વીક એન્ડ

કુછ યે હૈ કિ ઉન કો ભી કરમ કી નહીં આદત,કુછ ઉન કા કરમ મુઝ કો ગવારા ભી નહીં હૈ

ઝાકળની પ્યાલી -ડૉ. એસ. એસ. રાહી

અબ કોઇ દોસ્ત હૈ ન દુશ્મન હૈ,
ઝિન્દગી બેદિલી કા મસ્કન હૈ.
**
હર એક કામ હૈ તામીર કે લિયે જાઇઝ,
પાએ-બહાર જલા ડાલો ગુલસિતાનોં કો.
**
અવામ દબતે નહીં જબ્ર સે, મઝલિસ સે,
અવામ ચાહે તો દમ ભર મેં ઇન્કિલાબ આયે.
**
આપ કી યાદ અબ આયે ભી તો મહસૂસ ન હો,
દિલ હૈ દેરાત કી સોઇ હુઇ રાહો કી તરહ.

  • નાઝિશ પ્રતાપગઢી

ઉર્દૂ સાહિત્યના હિમાલય ગણાતા શાયર નાઝિશ પ્રતાપગઢીનો જન્મ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના સિટી કસ્બામાં જમીનદારના એક મોટા પરિવારમાં ૨૪ જુલાઇ ૧૯૨૪ના રોજ થયો હતો. નાઝિશ નવમા ધોરણમાં ભણતા હતા. ત્યારે ‘અંગ્રેજો હિન્દુસ્તાન છોડો’ (ક્વિટ ઇન્ડિયા)નું આંદોલન શરૂ થઇ ગયું હતું. તેમાં આ શાયરે ઊલટપૂર્વક ભાગ લીધો હતો. હિન્દુસ્તાનના ભાગલા માટેની નોબત ઊભી થઇ ત્યારે તેમણે તેમની નઝમો દ્વારા ઉગ્ર વિરોધ કર્યો હતો. દેશનું વિભાજન થયું ત્યારે નાઝિશના માતા-પિતા, ભાઇ બહેન પાકિસ્તાન ચાલ્યાં ગયાં હતાં, પરંતુ આ દેશભક્ત શાયરે તો પોતાની માતૃભૂમિ હિન્દુસ્તાનમાં જ રહેવાનો અડગ નિર્ણય કર્યો હતો. આખી જિંદગી વિટંબણાઓ અને આર્થિક સંકડામણમાં પસાર કરનાર આ શાયરે દિલ્હી, મુંબઇ, કલકતા, હૈદ્રાબાદ, ચેન્નઇ, કાશ્મીર સહિત અનેક શહેરોમાં યોજાયેલા મુશાયરાઓમાં ભાગ લીધો હતો. આ શાયરે ૧૦ એપ્રિલ ૧૯૮૪ના રોજ લખનૌની બલરામપુર હૉસ્પિટલમાં છેલ્લો શ્ર્વાસ લીધો હતો.

તેમના પ્રકાશિત થયેલા ૧૨ કાવ્યસંગ્રહોને વિવિધ પારિતોષિક-અવૉર્ડ પ્રાપ્ત થયા હતા. ઇ. સ. ૧૯૮૪ની સાલમાં, તેમને ‘ગાલિબ’ પુરસ્કાર જાહેર થયો તે સ્વીકારવા માટે આ શાયર હયાત રહ્યા નહોતા. આ પુરસ્કાર શાયરના કોઇ પ્રતિનિધિએ તે વખતના રાષ્ટ્રપતિ શ્રી જ્ઞાની ઝૈલસિંઘના હસ્તે સ્વીકાર્યો હતો.

નાઝિશના એક પુસ્તકના વિમોચન પ્રસંગે ખ્યાતનામ શાયર-ગીતકાર કૈફી આઝમીએ કહ્યું હતું કે નાઝિશની નઝમો આપણી એક ધરોહર છે. તો જ્ઞાનપીઠ અવૉર્ડથી વિભૂષિત શાયર-વિવેચક શ્રી ફિરાક ગોરખપુરીએ લખ્યું હતું કે તેમના સમકાલીન શાયરોમાં નાઝિશે પોતાનું એક ચોક્કસ સ્થાન બનાવી લીધું છે. તેમની શાયરીએ લોકોમાં દેશભક્તિ-દેશપ્રેમના જઝબાતો પેદા કરવા માટે ઘણી મદદ કરી છે.

