વિશેષ: `જીબીલી’ સ્ટાઇલનો વિસ્ફોટ કળાનું તોફાન કે હતાશાના ઘેટાની ચાલ?

– નરેન્દ્ર શર્મા
હાયાઓ મિયાઝાકી
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કંપની ઓપન એઆઇએ 25, માર્ચ, 2025ના રોજ પોતાના ચેટ જીપીટી 4 ઓ મોડલમાં એક નવા ઈમેજ જનરેશન ફીચરની જાહેરાત કરી હતી, જેમાં યુઝર્સ સીધા તસવીરો બનાવી શકે છે. સિએટલના સોફ્ટવેર એન્જિનિયર ગ્રાન્ટ સ્લૈટને એ જ દિવસે પોતાની પત્ની અને કૂતરા સાથે દરિયાકિનારા પર લેવામાં આવેલી એક તસવીરને સ્ટુડિયો જીબીલી’ સ્ટાઇલમાં ફેરવીને પોતાના એક્સ એકાઉન્ટમાં પોસ્ટ કરી દીધી હતી. જોતજોતામાં સોશિયલ મીડિયામાં આ તસવીરને લાઇક કરનારા લોકોની સંખ્યા લાખોમાં પહોંચી ગઇ હતી. લોકો પોતાની તસવીરોજીબીલી’ સ્ટુડિયો સ્ટાઇલમાં જનરેટ કરીને અપલોડ કરવા લાગ્યા હતા અને આવા લોકોમાં વધારો પણ થયો હતો. એટલે સુધી કે પોતે ઓપન એઆઇના સીઇઓ સેમ ઓલ્ટમેન પણ તેમાં સામેલ થઇ ગયા હતા. અડધા ખુશ, અડધા નિરાશ, પોતાને `ટ્વિંક જીબીલી સ્ટાઇલ’માં ફેરવાયેલું જોવા માટે.
ચેટ જીપીટીનું આ નવું ઇમેજ જનરેશન ફીચર એવી તસવીરો અને દૃશ્ય બનાવી રહ્યું છે જે લાગે છે માનો
સીધી જીબીલી’ સ્ટુડિયોના માલિક મિયાઝાકીની સ્કેચબુકમાંથી કાઢવામાં આવી હોય. છેલ્લા 15 દિવસથી તમામ લોકોમાં પોતાની એઆઇ જનરેટેડ માસ્ટરપીસ શેર કરવાની રેસ લાગી છે. અત્યાર સુધી સોશિયલ મીડિયામાં કરોડોજીબીલી’ સ્ટુડિયો સ્ટાઇલની તસવીરો આવી ચૂકી છે અને ટે્રન્ડ યથાવત છે.’
આ પણ વાંચો: વિશેષ : ભારે ગરમીથી બચવા ‘હિટ પ્રોફાઇલિંગ’ કરવું પડશે
જીબીલી’ સ્ટુડિયો વાસ્તવમાં એક જાપાની એનિમેશન સ્ટુડિયોનું નામ છે. જેને હાયાઓ મિયાઝાકી અને ઇસાઓ તાકાહાતાને 1985માં બનાવ્યો હતો. આ સ્ટુડિયોનું નામજીબીલી’માંથી લેવામાં આવ્યું હતું. જેનો અર્થ થાય છે લિબિયામાં ફૂંકાતી ગરમ રણની હવા. વાસ્તવમાં જીબીલી’નો આશય હાથથી બનાવેલી કાર્ટૂન તસવીરો, સમૃદ્ધ જલરંગ અને એક્રેલિક પેઇન્ટ્સ અને વિસ્તૃત પૃષ્ઠભૂમિવાળી ડિઝાઇન છે. જોકે,જીબીલી’ શબ્દ સ્વયં કોઇ કળાની સ્ટાઇલનું નામ નથી પરંતુ એક સ્ટૂડિયોનું નામ છે જેણે પોતાની અનોખી કળા શૈલી વિકસિત કરી છે. જ્યારે જીબીલી’ સ્ટાઇલ ઇમેજનરી એનિમેશન ફિલ્મો સાથે જોડાયેલી એક ખાસ પ્રકારની કળા શૈલી છે જેજીબીલી સ્ટાઇલ’ સ્ટૂડિયોની દેન છે.
આ કળા શૈલીની કેટલીક ખાસિયતો છે. જેને આ શૈલી ખૂબ ભાવનાત્મક, સજીવ અને પ્રકૃતિ સાથે જોડાયેલી દ્દશ્ય રચનાઓ નિર્મિત કરે છે. આ આર્ટ શૈલી બાળકો અને મોટા લોકોને પસંદ આવે તેવી વાર્તાઓ રચે છે. તેમાં અદભુત કલ્પનાશીલતાનો વિસ્તાર છે. જેમ કે ઉડતા મહેલ, બોલતા પ્રાણીઓ અને જાદુઇ દુનિયા. હવે એઆઇ ટૂલ્સ જેમ કે મિડજર્ની અને ડલ-એ આ સ્ટાઇલની નકલ કરીને પલક ઝપકતા એકદમ સરખું `જીબીલી’ શૈલીની તસવીરો જેવી બનાવી રહ્યા છે.
