ફન વર્લ્ડ

ઓળખાણ પડી?
ચળકતા અને અત્યંત આકર્ષક એવા રંગબેરંગી વિલાયતી ફૂલની ઓળખાણ પડી? એના રંગીન અવતારને કારણે બાગની શોભા વધારવાનું કામ કરે છે.
અ) ક્રાઈઝેમથીમમ બ) ડહેલિયા ક) બોગનવેલ ડ) ઓર્કિડ
ભાષા વૈભવ…
ગુજરાતી – ગુજરાતી સમાનાર્થી
શબ્દોની જોડી જમાવો
A B
જક જિદ્દી, હઠીલું
જકડ વૃદ્ધ
જકાત સકંજો, પકડ
જક્કી જીદ, હઠ
જઈફ કર, વેરો
ગુજરાત મોરી મોરી રે
આકાશમાં દેખાતા ઊડતા અપરિચિત પદાર્થો અથવા વિલક્ષણ પ્રકાશપુંજની ઘટના ક્યા નામથી જાણીતી છે? ક્યારેક એની સાથે ધડાકા કે સિસોટી જેવો સુસવાટ પણ ભળે છે. આ પૈકીના કેટલાક પદાર્થોના આકાર બદલાતા હોવાનું નોંધાયું છે.
અ) વાંકી વેધશાળા બ) અંતરિક્ષ પટલ
ક) તેજ કવચ ડ) ઊડતી રકાબી
જાણવા જેવું
તાડમાંથી રસ (તાડી) કાઢવામાં આવે છે. તેનો તાજો રસ મીઠો અને પારદર્શક હોય છે. મીઠી તાડીનો ઉપયોગ ગોળ બનાવવામાં થાય છે. એના મૃદુ અને કાંજીયુક્ત ગરમાંથી સાબુદાણા બનાવાય છે. તેના કીમતી અને મજબૂત રેસાઓનો ઉપયોગ રાચરચીલું મઢવામાં થાય છે. તેમાંથી બનતાં દોરડાં ખૂબ મજબૂત હોય છે અને હાથીને બાંધવામાં અને દરિયાઈ સ્ટીમર લાંગરવામાં ઉપયોગી છે.
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
અંતરિક્ષમાં યાનોનું ઉડ્ડયન કેટલાક વર્ષો સુધી સોવિયેત યુનિયન અને યુએસએ પૂરતું સીમિત રહ્યું હતું. ૧૯૬૫માં ક્યા દેશે ઉપગ્રહ મોકલી તેમની ઈજારાશાહીનો અંત આણ્યો?
અ) ઈટલી
બ) સ્વીડન
ક) ફ્રાન્સ
ડ) બેલ્જીયમ
નોંધી રાખો
જન્મ અને મૃત્યુ માણસના હાથની વાત નથી. કેટલું જીવશો અને ક્યારે આયુષ્ય સમાપ્ત થઈ જશે એ ભલે નક્કી ન કરી શકો, પણ કેવું જીવવું છે અને લોકોના સ્મરણપટ પર અંકાઈ જવું છે એ જરૂર નક્કી કરી શકો.
માઈન્ડ ગેમ
સુધાકરને ૫૦૦ માર્કના પાંચ પેપરમાં ૯૬ ટકા માર્ક આવ્યા અને બાકીના ૨૦૦ માર્કના બે પેપરમાં ૮૨ ટકા માર્ક આવ્યા. ૭૦૦ માર્કની ગણતરીએ તેની ટકાવારી જણાવો
અ) ૮૯ ટકા બ) ૯૦.૫ ટકા
ક) ૯૨ ટકા ડ) ૯૩.૨૫ ટકા
ગયા શનિવારના જવાબ
ભાષા વૈભવ
A B
પ્રતિપાદન સાબિત કરવું
પ્રતિભા તેજ, કાંતિ
પ્રતિમા મૂર્તિ
પ્રતિવાદ ખંડન, વિરોધ
પ્રતિહાર દરવાન
ગુજરાત મોરી મોરી રે
બૃહસ્પતિ
ઓળખાણ પડી
કેવડો
માઈન્ડ ગેમ
૨,૪૩,૭૫,૦૦૦
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
સિસ્મોલોજી