વીક એન્ડ

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ઓળખાણ પડી?
શુદ્ધ દેશી ઘીમાં તૈયાર કરવામાં આવતી અને આપણા દેશમાં ઠેર ઠેર લોકપ્રિય બનેલી તેમજ વિદેશમાં પણ ડંકા વગાડતી કતરની ચુડા અને ચાવલ કયા રાજ્યમાં મુખ્યત્વે તૈયાર થાય છે?
અ) બિહાર બ) મધ્ય પ્રદેશ ક) આસામ ડ) કર્ણાટક

ભાષા વૈભવ…
ગુજરાતી – ગુજરાતી સમાનાર્થી
શબ્દોની જોડી જમાવો
A B
ફડિયો ચીરી
ફડશ છેતરપિંડી
ફતવો વેપારી
ફરજંદ આદેશ
ફરેબ સંતાન

ગુજરાત મોરી મોરી રે
અનેક લોકપ્રિય નવલકથાના સર્જક શ્રી હરકિસન
મહેતાની નવલકથા કઈ છે એ આપેલા વિકલ્પોમાંથી શોધીને જણાવો.
અ) પળના પ્રતિબિંબ બ) માણસ નામે ગુનેગાર
ક) રહસ્ય જાળ ડ) અંગાર

જાણવા જેવું
રાજ્ય એટલે રાજાની હકૂમત હેઠળ રહેલો પ્રદેશ જે રાજાના તાબાનો વિસ્તાર કે મુલક, સંસ્થાન કે રાજ તરીકે પણ ઓળખાય છે. કોઈ કોઈ ઠેકાણે એક લાખ ગામડાંના સમૂહને પણ રાજ્ય કહે છે. શાસ્ત્રમાં સ્વામી કે રાજા, અમાત્ય, સુહૃદ, કોશ, દેશ, દુર્ગ અને સેના એ રાજ્યનાં સાત અંગ કહ્યાં છે. હવે રાજાની હકૂમતની બદલે જનતાની સરકારનું શાસન રાજ્યમાં હોય છે.

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
પૃથ્વી મુખ્યત્વે ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધમાં વહેંચાયેલી છે. કયું શહેર દક્ષિણ ગોળાર્ધમાં સ્થિત છે એ આપેલા વિકલ્પમાંથી શોધી જણાવો.
અ) પેરિસ બ) બુડાપેસ્ટ ક) કેનબેરા ડ) કોપનહેગન

નોંધી રાખો
જે સપનું જુએ છે એ જ એને સાકાર કરી શકે છે. જેટલું મોટું સપનું એટલો વધારે સંઘર્ષ અને મહેનત અને જેટલો વધારે સંઘર્ષ અને મહેનત એટલી મોટી સફળતા એ સમજી લેજો.

માઈન્ડ ગેમ
ઓપરેશન થિયેટરમાં દર્દીની સર્જરી શરૂ થવા પહેલા એના શરીરના ચોક્કસ અંગને અથવા સંપૂર્ણ શરીરને સંવેદનહીન બનાવનાર વ્યક્તિ કયા નામે ઓળખાય છે?

અ) Ophthalmologist બ) Oncologist ક) Anesthetist ડ) Orthodontics

ગયા શનિવારના જવાબ
ભાષા વૈભવ
A B
ઝોક વૃત્તિ, વલણ
ઝોકું નિદ્રા
ઝોળી થેલી
ઝોંસો ધક્કો
ઝેરવું દહીં વલોવવું

ગુજરાત મોરી મોરી રે
ચંદ્રવદન મહેતા

ઓળખાણ પડી
કચરિયું

માઈન્ડ ગેમ
Dermatologist

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
નેપાળ

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) સુભાષ મોમાયા (૨) મુલરાજ કપૂર (૩) શ્રદ્ધા આશર (૪) લજિતા ખોના (૫) પુષ્પા પટેલ (૬) ખુશરૂ કાપડિયા (૭) ભારતી બુચ (૮) પુષ્પા ખોના (૯) વિભા મહેશ્ર્વરી (૧૦) ડો. પ્રકાશ કટકિયા (૧૧) ભારતી પ્રકાશ કટકિયા (૧૨) હર્ષા મહેતા (૧૩) જ્યોતિ ખાંડવાલા (૧૪) મીનળ કાપડિયા (૧૫) મનીષા શેઠ (૧૬) ફાલ્ગુની શેઠ (૧૭) કિશોરકુમાર જીવનણદાસ વેદ (૧૮) ધીરેન્દ્ર ઉદ્દેશી (૧૯) તાહેર ઔરંગાબાદવાલા (૨૦) શીરીન ઔરંગાબાદવાલા (૨૧) અબદુલ્લા એફ. મુનીમ (૨૨) ભાવના કર્વે (૨૩) રજનીકાંત પટવા (૨૪) સુનીતા પટવા (૨૫) કલ્પના આશર (૨૬) મહેશ દોશી (૨૭) જ્યોત્સના ગાંધી (૨૮) હિનાબેન દલાલ (૨૯) ઈનાક્ષી દલાલ (૩૦) રમેશ દલાલ (૩૧) દિલીપ પરીખ (૩૨) નિતીન બજરિયા (૩૩) જયવંત પદમશી ચિખલ (૩૪) વિરેન્દ્ર દલાલ (૩૫) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૩૬) અંજુ ટોલિયા (૩૭) સુરેખા દેસાઈ (૩૮) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૩૯) અરવિંદ કામદાર (૪૦) જગદીશ ઠક્કર (૪૧) ઈશા કડાકિયા

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button