આ પણ વાંચો: વિશેષ : જો સફળ કારકિર્દી જોઈતી હોય તો ગંભીરતાથી કરો ઈન્ટર્નશિપ
એઆઇ ટૂલ્સની આ સચોટ કલાત્મકતા પોતાની જગ્યાએ પરંતુ તેને પારંપરિક રચનાત્મકતાને એક મોટો નૈતિક સવાલ ઊભો કરી દીધો છે. કારણ કે જીબીલી’ સ્ટુડિયોએ ક્યારેક કોઇ એઆઇને પોતાના કામની ટે્રનિંગની મંજૂરી આપી નહોતી. તેમ છતાં કંપનીઓને એઆઇને આ સ્ટાઇલ શીખવી રહી છે. વાસ્તવમાં આક્રિએટિવ ચોરી’ છે. તેનાથી દુનિયાના વાસ્તવિક કલાકારોનું ભવિષ્ય ખતરામાં પડી રહ્યું છે.? જે પારંપરિક કલાકારોને આ સ્ટાઇલ બનાવવામાં વર્ષો લાગે છે તેમની વર્ષોની મહેનત એઆઇ પલવારમાં છીનવી રહી છે. આ કલાકાર એઆઇની સરખામણીમાં પાછળ રહ્યા છે. પાછળ રહેવું સ્વાભાવિક છે. આટલા ઓછા સમયમાં આ કામ મશીન જ કરી શકે છે. માણસ નહીં. ગ્રાહકો માટે મશીન ફાયદાકારક છે તે કહે છે કે જ્યારે એઆઇ આ બધું મફતમાં બનાવી રહ્યું છે તો હું કોઇ કલાકારને શા માટે રૂપિયા આપું?
સવાલ સંવેદનાનો નથી પરંતુ શું એક મશીન દ્ધારા બનાવવામાં આવેલી કળા પણ એટલી જ સત્ય' અને
માનવીય’ હોઇ શકે છે જેટલી કોઇ વ્યક્તિ દ્ધારા બનાવવામાં આવી છે? ક્યારેય નહીં, સત્ય એ છે કે એઆઇ નવા કલાકારોને પણ એક એવા શોર્ટકટ તરફ લઇ જઈ રહ્યું છે જે તરફ જતા અગાઉ કલાકારોને સંકોચ થતો હતો. આ પ્રેક્ટિસ કર્યા વિના કમ્પ્યૂટરની મદદથી સિંગર બનવા જેવું છે. જે લોકોએ પેઇન્ટિંગ શીખવામાં પોતાના દિવસો બરબાદ કર્યા નથી તે લોકો પણ એઆઇના આ ટૂલ્સની મદદથી કલાકાર બની રહ્યા છે.
આ પણ વાંચો: વિશેષ : ધર્મના રથની ધ્વજા એટલે સત્ય ને શીલ…
તેનાથી વિઝ્યુઅલ સ્ટોરીટેલિંગ અને ડિઝાઇન અગાઉ કરતા વધુ સરળ અને લોકતાંત્રિક થઇ રહ્યું છે. પરંતુ તેમાં એક રચનાત્મક આલસ્ય છે. `હું શું વિચારું, એઆઇ કરી દેશે’ આ સાથે જ તેમાં કળાની ઘોર બિઝનેસનું રૂપ ઊભરી રહ્યું છે કારણ કે તેમાં કળા ભાવનાઓથી નહીં પણ ડેટાથી સંભવ છે. આ મશીની કલાત્મકતા માનવ વિશિષ્ટતા પર સવાલ ઊભા કરે છે ય જો એઆઇ પણ કલાત્મક કલ્પના કરી શકે છે તો પછી આપણામાં શું ખાસ છે? આ વિચાર એક રચનાત્મક હતાશાને જન્મ આપી શકે છે. આ તમામ સવાલોની નજર અને તેમના સંભવિત વિચારોની સાથે વિચારીએ તો સમજમાં આવશે કે એઆઇની કલાત્મકતા કેટલું ઊંડુ સંકટનું કારણ બની રહી છે. ખાસ કરીને નવા અને સ્વતંત્ર કલાકારો માટે. પરંતુ એ સત્ય છે કે ડરવાથી તો કોઇ ટેકનોલોજીનો વિકાસ રોકાવાનો નથી. એટલા માટે સા છે કે નિરાશ અને હતાશ હોવાના બદલે આપણે નવી રચનાત્મક દિશાઓની શોધ કરવી પડશે. જેમ કે એઆઇની સાથે મળીને માનવીય રચનાત્મકતાને અપનાવવી પડશે. એવામાં સવાલ છે કે આગળનો રસ્તો શું છે? એ જ કે એઆઇને સહયોગી બનાવો, વિકલ્પ નહીં.