વીક એન્ડસ્પેશિયલ ફિચર્સ

“બાંગ્લાદેશ સામે સારું રમનારને આઇપીએલમાં લાગશે લૉટરી

ખાસ કરીને મયંક, અભિષેક, નીતિશ રેડ્ડી અને હર્ષિત સારું રમશે તો હરાજી પહેલાંના રિટેન્શન લિસ્ટમાં ફિક્સ થઈ જશે

અભિષેક શર્મા, નીતિશ રેડ્ડી, હર્ષિત રાણા, મયંક યાદવ

૨૦૦૮માં ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની શરૂઆત થઈ છે ત્યારથી ખેલાડીઓના પર્ફોર્મન્સની બાબતમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને આઇપીએલ વચ્ચે એક એવી કડી બની છે જેણે અનેક ખેલાડીઓની કરીઅર બનાવી અને કેટલાકની કારકિર્દી વહેલી સમેટાઈ ગઈ અથવા કરીઅરમાં તેમણે લાંબો બ્રેક જોવો પડ્યો. ઇન્ટરનૅશનલ ક્રિકેટ મૅચ કે સિરીઝમાં સારું રમનારને એપ્રિલ-મેની આઇપીએલ પહેલાંના ઑક્શનમાં ધીકતી કમાણી થઈ છે અને આઇપીએલમાં ક્લિક થનાર નવા ખેલાડીને ભારતની ટી-૨૦ કે વન-ડે કે ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું છે.

૨૦૨૪ની આઇપીએલની જ વાત કરીએ. મે મહિનામાં આઇપીએલ પૂરી થઈ ત્યાર બાદ રનર-અપ સનરાઇઝર્સ હૈદરાબાદના ૨૪ વર્ષના વિસ્ફોટક ઓપનર અભિષેક શર્માને ઝિમ્બાબ્વે સામેની ટી-૨૦ સિરીઝથી ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં પ્રવેશ કરવા મળ્યો હતો. હૈદરાબાદની જ ટીમનો ૨૧ વર્ષીય ઑલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી પણ એ આઇપીએલ-સીઝનમાં ચમક્યો એટલે હવે તેને બાંગ્લાદેશ સામે આવતી કાલે (રવિવારે) શરૂ થનારી ટી-૨૦ સિરીઝમાં રમવાનો મોકો મળ્યો છે.

મયંક યાદવ ૨૦૨૪ની આઇપીએલમાં ભારતના ફાસ્ટેસ્ટ બોલર તરીકે ઊભર્યો એટલે તેને બાંગ્લાદેશ સામેની આગામી ટી-૨૦ સિરીઝથી ભારત વતી ડેબ્યૂ કરવાની તક મળી છે. જોકે લખનઊ સુપર જાયન્ટ્સના બાવીસ વર્ષના આ યુવાન બોલરને ફિટનેસની સમસ્યા નડી રહી છે જે તેના માટે મોટી ચિંતા છે.

રાજસ્થાન રૉયલ્સને કેટલીક મૅચો જિતાડી આપનાર ઑલરાઉન્ડર રિયાન પરાગ માટે પણ આઇપીએલ આશીર્વાદરૂપ બની છે. તેણે મે, ૨૦૨૪માં ઝિમ્બાબ્વે સામેની ટી-૨૦ મૅચથી ભારત વતી ડેબ્યૂ કર્યું અને પછી ઑગસ્ટમાં તેને શ્રીલંકા સામેની વન-ડે પણ રમવા મળી હત

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button