વીક એન્ડ

કોઇ સન્નાટા સા સન્નાટા હૈ કાશ તુફાન ઉઠા દે કોઇ

ઝાકળની પ્યાલી -ડૉ. એસ. એસ. રાહી

રાત સુનસાન હૈ ગલી ખામોશ,
ફીર રહા હૈ ઈક અજનબી ખામોશ.

  • *
    દેખા ઉસે તો આંખ સે આંસુ નિકલ પડે,
    દરિયા અગરચે ખુશ્ક થા, પાની તહોં મેં થા.
  • *
    વો ભી કયા દિન થે કિ જબ ઇશ્ક કિયા કરતે થે,
    હમ જિસે ચાહતે થે ચુમ લિયા કરતે થે.
  • *
    વો યુ મિલા હૈ કિ જૈસે કભી મિલા હી નહીં,
    હમારી ઝાત પે જિસ કી ઇનાયતેં થી બહુત.
  • *
    હા, યે ખતા હુઇ થી કિ હમ ઉઠ કે ચલ દિયે,
    તુમ ને ભી પલટ કે પ્રકાશ નહીં હમેં.
  • નાસિર ઝૈદી
    ઉર્દૂ શાયરીની દુનિયામાં ‘નાસિર’ ઉપનામ ધરાવતા કેટલાયે શાયરો જાણીતા થયા છે. તેમાં નાસિર યુસુફભાઇ, નાસિર અહમદ સિકંદર (૧૯૬૧), નાસિર અંસારી (૧૯૪૨-૧૯૯૯), નાસિર પરવેઝ (૧૯૮૭), વગેરેનો સમાવશ થાય છે. તેમાં નાસિર કાઝમી (૧૯૨૫-૧૯૭૨) તો ઉર્દૂ ગઝલના સંસ્થાપકોમાંના એક તરીકે વિખ્યાત છે. આ શાયરોમાં નાસિર ઝૈદીનું પ્રદાન મુઠ્ઠી ઊંચેરું ગણાય છે.
    સૈયદ નાસિર રઝા ઝૈદીનો જન્મ ૮ એપ્રિલ ૧૯૪૩ના રોજ ઉત્તર પ્રદેશના મુઝફફરનગરમાં થયો હતો. તેમણે લાહૌરમાં રહીને સ્નાતકની પદવી મેળવી હતી. તેમણે લાહૌરમાં જ ગઝલ સર્જનના પાઠ શીખ્યા હતા. ‘હિમાયતે ઇસ્લામ’ નામના અઠવાડિકની તેમની કટારે ખાસ્સી લોકપ્રિયતા મેળવેલી.તેમણે ‘ઇમરોઝ’ નામના દૈનિકમાં ‘સામી’ બસરીના નામથી થોડો વખત કટાર લખી હતી. સાહિત્યને લગતા કેટલાંક સામયિકોના તંંત્રી પદે પણ તેઓ રહ્યાં હતા. ‘દૂબતે ચાંદ મંઝર’, ‘વિસાલ’ અને ‘ઇલ્તેફાત’ તેમનાં જાણીતાં પુસ્તકો છે. તેમણે ૬ પુસ્તકો સંપાદિત કર્યાં હતાં. તેમણે મોહમદ અલી જિન્નાહ અને ડો. અલ્લામા ઇકબાલના જીવન પર અનુક્રમે ‘વો રેહબર હમારા, વો કાઇદ હમારા’ અને ‘બયાદ-એ-શાઇર-એ-મશરીક’ નામનાં મહત્ત્વનાં પુસ્તકો લખ્યાં હતાં. ૩ જુલાઇ ૨૦૨૦ના રોજ ઇસ્લામાબાદમાં તેમનું અવસાન થયું હતું.
    આ શાયરના કેટલાક પ્રતિનિધિ શે’રનું હવે રસદર્શન કરીશું.
  • ફૂલ સહરા મેં ખિલા દે કોઇ.
    મૈં અકેલા હૂં સદા દે કોઇ
    રણમાં કોઇ ફૂલને ખીલવી દો. હું એકલો જ કોઇ મને બોલાવો.
  • બિછડ ગયા હૈ તો સોચતા હૂં,
    વો મુઝ સે કિસ વાસ્તે મિલા થા.
    હવે એ જયારે મારાથી છુટો પડી ગયો છે ત્યારે વિચારું છે કે એ (માણસ) મને શા માટે મળ્યો હતો! (તેનો કોઇ ફોડ તો પાડો).
  • જિસ સે તૂટે મેરા પિંદારે-વફા
    મુઝ કો ઐસી ભી સજા દે કોઇ.
    વફાદારીના મારા અભિમાનથી હું કંટાળી ગયો છું. હું આ અભિમાનથી છૂટું એવી કોઇ મને સજા આપે તો કેવું સારું!
  • જો મેરે પાસ હૈ, દૂર ભી હૈ,
    કિસ તરહ ઉસ કો ભૂલા દે કોઇ.
    તે મારી પાસે (સાથે) છે અને દૂર પણ છે. આ સંજોગમાં કોઇ એને કેવી રીતે ભૂલી શકે?
  • ‘નાસિર’ થા મૈં બેકરાર મિસાલે-મૌઝે-સબા,
    વો બેખબર થા બડા મુતમઇન કરાર મેં ગુમ.
    ‘નાસિર’! પૂર્વી હવાના તરંગની માફક હું બેકરાર હતો. જયારે એ તેનાથી અજાણ હતા. એટલે ઘણા સંતોષ સાથે ચેનમાં મશગૂલ હતા!
