વીક એન્ડ

ન્યાય જલદી મળે તે માટે ન્યાયાધીશો આપી રહ્યા છે મિડિએટરની તાલીમ

બોમ્બે હાઈ કોર્ટના મિડિએશન સેલના ઓએસડી ચેતન ભાગવતે કહ્યું હતું કે પક્ષકારો મિડિએશનમાં આવે તેથી એમના સમય અને પૈસા બંનેની બચત થતી હોય છે.

ફોકસ – નિધિ ભટ્ટ

ન્યાય મળવામાં થતો વિલંબ ઘણો તકલીફ આપનારો હોય છે. આને દૂર કરવા માટે મિડિએશન (મધ્યસ્થી)ની વ્યવસ્થા કાનૂનમાં કરવામાં આવી છે. ખટલામાં વધી રહેલા ખર્ચ અને અદાલતોમાં વધી રહેલી ખટલાઓની સંખ્યાને કારણે હવે પક્ષકારોમાં મિડિએટરનું આકર્ષણ વધ્યું છે. મિડિએશનનો ઉદ્દેશ છે વિવાદનું વહેલું નિરાકરણ, જેથી પક્ષકારોને કોર્ટની અકળાવનારી સુનાવણીઓમાંથી રાહત મળી શકે અને અદાલતના ભારે ખર્ચમાંથી પણ રાહત મળી શકે. મિડિએશનમાં મિડિએટરની ભૂમિકા અત્યંત મહત્ત્વની હોય છે.

બોમ્બે હાઈ કોર્ટની મેન મિડિએશન મોનિટરિંગ કમિટિ દ્વારા મિડિએશનને પ્રભાવી બનાવવા માટે યોગ્ય પગલાં લેવામાં આવી રહ્યા છે. આ જ કડીમાં મિડિએટર માટે ટ્રેનિંગ પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી છે. આ પ્રોગ્રામ ફક્ત ૪૦ કલાકનો હોય છે અને સંપૂર્ણ રીતે મફત હોય છે.
અત્યંત ઓછી કાનૂની ઔપચારિકતાઓને પગલે મિડિએશન પક્ષકારોમાં ઘણો લોકપ્રિય વિકલ્પ બની રહ્યો છે. અનેક વખત કેસના નિરાકરણમાં એટલો બધો સમય વેડફાઈ જતો હોય છે કે મિડિએશનની પ્રક્રિયા પર લોકો અવિશ્ર્વાસ કરતા હોય છે. આ જ વિલંબને ઘટાડવાના ભાગરૂપે ટ્રેનિંગ પ્રોગ્રામ બનાવવામાં આવ્યો છે. વિવાદમાં સંબંધિત પક્ષકારોની સહમતીથી મિડિએટરની નિયુક્તિ કરવામાં આવતી હોય છે. મિડિએટર માટે વકીલાતનો ૧૫ વર્ષનો અનુભવ હોવો આવશ્યક હોય છે. હવે મિડિએટર બનવા માટે સુપ્રીમ કોર્ટની સમિતિ પણ માર્ગદર્શન આપી રહી છે.

બોમ્બે હાઈ કોર્ટના મિડિએશન સેલના ઓએસડી ચેતન ભાગવતે કહ્યું હતું કે પક્ષકારો મિડિએશનમાં આવે તેથી તેમના સમય અને પૈસા બંનેની બચત થતી હોય છે. વિવાદનો નિપટારો ઝડપથી થાય છે. ટ્રેનિંગ પ્રોગ્રામના ભવિષ્યમાં ચોક્કસ સકારાત્મક પરિણામો જોવા મળશે.
મિડિએશનના આંકડાનો અભ્યાસ કરવામાં આવે તો ખબર પડે છે કે વૈવાહિક વિવાદને સૌથી વધુ મિડિએશનમાં મોકલવામાં આવતા હોય છે. પક્ષકારોની મંજૂરી બાદ હાઈ કોર્ટ દ્વારા કેસની શરૂઆત થવા પહેલા અથવા તો ખટલાની સુનાવણીની અધવચ્ચે મિડિએશનમાં મોકલવામાં આવે છે. ખટલાના બોજ હેઠળ દબાયેલી અદાલતોને મિડિએશન દ્વારા ઘણી રાહત મળે છે.

