વીક એન્ડ

હેં? લાઇટ બિલની અડધી રકમ ₹ ૧,૭૦,૯૫૦,૦૦,૦૦૦ ભરી ફરિયાદ કરો!

ઊડતી વાત -ભરત વૈષ્ણવ

‘બાથરૂમની લાઇટ બંધ કરો. ભમાભમ લાઇટ બળે છે. પછી ચંદનનાં લાકડા જેવું બિલ આવશે ત્યારે ખબર પડશે.’ રાજુ રદીએ ઘરમાં પ્રવેશતા જ આવું કહ્યું.

‘આખો દિવસ નકામી કચકચ કરો છો.બહુ એવું લાગતું હોય તમે બાથરૂમની લાઇટ બુજાવી દો.નકરી સાહેબગીરી કરવી છે.’ આમ કહીને એના ઘરના બધા સભ્યો રાજુ રદી પર રીતસર શાબ્દિક રીતે તૂટી પડયા.
આપણું લાઇટ બિલ હજાર દોઢ હજારથી વધુ કયાં આવે છે? કોર્ટમાં દલીલ કરો છો પણ તમારો કલાયંટ કયાં જીતે છે? કોર્ટમાં બોલી શકતા નથી એનું વેર ઘરે નકામી કચકચ કરીને વાળો છો. ન્યાયની દેવી પાસેથી તો મોઢે સેલો ટેપ લગાવવાની પ્રેરણા લો’ રાજુ રદી બહુપાંખિયા હુમલા સામે વ્યૂહાત્મક પીછેહઠ ન કરે.શરણાગતિનો સફેદ ધ્વજ ન લટકાવે. યુધ્ધ કેદી તરીકે સરન્ડર ન કરે.,પણ પોતાની આગવી રીતે સળી જરૂર કરે .

‘કોઇ ટીવી જોતું નથી તો પછી શા માટે ચલાવો છો? એસી ચાલુ રાખો છો, પછી બિલ કેસરની કિંમત કરતાં વધારે આવશે’ રાજુ ઉવાચ. આપણી કમાણી એટલી બધી છે કે ચણા- મમરા જેટલું બિલ આવે તો ભરવા માટે સક્ષમ છીએ. પછી તમે કોર્ટમાં દલીલ કરતા હોય તેમ કકળાટ કરો છો. જજ સાહેબ જેમ તમારી દલીલ ખારીજ કરે છે તેમ અમે પણ તમારી કચકચ ખારીજ કરે છીએ! ઘરના સભ્યોએ રાજુ રદીની કચકચ ફરી રદબાતલ કરી. ફુગ્ગામાંથી હવા નીકળે અને ફુગ્ગો ચીમળાઈ જાય તેમ રાજુ રદી ઢીલોઢસ થઇ ગયો. તમને એમ થશે કે આ ખેલનો અંત ક્યારે આવશે? કયાં સુધી ચાલશે? રાજુ રદી જુનવાણી માણસ છે ત્રેવડને ત્રીજો ભાવ માને છે.જીવનમાં કરકસર આગવું સ્થાન ધરાવે છે. રાજુ રદીના દિવસો ખરાબ હતા.

સો દિન સાસ કે તો એક દિન બહુ કા આ કહેવત સાંભળી હશે. આ કહેવત બીજી બધી રીતે બરાબર હશે, પણ ગાણિતિક રીતે ગોટાળાથી ભરપૂર છે. એક વરસના દિવસો ૩૬૫ કે ૩૬૬ છે. સાસુના ૧૦૦ દિવસ વતા વહુનો એક દિવસનો સરવાળો કરીએ તો ૧૦૧ થાય . બાકીના ૨૬૪ કે ૨૬૫ દિવસો કોના એનો કોઇ ફોડ પાડવામાં આવ્યો નથી. ટૂંકમાં ક્ધફયુઝન ચાલુ હૈ.

પેલી કહેવત અનુસાર આખરે એક દિવસ રાજુ રદીનો આવ્યો. એણે મોગેમ્બો, ગબ્બરસિંહ કે ડોકટર ડેંગની માફક અટ્ટહાસ્ય ન કર્યું, પણ ભગવાન કે ઓમપ્રકાશ જેવા રોતલ ચહેરે જાહેરાત કરી કે મારી વિનંતીઓ ન માનવાનું પરિણામ આ લાઇટબિલ છે.

ઘરનું લાઇટ બિલ માત્ર રૂપિયા ૩,૪૧૯,૦૦,૦૦,૦૦૦ આવ્યું છે.હવે જઇને ભરી આવજો!
અડધાને બિલ અબજમાં છે કે બિલ કરોડમાં છે તેની ખબર ન પડી.આટલી રકમને કેમ બોલવી તેની ખબર ન પડી. એકાદ જણનું બીપી હાઇ થઇ ગયું. એકાદ મહિલાને કાર્ડિયાક એરેસ્ટ આવ્યો.
‘હેલો ,રાજુ રદી બોલું છું ’ રાજુ રદીએ કસ્ટમર કેર સેનેટરના નંબર પર ફોન લગાવી કહ્યું.

‘બોલો ,સર.’ સામેથી પ્રોફેશનલ રીસ્પોન્સ.

