વીક એન્ડ

ઇઝલા ડે લોબોસ-નાનકડા ટાપુ પર મોટા પ્લાન…

અરાઉન્ડ ધ વર્લ્ડ – પ્રતીક્ષા થાનકી

માત્ર દરિયા કિનારે પડ્યા રહેવામાં અન્ો રિસોર્ટમાં ગ્ોમ્સ રમવામાં ઘણાં ટૂરિસ્ટનું આખું વેકેશન નીકળી જતું હોય છે. એ પણ રિલેક્સ થવાનો સારો રસ્તો છે. અમારું આ વેકેશન પણ પ્લાન તો એ રીત્ો જ થયું હતું. ફુઅર્ટેવેન્ટુરામાં આમ પણ જોવાલાયક સ્થળોનું મોટું લિસ્ટ નથી. અમે થોડું આમત્ોમ ફરીન્ો બીચ પર આરામ કરીશું, રિસોર્ટમાં ચિલ કરીશું અન્ો હવે થોડા દિવસોમાં અમે જાત્ો જ જોવાલાયક સ્થળોનું લિસ્ટ મોટું બનાવતાં જતાં હતાં. અમારો બીચ અન્ો પ્ાૂલ ટાઇમ એમાં કપાતો જતો હતો, પણ ફુઅર્ટેવેન્ટુરાની ટોપીમાંથી નવાં નવાં રેબિટ્સ નીકળ્યા કરતાં હતાં. એવામાં છેલ્લા થોડા દિવસોથી અમે જ્યાં પણ જતાં હતાં ત્યાં ઇઝલા ડે લોબોસ અમારો પીછો કરી રહૃાો હોય ત્ોવું લાગતું હતું. દરિયા વચ્ચે આ લોબો ટાપુ ફુઅર્ટેવેન્ટુરાની જ મ્યુનિસિપાલિટીનો જ ભાગ છે. મારી ઓફિસ ફ્રેન્ડ ક્લારાએ ખાસ ભાર મૂકીન્ો કહૃાું હતું કે એક વાર તો કોરાલેયોથી ફેરી લઈન્ો લોબોસ ટાપુ જવું જ પડશે.

અન્ો આમ જ અમે સવારમાં નાશ્તો, બીચ બ્ોગ અન્ો દિવસ દરમ્યાન જરૂર પડે ત્ોવી ચીજો લઈન્ો ફેરીમાં જઈ ચડ્યાં. ટાપુ આમ તો કોરાલેયો સાઇડથી બધેથી દેખાતો હતો અન્ો દૂરથી લાગતું હતું કે ત્યાં માત્ર એક વોલ્કેનિક પહાડ સિવાય કશું નથી. જોકે પછી એમ વિચાર આવ્યો કે અમે ફુઅર્ટેવેન્ટુરા માટે પણ એવું જ ધારેલું કે અહીં થોડાં વોલ્કેનિક પહાડ અન્ો સુંદર બીચીઝ છે, પણ ધીમે ધીમે આ ટાપુ અમન્ો ત્ોના નવા ચહેરા બતાવવા લાગ્યો હતો. કોરાલેયોથી વીસ મિનિટમાં અમે ત્યાં પહોંચી ગયાં. લોબોસ ટાપુ પણ ફુઅર્ટેવેન્ટુરાની જેમ પાંચ-છ હજાર વર્ષથી સર્જાયેલો હોવાની વાત છે. એક જમાનામાં અહીં રોમન સામ્રાજ્યએ ધામા નાખ્યા હોવાની વાત છે. અન્ો આમ જોવા જાઓ તો આખા ટાપુનું રેડિયસ માંડ પાંચ કિલોમીટર છે, અન્ો એટલામાં તો અહીં જાણે આખી દુનિયા સમાઈ જાય એટલી જગ્યા હોય ત્ોવું લાગતું હતું.

ટાપુ પર આજકાલ માત્ર દિવસ્ો ટૂરિસ્ટ ફેરી લઈન્ો આવી શકે છે, પણ ત્યાં રાત્રે રહેવાની કોઈ વ્યવસ્થા કે હોટલ નથી. માત્ર થોડાં ફિશરમેનનાં ઘરો સિવાય ત્યાં કોઈ બિઝન્ોસ કે સર્વિસ નથી. ફેરી પણ ડે લાઇટમાં જ ચાલે છે. ટાપુનું એક માત્ર કાફે ટૂરિસ્ટ સિઝનમાં સતત ભરેલું હોય છે. ૨૦૦૭ સુધી ટાપુ પર ત્રણ દિવસ સુધી કેમ્પિંગ કરવાનું અલાઉડ હતું. ત્ોના માટે ખાસ પરમિશન લેવી પડતી. હવે ત્ો પણ બંધ થઈ ગયું છે. અહીં કાર તો હતી નહીં, ચાલીન્ો પહેલાં ટાપુની પ્રદક્ષિણા કરવાની મજા લીધી. અહીં બ્ો પોપ્યુલર બીચ છે. વિઝિટર સ્ોન્ટર પર અહીંની સ્થાનિક માહિતી ઉપરાંત ટાપુના એકમાત્ર પબ્લિક ટોયલેટ્સ પણ છે.

