વીક એન્ડ

ત્રીજા વિશ્વના દેશ…. ભારતની દિશા કઈ બાજુની રહેશે?

ભાત ભાત કે લોગ – જ્વલંત નાયક

ખબર છે કે અમેરિકાના ટુ બી' પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે નવા વર્ષની ઉજવણી દરમિયાન જે જાહેરાત કરી છે એ મુજબ એમનું રિસોર્ટ વૈશ્વિક સત્તાના નવા કેન્દ્ર તરીકે ઊભરી આવ્યું છે. દુનિયાને હવે એટલી વાત સમજાઈ જવી જોઈએ કેઅમેરિકન આદર્શો’ વિષે ગમે એટલી ઊંચી વાતો થતી હોય, પણ હકીકત એ છે કે અમેરિક્નસ સત્તા-પાવરના પૂજારી છે અને ભયંકર મૂડીવાદી છે.

હાલના એકમાત્ર સુપર પાવર' નેશન તરીકે સ્થાપિત અમેરિકાના પ્રેસિડેન્ટ પાસે અમર્યાદ સત્તાઓ હોય, પરિણામે બીજી તમામ મહત્ત્વની વ્યક્તિઓ અમેરિકન પ્રેસિડેન્ટની આજુબાજુઉપગ્રહ’ બનીને રાસડા લેતી હોય એ સ્વાભાવિક છે. આવા જ રાસ-ગરબાને કારણે ટ્રમ્પને સત્તાનું કેન્દ્ર' હોવાની લાગણી (કે કેફ?) આવી જાય એ પણ સ્વાભાવિક છે. બીજી તરફ, કેટલાક લોકોન્યૂ વર્લ્ડ ઑર્ડર’ની શક્યતાય જોઈ રહ્યા છે.. તો ચાલો, આજે વાત કરીએ વૈશ્વિક રાજનીતિ અને એની સાથે સંકળાયેલા કેટલાક પારિભાષિક શબ્દોની. શું છે આ વર્લ્ડ ઑર્ડર? આમ તો આ શબ્દ જિઓપોલિટિકલ એટલે કે વૈશ્વિક રાજકારણ સાથે સંકળાયેલો છે, જેની સાથે આપણે સીધી રીતે ક્યાંય સંકળાયેલા નથી! પરંતુ આજે માનવજીવનનાં તમામ મહત્ત્વનાં બિંદુ એકબીજાં સાથે બહુ જટિલ રીતે જોડાયેલાં છે. દાખલા તરીકે, યુક્રેન-રશિયા સંઘર્ષને કારણે યુરોપના અનેક પ્રદેશોની પ્રજા યુદ્ધમાં ઊતર્યા વિના જ ગૅસની અછતથી પીડાઈ રહી છે.

પડોશી બાંગ્લાદેશમાં અત્યારે જે અરાજકતા ફેલાયેલી છે એમાં ભારત જો લાગણીશીલ થઈને પાકી ગણતરી વિનાનો સીધો હસ્તક્ષેપ કરી બેસે તો એની રિપલ ઇફેક્ટ' એવી આવે કે આવનારા એક-બે દશકમાં આપણી હાલત પણ અફઘાનિસ્તાન જેવી થતાં વાર ન લાગે. સોશિયલ મીડિયા પર જોરશોરમાં થતી ચર્ચાઓ એક વાત છે, જયારે યુદ્ધની વાસ્તવિકતા જુદી બાબત છે. સાંપ્રત સમયમાં યુદ્ધ દુશ્મનને મારી નાખવા માટે નથી લડાતું, પણ એને અંદરથી ખોખલો કરીને તોડી નાખવા માટે લડાય છે, એ હંમેશા યાદ રાખવું. હા, તો હવેવર્લ્ડ ઑર્ડર’વાળી મૂળ વાત પર આવીએ. સાદી ભાષામાં સમજવું હોય તો કહી શકાય કે લશ્કરી અને આર્થિક તાકાત સંબંધે વિશ્વના દેશોને ઊતરતા ક્રમમાં ગોઠવતી સારણી (ટેબલ) એટલે વર્લ્ડ ઑર્ડર. વિશ્વમાં મિલિટરી પાવર અને ઇકોનોમીની દૃષ્ટિએ અમેરિકા સૌથી મજબૂત મનાય છે.

એક સમયે સોવિયેત રશિયા પણ અમેરિકાની ટક્કરનો દેશ ગણાતો, પણ વિભાજન બાદ વિસ્તાર, મિલિટરી તાકાત અને આર્થિક સંસાધનો બાબતે સંકોચાઈ ગયેલું આજનું રશિયા હવે યુએસએ સામે સીધી ટક્કર ઝીલી શકે એમ નથી. ઘણાને લાગે છે કે ન્યુક્લિયર પાવર, આર્થિક-માળખાંકીય વિકાસ અને મજબૂત લોકશાહીને સહારે આવનારાં વર્ષોમાં ભારત વર્લ્ડ ઑર્ડરમાં ટોચના સ્થાને પહોંચી જશે. એવી આશા જરૂર રાખી શકાય, પણ વાસ્તવિક દૃષ્ટિએ ભારત માટે હજી દિલ્હી બહોત દૂર હૈ' છે. અત્યારે આપણે માટે સૌથી મોટી મગજમારી વિકાસદર જાળવી રાખવાની છે. એમાં સૌથી સારી વાત એ છે કે ભારત સ્વતંત્ર થયા બાદ શરૂઆતથીબિનજોડાણવાદ’નો ઝંડો ઉપાડીને ચાલ્યું છે.

