વીક એન્ડ

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ રીક્ષૂજ્ઞહિમ૧૮૨૨લળફશહ.ભજ્ઞળ પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…
ગુજરાતી – ગુજરાતી સમાનાર્થી
શબ્દોની જોડી જમાવો

A               B 

ફક્કડ અંકુર
ફજર સંતાન
ફડકો પરોઢિયું
ફણગો જવાબદારી વિનાનું
ફરજંદ ધ્રાસકો

ઓળખાણ પડી?
૧૯૨૦ના દાયકામાં છોટા ઉદેપુરમાં બાંધવામાં આવેલા મહેલની ઓળખાણ પડી? સ્વાતંત્ર્ય પછી રજવાડાઓનું વિલીનીકરણ થતા આ મહેલ હોટેલમાં રૂપાંતર પામ્યો.
અ) કુસુમ વિલાસ પેલેસ બ) ઉમેદ ભવન પેલેસ
ક) અંબર પેલેસ ડ) લક્ષ્મી નિવાસ પેલેસ

ગુજરાત મોરી મોરી રે
મુખ્ય પાત્ર ઉપરાંત કુમુદ સુંદરી, ગુણસુંદરી અને પ્રમાદધન પાત્રો કઈ ખૂબ જ જાણીતી ગુજરાતી નવલકથાના પાત્રો છે? એ નવલકથા પરથી ગુજરાતી અને હિન્દી ફિલ્મ બની છે.
અ) વેવિશાળ બ) મળેલા જીવ ક) ભદ્રંભદ્ર ડ) સરસ્વતીચંદ્ર

જાણવા જેવું
બકરીનો બ ગુજરાતી લિપિનો ચોત્રીશમો મૂળાક્ષર, ત્રેવીશમો વ્યંજન અને ત્રીજો ઓષ્ઠય વ્યંજન કહેવાય છે. ગુજરાતી વને બદલે હિન્દીમાં બ વપરાય છે. બને કોઈ વ્યંજન જોડવો હોય તો બનો કાનાનો લોપ કરી બ્ લખાય છે. લહિયાઓ પુસ્તક લખતાં લખતાં સહેજ ઊઠવું હોય અથવા લખવાનું તે દિવસ માટે એ અમુક વખત માટે બંધ કરવું હોય તો આ અક્ષર ઉપર અટકે છે, કારણ કે તેઓ માને છે કે, બ બળિયો.

ચતુર આપો જવાબ
જૈન તીર્થ માટે જાણીતું અને એક સમયે એશિયાના સૌથી મોટા નેરોગેજ રેલવે સ્ટેશનની ખ્યાતિ મેળવનાર ડભોઈ કયા જિલ્લામાં આવ્યું છે એ જણાવો.
માથું ખંજવાળો
અ) મોરબી બ) સાબરકાંઠા ક) વડોદરા ડ) વલસાડ

નોંધી રાખો
ઓછું સમજશો તો ચાલશે, પણ ઊંધું સમજશો તો નહીં ચાલે, કારણ કે બાજી બગડી જવાની સંભાવના છે. ધારી લેવા કરતા પૂછી લેવાથી સંબંધ વધુ ટકે છે.

માઈન્ડ ગેમ
ટેસ્ટ ક્રિકેટમાં બેટ્સમેન તરીકે સારી સફળતા મેળવનાર તેમજ ૧૦૦ કરતા વધુ ટેસ્ટમાં દેશની ટીમનાં કેપ્ટન પદ પર રહેલા આંતરરાષ્ટ્રીય ખેલાડીને ઓળખી કાઢો.
અ) રિકી પોન્ટિંગ બ) મોહમ્મદ અઝહરુદ્દીન ક) બ્રાયન લારા ડ) ગ્રેમ સ્મિથ

ગયા શનિવારના જવાબ
ભાષા વૈભવ
A B
વારિ પાણી
વાત પવન, વાયુ
વામ ડાબું
વાળ કેશ
વાજ તોબા, હેરાનગતિ

ગુજરાત મોરી મોરી રે
ભાલ

ઓળખાણ પડી
હિતેન્દ્ર દેસાઈ

માઈન્ડ ગેમ
મહાત્મા ગાંધી

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
ભૂતાન

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) મુલરાજ કપૂર (૩) સુભાષ મોમાયા (૪) નીતા દેસાઈ (૫) શ્રદ્ધા આશર (૬) ભારતી બુચ (૭) હર્ષા મહેતા (૮) ડો. પ્રકાશ કટકિયા (૯) ભારતી પ્રકાશ કટકિયા (૧૦) અમીશી બંગાળી (૧૧) નિખિલ બંગાળી (૧૨) વિભા મહેશ્ર્વરી (૧૩) લજિતા ખોના (૧૪) પુષ્પા પટેલ (૧૫) જ્યોતિ ખાંડવાલા (૧૬) મહેન્દ્ર લોઢાવિયા (૧૭) નંદકિશોર સંજાણવાળા (૧૮) મનીષા શેઠ (૧૯) ફાલ્ગુની શેઠ (૨૦) કલ્પના આશર (૨૧) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૨૨) તાહેર ઔરંગાબાદવાલા (૨૩) શીરીન ઔરંગાબાદવાલા (૨૪) અબદુલ્લા એફ મુનીમ (૨૫) રજનીકાંત પટવા (૨૬) સુનીતા પટવા (૨૭) સુરેખા દેસાઈ (૨૮) ખુશરૂ કાપડિયા (૨૯) મહેશ દોશી (૩૦) વિણા સંપટ (૩૧) દેવેન્દ્ર સંપટ (૩૨) પુષ્પા ખોના (૩૩) ભાવના કર્વે (૩૪) અંજુ ટોલિયા (૩૫) દિલીપ પરીખ (૩૬) મીનળ કાપડિયા (૩૭) પ્રવીણ વોરા (૩૮) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૩૯) જ્યોત્સના ગાંધી (૪૦) રમેશ દલાલ (૪૧) ઈનાક્ષી દલાલ (૪૨) હિના દલાલ (૪૩) જગદીશ ઠક્કર (૪૪) દિના વિક્રમશી (૪૫) અરવિંદ કામદાર (૪૬) નિતીન બજરિયા (૪૭) જયવંત પદમશી ચિખલ (૪૮) મહેશ સંઘવી

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
AUS vs NZ TEST: કેન વિલિયમ્સને 14 વર્ષની કારકિર્દીમાં પહેલી વખત કરી મોટી ભૂલ પઢાઈમાં Zero કમાણીમાં No 1, જાણી લો બોલીવૂડના સુપરસ્ટાર્સ WPL : RCBની કૅપ્ટન સ્મૃતિ મંધાનાને ધમાકેદાર પ્રથમ ફિફ્ટી ન ફળ્યાં મોબાઈલ ફોન ગુમ થઈ ગયો છે? No problem સ્વીચ ઓફ મોબાઇલ પણ ટ્રેક કરી શકાશે.