વીક એન્ડ

બુએનોસ એરેસમાં દેશી સ્વાદની શોધમાં…

અરાઉન્ડ ધ વર્લ્ડ -પ્રતીક્ષા થાનકી

હવે આર્જેન્ટિનાથી પાછાં જવાનો સમય નજીક આવી રહૃાો હતો. માંડ બ્ો દિવસ બાકી હતા. હજી લિસ્ટ પર એટલી બધી જગ્યાઓ અન્ો એક્ટિવિટી બાકી હતી કે રાત ઓછી અન્ો વેશ ઝાઝા જેવી હાલત થઈ રહી હતી. ત્ો બધાં વચ્ચે એક વધુ મહત્ત્વનો પ્રશ્ર્ન ઊભો થઈ રહૃાો હતો. ઘરે ભલે જલદી જવાનું હોય, બ્ો અઠવાડિયાથી અહીં અમે મોળું, ફિક્કું, ઓલમોસ્ટ સ્વાદ વિનાનું ભાણું ખાઈ રહૃાાં હતાં. એમ્પનાડા સાથે વચ્ચે વચ્ચે ક્યારેક ખાટો સોસ મળી જતો. બ્ોક્ડ આઇટમો, સ્ોન્ડવિચ અન્ો સ્ટેક પણ મળી જતાં. બધાંમાં મસાલાનાં નામે માત્ર મીઠું અન્ો મરી મળતાં. એવામાં બુએનોસ એરેસ પાછાં પહોંચ્યાં પછી બુક સ્ટોર પર ફોકસ તો હતું જ, પણ સાથે સારું ખાવાનું પણ બધાંન્ો જરૂરી લાગી રહૃાું હતું.

અમે આ વખત્ો હિસ્ટોરિકલ સિટીની વચ્ચે આવેલી એનએચ હોટલમાં હતાં. લેન્ડ થઈન્ો તરત જ એનએચ હોટલમાં પહોંચેલાં ત્ોના કરતાં આ જરા અલગ હતી. ત્ો સાધારણ હોટલની ઇમારતમાંથી બન્ોલી હતી. આ હિસ્ટોરિકલ સિટી સ્ોન્ટરની હોટલ શહેરની સૌથી જૂની હોટલની ઇમારત હતી. આ આર્ટ ડેકો સ્ટાઇલની ઇમારતન્ો હોટલ તરીકે રિનોવેટ કરતાં પહેલાં ત્ોનાં ઐતિહાસિક પાસાંન્ો જાળવી રાખવામાં આવ્યાં છે. સિટી સ્ોન્ટર એટલું ગીચ છે કે કોઈ પણ ઇમારતનો દૂરથી ફોટો લેવામાં આખી ગલી જ ફ્રેમમાં લેવી પડે ત્ોવું હતું. પણ અંદર જતાં જ ભવ્ય મારબલ પિલર્સ, જુનવાણી મોટાં એલિવેટર, ભવ્ય કોરિડોર વચ્ચે શહેરના વાઇબન્ો હોટલમાં જ અનુભવવાનો મોકો મળી રહૃાો હતો. અહીં રુફ ટોપ બાર પર જવાનો પ્લાન પણ બની ગયો હતો. બીજા દિવસ્ો રુફ ટોપ સ્વિમિંગ પ્ાૂલ અન્ો જિમ પણ જવાનું હતું. પહેલાં તો ત્ો સાંજે અમે બુએનોસ એરેસની નાઇટ લાઇફ માણવા માટે એક ફૂડ માર્કેટ જવાનું વિચારેલું. જોકે બીજા દિવસ્ો અમારે સાન ટેલ્મો માર્કેટમાં જમવા જવાનું જ હતું. પણ બધાંનાં મનમાં વિચાર તો આવી રહૃાો હતો, આજે ઇન્ડિયન રેસ્ટોરાં શોધીયે તો કેવું?

હવે અમે અહીં આવીન્ો તરત જ ગ્ાૂગલ મેપ્સ પર શોધી જ લીધું હતું કે બુએનોસ એરેસમાં લિટલ ઇન્ડિયા નામે એક નાનકડો વિસ્તાર છે જ. દુનિયાના દરેક ખૂણે આપણા માણસો તો મળી જ રહેવાનાં. વળી અહીં માત્ર મસાલેદાર ખાવાની તલબ લાગી હતી એટલે જ નહીં, પણ લેટિન અમેરિકાના આ ખૂણે ભારતીય ભોજન કેવું મળે છે એ પણ જોવાનું તો હતું જ. અહીં આમ તો ગુયાનિઝ અન્ો સુરિનામી મૂળના ભારતીય હેરિટેજવાળાં લેટિન અમેરિકન લોકોની મોટી કોમ્યુનિટી છે જ. આ પહેલાં અમન્ો જમૈકામાં પણ ઘણા જોવા મળેલાં. બાકી અહીં યુરોપ, અમેરિકા કે ઓસ્ટ્રેલિયાની જેમ દરેક ખૂણે ભારતીય મૂળનાં લોકો નહોતાં દેખાતાં. એક વાર ઇન્ડિયન રેસ્ટોરાં પહોંચ્યાં પછી ખબર પડી ગઈ કે ત્ોની પાછળનું કારણ અહીંની ઇકોનોમીમાં છુપાયેલું હતું.