આ શાયરના કેટલાક ચુનંદા શે’રનું હવે રસદર્શન કરીએ.
જૈસે હી કિયા તર્કે-મોહબ્બત કા ઇરાદા,
આને લગે ભીગી હુઇ પલકોં કે પયામાત.
મેં પ્રેમનો ત્યાગ કરવાનો જેવો નિર્ણય લીધો કે તરત જ ભીંજાયેલી આંખો-પાંપણોના સંદેશા (મારા પર) આવવા લાગ્યા.
સી પર કયા ખુલેગા અબ ગમે-બેચારગી મેરા,
કિ જબરન મુસ્કુરા દેને કી આદત ડાલ લી મૈં ને.
મેં હવે પરાણે હસતા રહેવાની ટેવ મારી જાતે પાડી દીધી છે. હવે મારી લાચારીની વાસ્તવિકતાનો કોઇને ક્યાંથી વિચાર આવશે?
કુછ યૈ હૈ કિ ઉન કો ભી કરમ કી નહીં આદત,
કુછ ઉન કા કરમ મુઝ કો ગવારા ભી નહીં હૈ.
એમના પર કૃપા કરવાની મને કોઇ ટેવ નથી એ વાત ખરી છે. વળી એમની મહેરબાની મને ગમતી નથી એ બાબત પણ સો ટકા સાચી છે.
મેં તુઝ સે બઢ કે અપની આબરૂ કો પ્યાર કરતા હૂં,
મેં અપને ઇઝઝતો-નામૂસ કો ઠુકરા નહીં સકતા.
હું તારાથી વિશેષ તો મારી આબરૂને ચાહું છું. આમ, હું મારી ઇજજત અને મર્યાદાઓને ઠુકરાવી શકતો નથી.
મુબારક સુબહ હો લેકિન, ચમનવાલો યહ ખદશા હૈ,
કિ સૂરજ કી તમાઝત સે કહીં ગુલશન ન જલ જાયે.
અરે! ઓ બાગવાળાઓ! આવી સુંદર સવાર માટે તમને સૌને મારા અભિનંદન, પરંતુ આ સૂરજના તડકાને લીધે બગીચો સળગી તો નહીં જાયને તેનો ડર મને સતાવતો રહે છે.
મુઝે હે સકી ન તસકી, તેરી શરમગી હંસી ભી,
વો દિલ કી ધડકનેં હૈ, વો આંખ કી નમી ભી.
તારું શરમ -લજજાથી સભર સ્મિત મને કોઇ જાતનો દિલાસો આપી શકયું નથી. હૃદયની ધડકન પણ પહેલા જેવી જ છે અને આંખમાંથી આંસુ પણ વ્હેતાં જાય છે.
મૌત માંગૂં કે જિંદગી માંગૂં,
ઐ ગમે દિલ, અજીબ ઉલ્ઝન હૈ.
હું શું માગું? મૃત્યુ માંગું કે જીવન માંગું? વેદનાથી સભર ઔ હૃદય! મારા માટે આ વિચિત્ર સમસ્યા ઊભી થઇ ગઇ છે! (શું તું મને મદદ કરી શકીશ?)
શિકવા, ન શિકાયત, ન તસવ્વુર, ન ખયાલાત,
અલ્લાહ રે યે મેરી મોહબ્બત કે મુકામાત.
ન તો દાદ-ફરિયાદ છે, ન તો કોઇ કલ્પના છે કે ન તો કોઇ વિચારો છે. ઓ પરવર દિગાર, આ બધા તો મારા પ્રેમના સ્થળો છે.
યે ભૂખ, યે ઝિલ્લત કે ડેરે, યે મૌતો-તબાહી કે ફેરે,
અબ કોન બતાયે યે સબકુછ કિસ સિમ્ત ઇશારા કરતે હૈ.
આ ભૂખ, અપમાનોનાં આ ધામા, મૃત્યુ અને બરબાદીનાં આ ચક્કર! આ બધું કઇ દિશા તરફ આંગળી ચીંધી રહ્યાં છે. તે વિશે મને કોઇ કહેશે?