‘મારે કમ્પલેઇન દર્જ કરાવવી છે.’ રાજુએ કહ્યું.
‘સર તમારો નંબર?’ કસ્ટમર કેર સેન્ટરની રિસેપ્શનિસ્ટનો પ્રોફેશનલ સવાલ.

‘મારો નંબર શા માટે ? તમે તમારી જાતને સુસ્મિતા સેન માની મારી સાથે ડેટિંગ કરવા માગો છો?’ રાજુએ ટાઇનોટ સાથે રમત કરતાં કરતાં રોમેન્ટિક મૂડમાં પૂછયું.
‘સર, હું અત્યારે ઓન ડયૂટી છું .આવી બધી વાત ડયૂટી પૂરી થયા પછી ડિસ્કસ કરવી’
રિસેપ્શનિસ્ટે આશિકાના અંદાજમાં વાત કરી.

‘મારો નંબર- ડ્ઢડ્ઢડ્ઢડ્ઢડ્ઢડ્ઢ ૬૩૭૫.તમારો નંબર?’ રાજુએ સામો વાટકી વ્યવહાર કર્યો.
‘સર, તમારા ફોન નંબરની મારે જરૂર નથી. તમારો કસ્ટમર નંબર બોલો.’ ફિમેઇલ રિસેપ્શનિસ્ટે સ્પષ્ટતા કરી.
‘મારો કસ્ટમર નંબર ડ્ઢડ્ઢડ્ઢડ્ઢડ્ઢડ્ઢડ્ઢડ્ઢ છે.’
બોલો, શું ફરિયાદ છે? રિસેપ્શનિસ્ટે પૂછયું.
આ મહિનાનું લાઇટ બિલ વધારે આવ્યું છે.’
‘બોલો કેટલું છે?’

રૂપિયા ૩,૪૧,૯૦,૦૦,૦૦૦ રાજુએ બિલની રકમ કહી.

‘હેં હેં.?’ પછી કોઇ અવાજ ન આવ્યો. આમે છેડે સન્નાટો છવાઈ ગયો.

‘હેલ્લો, મેમ, તમને શું થઇ ગયું?કેમ ચૂપ થઇ ગયા? જોબો આવી ગયો નથીને ?’ રાજુએ આકળવિકળ થઇને સહાનુભૂતિથી સવાલ કર્યો.

‘સર ઓનેસ્ટલી કહું તો બિલની રકમ સાંભળીને હચમચી હું ગઇ હતી. સર , ઓનેસ્ટલી કહું તો તમારા બિલની રકમ જેટલું તો અમારી કંપનીનું ટર્નઓવર નથી.’ રિસેપ્શનિસ્ટેકહ્યું.
હમ્મ રાજુ ઉવાચ
‘આગલા મહિનાનું બિલ કેટલું હતું?’
રૂપિયા ૧૩૦૦ રાજુએ કહ્યું.
‘હે હેં હે.?’રિસેપ્શનિસ્ટે હાયકારો કર્યો.’
‘મારે ફરિયાદ કરવી છે.’ રાજુએ કહ્યું.
સર, એઝ પર પ્રીવેઇલિંગ રૂલ્સ-રેગ્યુલેશન તમારે વિવાદિત બિલની રકમના પ૦ % રકમ રૂપિયા૧,૭૦,૯૫૦,૦૦,૦૦૦બેંકમાં ચલણથી ભરીને અરજી કરવાની રહેશે.! આ રકમ જાણે ચણામમરા હોય તેવા નિર્લેપ ટોનમાં રિસેપ્શનિસ્ટે કહ્યું.

રાજુ રદી માટે એક બાજુ કૂવો અને બીજી બાજુ ખાઇ જેવો માહોલ થયો. જોકે ,કંપનીએ ભારે રકઝકના અંતે રાજુના ઘરનું રિવાઇઝડ બિલ રૂપિયા ૧૩૦૦ કરી આપ્યું. આમ, વીજ કંપનીને ૩,૪૧,૯૦,૦૦,૮૭૦૦નો ચૂનો લાગ્યો!

જો કે હવે ઘરમાં જરૂર ન હોય તો લાઇટ સ્વીચ ઓફ કરવા કહેવું પડતું નથી. ઘરના સભ્યો પણ લાઇટ બુઝાવી દે છે!

આને કહેવાય પોઝિટિવ પંચ. આટલી મોટી રકમના બિલને હ્યુમન એરર ગણવામાં આવી હ્યુમન એરર જો આવી હોય તો આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સની એરર કેવડી હશે એ વિચાર માત્રથી જાણે વીજળીનો કરન્ટ લાગ્યો હોય હચમચી જવાય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અમિતાભ બચ્ચને ઐશ્વર્યાને ક્યારે વહુ તરીકે નથી જોઈ, અમારા માટે અઘરું હતું સ્વીકારવું કે… તમે વોટ્સએપ પર ઓનલાઈન છો કે નહીં, એની લોકોને જાણ સુદ્ધા નહીં થાય, બસ કરી લો આ નાનકડી સેટિંગ… સાવધાન, તમે તો નથી વાપરતા ને સ્કીન કેર માટે આ વસ્તુઓ? બોલિવૂડ સ્ટાર્સની પત્નીઓ પણ છે બિઝનેસ વુમન, રળે છે કરોડોની કમાણી