મિડિએશન એક વૈકલ્પિક વિવાદ સમાધાન છે, અહીં બંને પક્ષકારો માટે વિન-વિન સિચુએશન થાય છે. પક્ષકારો આપસી સહમતિથી મિડિએટરની પસંદગી કરે છે. જે પહેલાં વિવાદના મુદ્દાઓને તારવે છે અને પછી સમાધાનના સંભવિત વિકલ્પો તેમની સામે રાખે છે. જેનું પક્ષકારો મુલ્યાંકન કરે છે અને સમાધાન માટે તેઓ સહમત થાય તો કેસ પૂરો થઈ જાય છે.

સિટી સિવિલ કોર્ટના ન્યાયમૂર્તિઓ એવા વકીલોને તાલીમ આપી રહ્યા છે જેઓ અત્યારે મિડિએટર તરીકે કામ કરી રહ્યા છે. ટ્રેનિંગ દરમિયાન કેસોના નિરાકરણ માટે ઉપયોગમાં લેવાનારી બાબતો અસરકારક રીતે અમલમાં લાવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે, જેથી કેસનું નિરાકરણ વહેલી તકે થાય. મુંબઈની મઝગાંવ કોર્ટમાં છથી દસ જુલાઈ વચ્ચે ૨૩ વકીલોને ન્યાયમૂર્તિઓ દ્વારા તાલીમ આપવામાં આવી હતી. ઓછી કાનૂની ઔપચારિકતાને કારણે મિડિએશન લોકપ્રિય છે અને તેમાં કોર્ટની સરખામણીએ સરળતા છે.

કોર્ટમાં પેન્ડિંગ કેસની સ્થિતિ

અત્યારે રાજ્યમાં મિડિએશનના ૧,૬૨,૭૨૧ કેસ પેન્ડિંગ છે. રાજ્યની અલગ અલગ કોર્ટમાં જૂન, ૨૦૨૩થી જૂન, ૨૦૨૪ની વચ્ચે ૭૩,૬૧૬ કેસ રિફર કરવામાં આવ્યા હતા. આમાંથી ફક્ત ૨૦,૯૯૧ કેસમાં સમાધાન થયું છે, જ્યારે ૪૮,૫૨૩ કેસમાં સમાધાન મેળવી શકાયું નથી. આ અસફળતાના પ્રમાણને ધ્યાનમાં રાખીને મિડિએટર તાલીમ પ્રોગ્રામ ગઠિત કરવામાં આવ્યો હતો.

કઈ કોર્ટે કેટલા કેસ મિડિએશન માટે મોકલ્યા?

કોર્ટ રિફર સેટલ પડતર
મેજિસ્ટ્રેટ કોર્ટ ૬૧૪ ૭૭ ૩૨૦
સિટિસિવિલ કોર્ટ અને સ્મોલ કોઝીસ કોર્ટ ૨૧૨૭ ૪૫૭ ૧૬૨૨
સીએમએમ અને ફેમિલી કોર્ટ ૨૬૯૧ ૪૫૭ ૧૬૨૨
મોટર એક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલ ૧૦૭ ૮૬ ૧૧
ઈન્ડસ્ટ્રિયલ કોર્ટ, મુંબઈ ૨૪૦ ૧૬૧ ૮૧
થાણે રિજન ૬૩૫૬ ૭૪૪ ૪૪૬૨
પુણે રિજન ૫૨૯૩ ૨૧૮૬ ૩૬૬૩

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ફિલ્મોએ સેલિબ્રેટ કર્યા છે ઑલિમ્પિક વિનર્સને ફેન્સ બોલીવૂડની જે હસીનાઓના દિવાના છે, એ છે આમની દિવાની, ફોટો જોઈને જ… શું તમને પણ વાળ ખરવાની સમસ્યા છે તો આ ફળોનું સેવન કરો, જે વાળને ફરીથી ઉગવામાં મદદ કરે છે કોર્પોરેટ કર્મચારીઓએ લંચ પછી 10 મિનિટ ચાલવું શા માટે મહત્વનું છે