મેં લબોં કો બખ્શતા હૂં યૂં હી બેસબબ તબસ્સુમ,
કિ સમજ ન પાયે કોઇ, મેરી રૂહ કા તલાતુમ.
કોઇ કારણ વગર જ હું મારા હોઠ પર સ્મિતને જાળવી રાખું છું. મારી ભીતર ચાલતા તોફાનની કોઇને સમજ (ખબર) ન પડે તે માટે હું આવું કરતો રહું છું.
ન જાને હમનશીં! યે બદશુગૂની રંગ કયા લાયે?
કિ ગુલશન મેં બહાર આતે હી શબનમ અશ્ક બરસાયે
હવે જોઇએ કે આ બધા અપશુકન કેવો રંગ લાવે છે! કારણ કે એ મિત્ર! એક બાજુ બાગમાં વસંત ફોરી છે અને ત્યાં જ ઝાકળે પણ આંસુ સાર્યાં છે.
કાશ ઐ મેહમિલશીં! ખૂલતા ન યૂં તેરા ભરમ,
હાય કિતની દિલનશીં થી પરદ-એ-મેહમિલ કી બાત.
પાલખીમાં બિરાજમાન એ દુલ્હન ! કાશ, તારી ભ્રમણા આવી રીતે ખુલ્લી ન પડી ગઇ હોત તો સારું થાત! અરે, પાલખીનાં પરદા પાછળની વાતો પ્રેમથી કેટલી સભર હતી!
ગાલિબન મેરી નુહસત કા નતીજા થી ખિઝાં,
નિખર આઇ હૈ બહોત સુબહે-ચમન મેરે બાદ.
આ પાનખરનું આગમન ઘણું ખરું મારા દુર્ભાગ્યને લીધે (કદાચ) થઇ ગયું લાગે છે. મારી વિદાય પછી બગીચામાં ઘણી વખત સવાર નિખરી ઊઠી છે.
એક તરફ હૈ ઝર કી કુવ્વત, એક તરફ નાદાર હૈ,
વકત અબ ઉસ પર કરેગા મેહરબાની યે ન પૂછ.
એક તરફ ધનસંપત્તિનું જોર છે તો બીજી તરફ માત્ર ને માત્ર નાદારી છે. હવે સમય કોના પર કૃપા કરશે એ વિશે મને પૂછશો નહીં.
ઉન્હેં અબ કરમ કી ઝેહમત મેરે વાસ્તે ન હોગી,
મુઝે રાસ આ ચલી હે, મેરી તલ્ખ જિંદગી ભી.
તેના પર હવે મારે કૃપા કરવાની તકલીફ નહીં લેવી પડે કેમ કે મારા જીવતરની કડવાશ હવે મને કોઠે પડી ગઇ છે.

  • દુનિયા કી તલબ ખ્વાહિશે-ઉકબા ભી નહીં હૈ,
    હદ યે હૈ કિ અબ ઉનકી તમન્ના ભી નહીં હૈ.
    વિશ્ર્વને મેળવવાની તલપ નથી અને પરલોકની પણ મને ઇચ્છા નથી, પરંતુ આ વાતમાં હદ તો ત્યાં છે કે હવે મને એની (પ્રિયતમાની) તમન્ના પણ રહી નથી.
    ન હોતી ચાક દામાની, ન હોતી આબલા પાઇ,
    તો ફિર સેહરા મેં આખિર કામ કયા કરતે થે સૌદાઇ!
    આ ફાટેલા દામન ન હોત અને પગમાં ઉઝરડા ન હોત તે! પછી આ સહરા (રણ-જંગલ)માં આ પાગલો છેવટે શું કામ કરતા હતા.
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર…