે. તે મંચ પર ભજવી શકાય તેવું છે. હબ્બા ખાતૂનની એક કવિતામાં જ હવે પ્રવેશ કરીએ:
ૄ
કયા રિશ્તા રહા ભલા જિંદગી સે
ઠુકરા દિયા હૈ જબ ઉસને મુઝે!
ઉર્ફાન તો હૈં સબકે લિએ ઇદ
લેકિન સિર્ફ પ્યાર કરને વાલોં કે લિએ.
કયા મતલબ ઇદ કા પ્યાર કે બિના
ઠુકરા દિયા હૈ જબ ઉસને મુઝે!
અંદર મેરે હૈ એક લગાતાર જલતી આગ
મહસૂસતી હૂં કિસી ભટ્ટી મેં સિંકા
ખુદ કો-
સારી દેહ ભરી હુઇ ફફોલોં સે
ઠુકરા દિયા હૈ જબ ઉસને મુઝે!
બર્ફ કે માનિન્દ ઉસને મુઝે પિઘલાયા
ઔર કિસી પહાડી નદી યા નાલે કી તરહ
ઢલાન કા રૂખ મેરી કિસ્મત મેં લિખ ગયા-
ઠુકરા દિયા હૈ યૂં ઉસને મુઝે!
કયા રિશ્તા ભલા અબ હો સકતા હૈ
જિંદગી સે
ઠુકરા દિયા હૈ જબ ઉસને મુઝે!
ૄ
માળીનું કાર્ય બગીચાનું જતન, સંવર્ધન અને સંરક્ષણ કરવાનું હોય છે. આપણે માળીને ‘બાગબાં’ તરીકે યે ઓળખીએ છીએ. તો માલણ બાગનાં વિવિધ ફૂલોને ચૂંટીને તેનો સરસ મજાનો ગુલદસ્તો બનાવે છે. આ ગુલદસ્તામાં આખો બગીચો સમાઇ જતો લાગે છે. હબ્બા ખાતૂન એક કવિતામાં પોતાની જાતને ‘માલણ’ તરીકે ઓળખાવે છે. તેમની “મૈં માલણ અલબેલી કવિતા માણવા જેવી છે. આ કવિતા ફૂલ કરતાંય કોમળ છે. તેમની આ પરિચિત કવિતાની ખુશ્બૂમાં જ આપણે તરબતર થઇએ અને સભર થઇએ:
ૄ
ભૌંહોં સે પસીને કે મોતી ટપકાતી
મૈં માલિન અલબેલી બનફશે કે
ફૂલ ચુનતી.
શાલામાર મેં શરાબ કા પ્યાલા
ભરતે હુએ
ગૂંથતે હુએ માલા ફૂલોં કી
યાર કી અવાઇ સે હુલસતી-થિરકતી
મૈં માલિન અલબેલી
બનફશે કે ફૂલ ચુનતી.
ઇશાબાર મેં મૈંને ભરીં સુરાહિયાં
પટિયા પારી અપની,
ગૂંથી ફૂલોં કી માલા
ઉસકે લિએ,
જો હૈ આને વાલા.
મૈં માલિન અલબેલી
બનફશેં કે ફૂલ ચુનતી
ૄ
હબ્બા ખાતૂનના આ આશાવાદમાં તેમનું છૂપું ડૂસ્કું પણ સાંભળી શકાય છે. જો આપણે ભાવક તરીકે પૂરેપૂરા સજજ હોય તો! ઉ