વીક એન્ડ

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…
ગુજરાતી – ગુજરાતી સમાનાર્થી
શબ્દોની જોડી જમાવો

A                B

તકાદો નિષ્પક્ષ, અલિપ્ત
તગેડવું આગ્રહપૂર્વકની ઉઘરાણી
તજવીજ નાસી જવાની ફરજ પાડવી
તટસ્થ નિષ્ણાત, વિદ્વાન
તજજ્ઞ પૂછપરછ, ચકાસણી

ઓળખાણ પડી?
દક્ષિણના રાજ્યોમાં વિશેષ વપરાતા આ તંતુ વાદ્યની ઓળખાણ પડી? સરસ્વતી વીણા તરીકેય ઓળખાતું આ વાજિંત્ર ગાતી વખતે સંગતમાં લઈ શકાય છે.
અ) નારદવીણા બ) સ્વરમંડલ વીણા ક) બ્રાહ્મી વીણા ડ) રુદ્રવીણા

ગુજરાત મોરી મોરી રે
સામાન્યપણે ઘન પદાર્થને ગરમ કરવાથી એ પ્રવાહી બને ને પ્રવાહી ગરમ કરવાથી એ વાયુ બને. કયો પદાર્થ ગરમ કર્યા પછી પ્રવાહી બન્યા વિના સીધો વાયુ સ્વરૂપમાં આવી જાય?
અ) મીણ બ) તજ ક) કપૂર ડ) ચાંદી

જાણવા જેવું
સંગીત વાજિંત્ર દ્વારા નિર્માણ થાય છે. વાજિંત્ર મુખ્યત્વે ચાર પ્રકારનાં હોય છે: તંતુવાદ્ય, ચર્મવાદ્ય અથવા આનદ્ધવાદ્ય, સુષિર અથવા કંઠવાદ્ય તથા ઘન અથવા હસ્તવાદ્ય. આ પ્રકારનાં વાજિંત્રોમાં બીન, મોરલી, જલતરંગ, મૃદંગ, ખંજરી, ડફ, ઢોલ, શંખ, ઘંટા, ઝાલર, કિરતાલ, સારંગી, મંજીરાં, શરણાઈ, સૂરમંડળ, સરોદ, બંસી વગેરેનો સમાવેશ થાય છે.

ચતુર આપો જવાબ
સન્નારીઓને અત્યંત પ્રિય એવા લોકગીતમાં ખૂટતો
શબ્દ ઉમેરો.
આજ રે સપનામાં મેં તો ———— ડુંગર દીઠો જો.
માથું ખંજવાળો
અ) ઊંચેરો બ) ગર્વીલો ક) ડોલતો ડ) ટટ્ટાર

નોંધી રાખો
સંજોગો આપણને ટટ્ટાર પણ રાખે અને વખત આવ્યે નમાવી પણ દે. જોકે, નમવું કેવળ એવા જ લોકોને જેઓ કોઈને નમાવવાની જીદ લઈને ન બેઠા હોય.

માઈન્ડ ગેમ
સંખ્યા ૪૮ની ૨૫% રકમને પાંચ વડે ગુણ્યા બાદ એમાં ૪૦ ઉમેરવાથી કઈ સંખ્યા મળે એ સાવચેતીથી ગણતરી કરીને જણાવો.
અ) ૭૩ બ) ૧૬૫
ક) ૧૦૦ ડ) ૯૨

ગયા શનિવારના જવાબ
ભાષા વૈભવ

 A                      B

ફાલ ફસલ
ફાળ ફડક
ફાળકો દોરા વીંટવાનું સાધન
ફળિયું આંગણું
ફાળિયું પંચિયું

ગુજરાત મોરી મોરી રે
બાષ્પીભવન

ઓળખાણ પડી
બુલબુલ તરંગ

માઈન્ડ ગેમ
૨ કરોડ ૧૦ લાખ

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
મેળવણીથી

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) મુલરાજ કપૂર (૨) કિશોરકુમાર જીવણદાસ વેદ (૩) સુભાષ મોમાયા (૪) નીતા દેસાઈ (૫) ભારતી બુચ (૬) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૭) અમીશી બંગાળી (૮) લજિતા ખોના (૯) ખુશરૂ કાપડિયા (૧૦) પુષ્પા પટેલ (૧૨) મહેન્દ્ર લોઢાવિયા (૧૩) હર્ષા મહેતા (૧૪) શ્રદ્ધા આશર (૧૫) વિભા મહેશ્ર્વરી (૧૬) મહેશ સંઘવી (૧૭) જયોતિ ખાંડવાલા (૧૮) તાહેર ઔરંગાબાદવાલા (૧૯) શીરીન ઔરંગાબાદવાલા (૨૦) પ્રવીણ વોરા (૨૧) મીનળ કાપડિયા (૨૨) અબદુલ્લા એફ. મુનીમ (૨૩) મનીષા શેઠ (૨૪) ફાલ્ગુની શેઠ (૨૫) મહેશ દોશી (૨૬) સુરેખા દેસાઈ (૨૭) ભાવના કર્વે (૨૮) રજનીકાંત પટવા (૨૯) સુનીતા પટવા (૩૦) વિણા સંપટ (૩૧) દેવેન્દ્ર સંપટ (૩૨) અંજુ ટોલિયા (૩૩) દિલીપ પરીખ (૩૪) નીતિન બજરિયા (૩૫) જગદીશ ઠક્કર (૩૬) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૩૭) કલ્પના આશર (૩૮) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૩૯) ડો. પ્રકશ કટકિયા (૪૦) ભારતી પ્રકાશ કટકિયા (૪૧) નયના ગિરીશ મિસ્ત્રી (૪૨) અરવિંદ કામદાર (૪૩) જ્યોત્સના ગાંધી (૪૪) ઈનાક્ષી દલાલ (૪૫) રમેશ દલાલ (૪૬) હિના દલાલ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button