  • તુમ કયા જાનો સાઝે-નફસ પર
    બજતે હૈ કયા કયા નગ્મે,
    તુમ કયા જાનો દિલ કી બાતેં,
    દિલ કે ભેદ નિકાલે હૈ.
    વાસનાના વાજિંત્ર પર કેવાં કેવાં ગીત ગવાય છે. એની તમને કયાંથી ખબર હોય! વળી દિલની વાતો તમને કેવી રીતે સમજાય! દિલના ભેદ નિરાળા હોય છે.
  • તુમ સે કૈસા શિકવા કરના
    શિકવા હૈ અબ લાહાસિલ,
    ખુદ હી સોચો તુમને અબ તક
    કિતને વાદે ટાલે હૈ.
    તમારી સામે વળી ફરિયાદ કેવી! હવે ફરિયાદ કરવી નકામી છે. હવે તમે પોતે જ વિચારી જુઓ કે તમે આજ સુધીમાં કેટલો વખત વચનભંગ કર્યો છે!!
  • યહી હૈ મેરા મુકદર
    ખિઝાં કી ઝદ મેં રહૂં,
    જો હમસફર થા મેરા,
    હો ગયા બહાર મેં ગુમ.
    મારું ભાગ્ય જ એવું છે કે હું (હંમેશાં) પાનખરના વશમાં રહું. જે મારા સાથીદારો હતા તે તો વસંતમાં જ કયાંક ગુમ થઇ ગયા.
  • જો આજ મુઝ સે ખફા હૈ ‘નાસિર’,
    કભી વહી મુઝ કો પૂજતા થા.
    અરે ભાઇ ‘નાસિર’! આજે જે મારાથી નારાજ છે તેઓ કયારેક મારી પૂજા કરતા હતા.
    *તગટયુ રાત ઝમાને કે દેખિયે ‘નાસિર’,
    જો કલ તલક થે હમારે, વો અબ પરાયે હુવે. એ ‘નાસિર’! તમે જુઓ તો ખરા! જમાનાએ કેવી કરવટ બદલી છે, પરિવર્તન કર્યું છે! ગઇ કાલ સુધી જે અમારા હતા તે હવે પરાયા થઇ ગયા છે.
  • જુદાઇયાં હૈ બરસ-બરસ કી,
    વિસાલ તો એક લમ્હેં કા થા.
    અલગ-જુદા થવાનું તો કેટલાય વર્ષ સુધી લંબાતું જ જાય છે. જયારે મિલન તો માત્ર એક ક્ષણનું હતું. વિરહ અને મિલન વિશેનો આ શે’ર યાદગાર બની ગયો છે.
  • આજ અગર અહબાબ હમારે
    હમ કો હી ડસતે હૈ તો કયા,
    યે ઝહરીલે નાગ તો ‘નાસિર’
    હમને ખુદ હી પાલે હૈ.
    જો આજે મારા સાથીઓ-દોસ્તો મને જ ડંખ મારે છે તો શું થઇ ગયું? ‘નાસિર’ આ ઝેરીલા સાપ તો મેં પોતે જ પાળ્યા છે, ઉછેયાર્ં છે.
  • ઇન્હી દુઆઓ મેં ગુજરી હૈ જાગતી રાતે
    વો માહતાબ-સા- ચેહરા ન હો ગુબાર મેં ગુલ.
    મારી ઉજાગરાની રાત્રિઓ તો એ જ દુઆઓ (પ્રાર્થનાઓ) કરવામાં પસાર થઇ ગઇ કે એ ચાંદ જેવું મુખડું (કયાંક) ધૂળ ભેગું ન થઇ જાય.
  • કોઇ સન્નાટા સા સન્નાટા હૈ,
    કાશ! તુફાન ઉઠા દે કોઇ.
    આ તે કોઇ (મૂંઝવી નાખનારો) સુનકારવાળો સુનકાર છે. આ સ્થિતિમાં કોઇ તોફાન જગાવી દે તો સારું!
    લેખના અંતમાં, તેમના કેટલાક શે’ર આસ્વાદીએ :
  • એક બેવફા સે અહદે-વફા કર કે આયે હૈ,
    અબ આ કે સોચતે હૈ યે કયા કર કે આયે હૈ,
    ‘નાસિર’ જો દિલ મેં થા વો ઝબાં પર ન આ સકા.
    ઉસ સે ભી ઝિકરે-અબ-ઓ હવા કર કે આયે હૈ.
  • વો એક શખ્શ કી જિસ સે શિકાયતેં થી બહુત,
    વહી અઝીઝ ઉસી સે મોહબ્બતે થી બહુત
    વો જબ મિલા તો દિલોં મેં કોઇ તલબ હી નથી,
    બિછડ ગયા તો હમારી જરૂરતે થી બહુત.
    હર એક મોડ પે હમ, તૂટતે બિખરતે રહે,
    હમારી રૂહ મેં પિન્હા કયામતેં થી બહુત.
    હમારે બાદ હુવા ઉસ ગલી મેં સન્નાટા,
    હમારે દમ સે હી ‘નાસિર’ હિકાયતે થી બહુત.ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button