હિસ્ટોરિકલ સ્ોન્ટરમાં ચાલીન્ો જઈ શકાય એટલું નજીક એક ઇન્ડિયન રેસ્ટોરાં મેપ પર દેખાયું. ત્ો દિવસ્ો અમે મોટાભાગનો સમય ઇગુઆસુમાં વિતાવેલો. સાંજે એરપોર્ટથી હોટલ પર ટેક્સી લઈ પહેલાં થોડા બુક સ્ટોર ફંફોસ્યા, અન્ો હોટલ પહોંચ્યાં ત્યાં સુધીમાં ઠૂસ થઈ ગયેલાં. હવે ઇન્ડિયન રેસ્ટોરાંમાં સ્વાદ જોરદાર ન હોય તો પણ કંઇક મસાલેદાર તો ખાવા મળશે જ એ ઉત્સાહે અમે ફરી થોડું ચાલવા ત્ૌયાર થઈ ગયાં. મેપ પર તો રેસ્ટોરાં નજીક દેખાતું હતું, પણ અમારે કમસ્ોકમ ૧૫ મિનિટ જેટલું તો ચાલવું જ પડ્યું. સાંજે ખુશનુમા વાતાવરણમાં મજા આવી. મિત્રો સાથે આમ પણ સમય અત્યંત ઝડપથી ભાગી રહૃાો હતો. એક વાર ‘દિલ્લી મસાલા’ નામની આ રેસ્ટોરાં પહોંચ્યાં પછી જાણે બધાંનો ઉત્સાહ બમણો થઈ ગયો. અંદર માહોલ જરા ગમગીન હતો. થોડાં ટિપિકલ ફેક મધુબની પ્ોઇર્ન્ટિંગ્સ અન્ો એક બુદ્ધનો ફોટો, સાથે ફર્નિચર એકદમ જૂનું અન્ો પ્રમાણમાં બિસ્માર હાલતમાં લાગતું હતું. અંદર લોકો તો હતાં જ, બિઝન્ોસ જરાય તકલીફમાં હોય ત્ોવું ન લાગ્યું.

અમે ઓર્ડર આપ્યો અન્ો બધું આપણે જોઇએ એવું તીખું બનાવવાની વાત થઈ. વેઇટર અન્ો મેન્ોજર તરીકે માત્ર એક જ માણસ કામ કરી રહૃાો હતો. ત્ો જરા નવરો પડ્યો પછી અમારી સાથે વાત કરવા પહોંચી ગયો. ઉત્તરાખંડથી ત્ો અહીં ૧૨ વર્ષ પહેલાં હોટલમાં જ કામ કરવા શિપમાં આવેલો. શરૂઆતમાં તો બધું સારું ચાલતુું હતું, પણ છેલ્લાં બ્ો-ત્રણ વર્ષ પહેલાં કોવિડ અન્ો હવે આર્જેન્ટિનાની કફોડી ઇકોનોમીમાં ઘરે પ્ૌસા મોકલવાનું શક્ય નથી બનતું. એટલું જ નહીં, ઇન્ડિયાથી ગ્રોસરી ઇમ્પોર્ટ કરવાનું પણ મોંઘું પડે છે, કારણ કે ભારતીય રૂપિયો આર્જેન્ટિનિયન પ્ોસો કરતાં મજબ્ાૂત છે.

અહીં જે પણ સ્થાનિક ગ્રોસરીમાં મળે છે ત્ોનાથી જ એ લોકોન્ો ઇન્ડિયન ફૂડ બનાવવું પડે છે. અહીં આવવામાં અન્ો રહેવામાં એટલો સમય અન્ો નાણાં ઇન્વેસ્ટ કરી ચૂક્યાં છે કે હવે પાછાં જવાનું પણ યોગ્ય નથી લાગતું.

આ બધું સાંભળીન્ો જ્યારે ફૂડ આવ્યું ત્યારે તો જાણે વધુ સ્વાદિષ્ટ લાગ્યું. ત્ોમણે આર્જેન્ટિનામાં મળતાં લેન્ટિલન્ો દાલ મખની સ્ટાઇલમાં બનાવેલાં, પનીર અન્ો શાકભાજી મળવામાં તો મુશ્કેલી નહીં હોય. સમોસાં અન્ો ભજિયાં પણ મજેદાર હતાં. ભારતનું ફૂડ એવું છે કે સામગ્રી ભલે ગમે ત્ો દેશની હોય, આપણી સ્ટાઇલથી બનાવેલી વાનગીનો સ્વાદ તો અનોખો હોવાનો જ. ત્ો મનોજભાઈએ છેલ્લાં બ્ો-ત્રણ વર્ષ મુશ્કેલીમાં વિતાવેલાં, પણ હવે આવનારી ટૂરિસ્ટ સિઝનમાં ક્રૂઝમાં ભારતિય ટૂરિસ્ટનો કાફલો પણ પાછો આવશે એ આશા હતી જ. એ જ તો આપણાં માણસોની ખૂબી છે, આપણે દુનિયાના કોઈ પણ ખૂણામાં, કોઈ પણ પરિસ્થિતિમાં આશા નથી છોડતાં. અમન્ો તો એમ કે ભારતીય ભાણું ખાઈન્ો નીકળી જઈશું. આર્જેન્ટિનામાં ભારતીય સ્પિરિટનો આ પણ અનુભવ મળશે ત્ો નહોતું ધાર્યું.
**

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button