આખો ટાપુ જોવાની ઇચ્છા તો પ્ાૂરી ન થઈ, અહીંના થોડા વિસ્તારોમાં પબ્લિક એન્ટ્રી બંધ છે, એટલે માર્ક કરેલી હાઇક ટ્રેઇલ પર જ જવું પડે. અમે જોશમાં ત્યાંના વોલ્કેનિક પહાડની હાઇક પણ કરી લીધી. હવે આટલા દિવસો પછી અમે વોલ્કેનિક પહાડ ચડવાનાં એક્સપર્ટ બની ગયાં હતાં. અહીંના પહાડ મોન્ટાના કાલેન્ડ્રાની ટ્રેઇલ પર પહોંચવામાં માંડ કલાક લાગ્યો. પહેલી હાઇકમાં ઠૂસ થઈ ગયાં હતાં, આજની હાઇક પણ ઓછી અઘરી ન હતી, પણ હવે ત્ોની મજા આવવા લાગી હતી. ખાસ તો પહાડ પર ચડીન્ો ફુઅર્ટેવેન્ટુરાનાં પ્ોનોરમા દૃશ્યો અલગ મજા કરાવતાં હતાં.ઉપર અમારા માટે બીજી એક સરપ્રાઇઝ રાહ જોઈ રહી હતી. ત્યાંથી લાન્ઝારોટે ટાપુનો પ્ોનોરમા દેખાતો હતો. લાન્ઝારોટે તો આખો સ્વતંત્ર કેન્ોરી ટાપુ છે. ત્યાં એક દિવસ ફેરી લઈન્ો પણ જવાય. જોકે અમારો પ્લાન ત્યાં ભવિષ્યમાં એક અલગ ટ્રિપ જ કરવાનો હતો.

ઇઝલા ડે લોબોસમાં એક સમયે ઓલ્ડ ફેશન લાઇટહાઉસ હતું. ત્ો મેન્ોજ કરનારો પરિવાર ત્યાં રહેનારો છેલ્લો પરિવાર હતો. હવે ત્યાંનું કોઇ પરમેન્ોન્ટ રહેવાસી નથી. અંધારું થતાં બધાં મેઇનલેન્ડ પર જતાં રહે છે. જોકે અહીંનો ન્ોચરલ પ્ાૂલ ઇલ પુઅર્ટિટોના રંગો જોઈન્ો ત્યાં જ રહી જવાની ઇચ્છા થઈ આવે ત્ોવું છે. ત્ોની પાસ્ો જ લા કોન્ચા બીચ પણ છે. ત્ો દિવસ્ો અહીં અમારા સિવાય કોઈ દેખાતું ન હતું. દર અડધા કલાકે અહીં ફેરી ભરીન્ો માણસો આવતાં હતાં. પ્રાઇવેટ બોટ્સ અલગ. છતાંય ત્યાં પહોંચીન્ો લોકો ક્યાં ગાયબ થઈ જતાં હતાં ત્ો ખબર પણ ન પડી. કદાચ ત્યાં મોજૂદ દરેક મુલાકાતીન્ો એવું લાગતું હશે કે આ ટાપુ ત્ોમનો પ્રાઇવેટ આયલેન્ડ છે. ઘણાં મુલાકાતીઓ તો ત્યાં તરીન્ો પણ પહોંચી શકે છે. ઓક્ટોબરમાં ખાસ ઇવેન્ટ દરમ્યાન અહીં મેરેથોનની જેમ લોબો ટાપુ સુધી તરીન્ો જવાનું હોય છે. આમ પણ ફુઅર્ટેેવેન્ટુરા અન્ો લોબોસ ટાપુ વચ્ચે માંડ બ્ો કિલોમીટરનું અંતર છે. જોકે અહીં એક સાથે ૪૦૦થી વધુ લોકો ન આવી જાય ત્ોની લિમિટ છે.

જાત્ો સ્નોર્કલ કરવાનાં શોખીનો માટે આ ટાપુ અન્ો આસપાસના છીછરા બીચ જાણે વન્ડરલેન્ડ જ છે. શાંતિથી બ્ોસી રહેવા માટે આ ટાપુથી વધુ સારી જગ્યા ન હોઈ શકે. અહીંનું નાનકડું ડોકયાર્ડ પણ જાણે ખાસ ઇન્સ્ટાગ્રામ માટે બનાવેલું હોય ત્ોવું લાગતું હતું. પુન્ટા મારીનો બીચ પર પહોંચીન્ો અમે બીચ મેટ પાથરીન્ો થોડા કલાક માટે ગોઠવાઇ ગયાં. ક્યારેક અહીં પાછાં આવીશું તો ફેરીમાં સાઇકલ સાથે લઈન્ો આવીશું એવી વાતો થઈ. ઘણાં ઠેકાણે એવી ઇચ્છા થઈ આવતી કે દરેક વેકેશન અહીં જ કરવા આવીએ તો પણ મજા આવશે. ઇઝલા ડે લોબોસ એવી જગ્યા છે જ્યાં બાકીની દુનિયાનું અસ્તિત્વ પણ યાદ કરવું પડે.

પાછી ફેરી લેતી વખત્ો આ ટાપુ અમારી નજર સામેથી ગાયબ ન થયો. ફેરીએ જ્યાં સુધી કોરાયેલોની બહારનો ટર્ન ન લીધો ત્યાં સુધી લોબોસ જાણે અમારી સાથે આવી રહૃાો હતો. આ ટાપુનું પોતાનું કેરેક્ટર હતું. હવે ફુઅર્ટેવેન્ટુરાનું લાઇટહાઉસ અમન્ો બોલાવી રહૃાું હતું.

Show More

Related Articles

Back to top button
તમારા છોટુની હાઈટ વધારવી છે? ઘરમાં થાય છે સાસુ-વહુના ઝઘડા? રસોડામાંથી તાત્કાલિક દૂર કરો આ વસ્તુઓ… આ શું થયું એફિલ ટાવર, તાજમહેલ અને લંડનના બ્રિજને? ફોટો જોશો તો… Medicineને કહો Bye Bye, આ નેચરલ વસ્તુઓથી ઘટાડો ડાયાબિટીસ…