પ્રથમ વડા પ્રધાન જવાહરલાલે તત્કાલીન સુપર પાવર અમેરિકા કે રશિયા સાથે જોડાવાને બદલે યુગોસ્લાવિયા સંગાથે બિનજોડાણવાદી નીતિનો ઝંડો ઉપાડ્યો હતો. તમે જવાહરલાલના ગમે એટલા કટ્ટર વિરોધી હોવ તોય આ બાબતે એમને ક્રેડિટ આપવી જ પડે. નહીંતર બીજા વિશ્વયુદ્ધ પછીના કૉલ્ડ વૉરના ગાળામાં આપણો દેશ પણ અમેરિકા અને રશિયા જેવા મોટા સાંઢિયાઓને બાખડવા માટેનો અખાડો બની ગયો હોત. આવી આખલા લડાઈમાં વિશ્વના અનેક દેશ વગર વાંકે તબાહ થઈ ચૂક્યા છે. ખાસ કરીને બીજા વિશ્વયુદ્ધ પછીના વર્લ્ડ ઑર્ડરની વાત કરીએ તો વિશ્વ ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. પ્રથમ વિશ્વ, બીજું વિશ્વ અને ત્રીજું વિશ્વ. ભારતનો સમાવેશ `થર્ડ વર્લ્ડ ક્નટ્રીઝ’ એટલે કે ત્રીજા વિશ્વના દેશોમાં થાય છે.

દ્વિતીય વિશ્વયુદ્ધ પશ્ચાત અમેરિકા-યુરોપના 32 દેશોએ ભેગા થઈને 1949માં એક આંતરદેશીય મિલિટરી સંગઠન બનાવ્યું, જે નાટો' (ગઅઝઘ - ગજ્ઞવિિં અહિંફક્ષશિંભ ઝયિફુઘલિફક્ષશુફશિંજ્ઞક્ષ) તરીકે ઓળખાયું. એ સામે રશિયન વિચારધારાને વરેલા દેશોએ ઇસ 1955માં પોલૅન્ડના વોર્સો ખાતે લશ્કરી સંધિ કરી, જેવોર્સો પેક્ટ ઠફતિફૂ ઙફભ(િંઠઙ)’ તરીકે ઓળખાઈ. ભારતની આઝાદી પછીના એ શરૂઆતી દાયકાઓ હતા, જ્યારે વિશ્વના મોટા ભાગના દેશો નાટો' (અમેરિકા-યુરોપ) અનેવોર્સો પેક્ટ’ (રશિયા અને મિત્રદેશો) હેઠળ બે વિરોધી છાવણીમાં વહેંચાઈ ગયા. આ છાવણી અનુક્રમે પ્રથમ વિશ્વ' અનેદ્વિતીય વિશ્વ’ (ઋશતિિં ઠજ્ઞહિમ ફક્ષમ જયભજ્ઞક્ષમ ઠજ્ઞહિમ ઈજ્ઞીક્ષશિયત) તરીકે ઓળખાવા માંડી. જ્યારે ભારત સહિતના અન્ય ત્રીજા વિશ્વના દેશ કહેવાયા. જોકે આજે વિશ્વના આ ત્રણ વિભાગોની જે વ્યાખ્યા પ્રચલિત છે, એમાં લશ્કરી સંગઠન નહિ, પરંતુ આર્થિક શક્તિને પ્રમાણભૂત માનવામાં આવે છે અને એ દૃષ્ટિએ ત્રીજા વિશ્વના દેશ એટલે ગરીબ દેશો. ચીનના ઉદાહરણ દ્વારા આ વાત સમજી શકાય. લશ્કરી સંગઠન અને રાજકીય વિચારધારાની દૃષ્ટિએ પશ્ચિમી વિશ્વ ચીનનું સ્થાન રશિયન (સામ્યવાદી) છાવણીમાં જોતું આવ્યું છે અને એટલા માટે પ્રથમ વિશ્વના દેશો ચીનને બીજા વિશ્વનો દેશ' ગણે છે, સાથે જ ભારતને ત્રીજા વિશ્વનો દેશ ગણે છે. આ સામે આધુનિક ચીન માટે પાયાના રાજકીય વિચારક, શાસક ગણાતા માઓ-ત્સે-તુંગેથ્રી વર્લ્ડ થિયરી’ આપી. માઓના કહેવા મુજબ ભારત અને ચીન બંને ત્રીજા વિશ્વના દેશો છે, જે આર્થિક દૃષ્ટિએ પછાત છે અને પશ્ચિમી રાષ્ટ્રો દ્વારા શોષિત છે.

ખેર, સોવિયેત રશિયાના વિઘટન પછી ત્રીજા વિશ્વના દેશો' જેવો શબ્દપ્રયોગ ભાગ્યે જ વપરાશમાં રહ્યો. એના બદલેડેવલપિંગ ક્નટ્રીઝ’ અથવા ગ્લોબલ સાઉથ' (પૃથ્વીના દક્ષિણી ગોળાર્ધ પર વસેલા વિકાસશીલ દેશો) જેવા પારિભાષિક શબ્દો ચલણમાં આવ્યા. ભારત સહિતના મોટા ભાગના દેશોને યુદ્ધમાં કોઈ રસ નથી, પણ આર્થિક બાબતોમાં રસ છે. એટલે આ શબ્દો વધારે પ્રૅક્ટિકલ સાબિત થયા છે. આજની દુનિયા મુખ્યત્વેવિકસિત દેશ’ અને વિકાસશીલ દેશ', એમ બે જ ભાગમાં વહેંચાયેલી છે. ભારતની પ્રાથમિકતાવર્લ્ડ પાવર’ બનવાને બદલે વિકાસશીલ દેશોના લિસ્ટમાંથી નીકળીને વિકસિત દેશોમાં પહોંચવાની હોવી જોઈએ. તમારું શું માનવું છે?

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button