ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ઓળખાણ પડી?
બે વખત ગુજરાતના મુખ્ય પ્રધાનપદ પર રહેલા રાજકારણીની ઓળખાણ પડી? ભરૂચમાં થયેલા ભૂકંપ વખતે તેમણે અનન્ય સેવા કાર્ય કર્યા હતા.
અ) જીવરાજ મહેતા
બ) હિતેન્દ્ર દેસાઈ
ક) ઘનશ્યામ ઓઝા
ડ) બાબુભાઇ પટેલ
ભાષા વૈભવ…
ગુજરાતી – ગુજરાતી સમાનાર્થી
શબ્દોની જોડી જમાવો
A B
વારિ કેશ
વાત તોબા, હેરાનગતિ
વામ પાણી
વાળ ડાબું
વાજ પવન, વાયુ
ગુજરાત મોરી મોરી રે
ભાખરી તો ઘઉંની જ અને શ્રી દલપતરામે પણ કવિતામાં જેના ગુણગાન ગાયા છે એ ધોળકાની આજુબાજુના કયા વિસ્તારના ઘઉં બહુ વખણાય છે?
અ) ખંભાત બ) વલ્લભીપુર ક) ભાલ ડ) ગોંડલ
જાણવા જેવું
દરિયામાં દિશા જાણવા કે દિશા બતાવનાર ઉપકરણ હોકા યંત્ર તરીકે પ્રચલિત છે. વહાણવટીઓને ઘણું ઉપયોગી સાબિત થતું આવ્યું છે. ગુજરાતમાં ઘણા પ્રાચીન સમયમાં પાણીની કુંડીમાં તેલ ભરી ધાતુની માછલી નાખી વહાણમાં દિશા જોવામાં આવતી હતી. ઇસવી સનની શરૂઆતમાં હિંદુઓએ જ્યારે જાવા પર ચઢાઈ કરેલી તે સમયે તેમણે હોકાયંત્ર વાપરેલું અને તે હજુ સુધી હયાત છે.
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
ભારતની પાડોશમાં રળિયામણો વિસ્તાર ધરાવતા કેટલાક દેશ છે. એમાંથી કયા દેશની રાજધાની થિમ્પુ છે આપેલા વિકલ્પમાંથી શોધી કાઢો.
અ) નેપાળ બ) શ્રીલંકા ક) મ્યાનમાર ડ) ભૂતાન
નોંધી રાખો
સમય અને માણસ એ બંનેને જો પારખતા આવડે તો જીવનમાં મુશ્કેલીનો સામનો કરવામાં સરળતા રહે અને તકલીફ ઓછી થાય.
માઈન્ડ ગેમ
૧૦૦ વર્ષથી વધારે સમયથી નોબેલ પ્રાઈઝ એનાયત થતા આવ્યા છે. આપેલા વિકલ્પમાંથી કયા મહાનુભાવને નોબેલ પ્રાઈઝ નથી મળ્યું?
અ) રવીન્દ્રનાથ ટાગોર બ) હરગોવિંદ ખુરાના ક) મહાત્મા ગાંધી ડ) સી વી રામન
ગયા શનિવારના જવાબ
ભાષા વૈભવ
A B
તકાદો આગ્રહપૂર્વકની ઉઘરાણી
તગેડવું નાસી જવાની ફરજ પાડવી
તજવીજ પૂછપરછ, ચકાસણી
તટસ્થ નિષ્પક્ષ, અલિપ્ત
તજજ્ઞ નિષ્ણાત, વિદ્વાન
ગુજરાત મોરી મોરી રે
કપૂર
ઓળખાણ પડી
રુદ્રવીણા
માઈન્ડ ગેમ
૧૦૦
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
ડોલતો
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) મુલરાજ કપૂર (૨) કિશોરકુમાર જીવણદાસ વેદ (૩) સુભાષ મોમાયા (૪) નીતા દેસાઈ (૫) ભારતી બુચ (૬) જ્યોત્સના ગાંધી (૭) ખુશરૂ કાપડિયા (૮) ડો. પ્રકાશ કટકિયા (૯) ભારતી પ્રકાશ કટકિયા (૧૦) નિખિલ બંગાળી (૧૧) અમીશી બંગાળી (૧૨) વિભા મહેશ્ર્વરી (૧૩) પુષ્પા પટેલ (૧૪) શ્રદ્ધા આશર (૧૫) લજિતા ખોના (૧૬) જ્યોતિ ખાંડવાલા (૧૭) પ્રવીણ વોરા (૧૮) મહેન્દ્ર લોઢાવિયા (૧૯) દેવેન્દ્ર સંપટ (૨૦) મનીષા શેઠ (૨૧) ફાલ્ગુની શેઠ (૨૨) નંદકિશોર સંજાણવાળા (૨૩) મીનળ કાપડિયા (૨૪) તાહેર ઔરંગાબાદવાલા (૨૫) શીરીન ઔરંગાબાદવાલા (૨૬) મહેશ દોશી (૨૭) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૮) વિણા સંપટ (૨૯) રજનીકાંત પટવા (૩૦) સુનીતા પટવા (૩૧) દિલીપ પરીખ (૩૨) ભાવના કર્વે (૩૩) સુરેખા દેસાઈ (૩૪) શિલ્પા શ્રોફ (૩૫) પ્રગનેશ સાહેબ (૩૬) નિતિન બજરિયા (૩૭) હર્ષા મહેતા (૩૮) જગદીશ ઠક્કર (૩૯) અંજુ ટોલિયા (૪૦) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૪૧) પુષ્પા ખોના (૪૨) ઈનાક્ષી દલાલ (૪૪) હિના દલાલ (૪૫) અબદુલ્લા એફ. મુનીમ (૪૬) જયવંત પદમશી ચિખલ