ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
ગુજરાતી – ગુજરાતી સમાનાર્થી
શબ્દોની જોડી જમાવો
A B
ઘર નુકસાન
ઘરવખરી મકાન માલિક
ઘરધણી આવાસ
ઘસારો ધમાચકડી
ઘમસાણ રાચરચીલું
ઓળખાણ પડી?
શાસ્ત્રીય નૃત્યમાં તાલીમ તથા સાધનાની ફલશ્રુતિ રૂપે યોજાતો દીક્ષા સમારંભ કયા નામથી ઓળખાય છે? સૌપ્રથમ વાર રંગમંચ
પર જાહેરમાં નૃત્યકારનું પદાર્પણ તે વખતે
થાય છે.
અ) નૃત્યકમ બ) આરંગેત્રમ ક) નટુવાન્ગમ ડ) આર્ધનમ
ગુજરાત મોરી મોરી રે
સૂરજના કિરણનું ચોક્કસ પ્રકારના કાચમાંથી પસાર થઈ ‘જાનીવાલીપીનારા’ તરીકે ઓળખાતા સાત રંગમાં વિઘટન થાય છે. એ કાચનું નામ કહો.
અ) બિલોરી કાચ બ) દુધિયો કાચ ક) ત્રિપાર્શ્ર્વ કાચ ડ) ટફન કાચ
જાણવા જેવું
અવકાશમાં યાત્રા કરનાર વિશ્ર્વની પહેલી મહિલાની સિદ્ધિ સોવિયેત અવકાશયાત્રી વેલેન્તિના તેરેશ્કોવાના નામે છે. આવેલી ૪૦૦ અરજીમાંથી અવ્વલ સાબિત થયેલી વેલેન્તિના ૧૬ જૂન, ૧૯૬૩ના દિવસે અંતરિક્ષમાં ગયેલા વોસ્ટોક – ૬ અવકાશયાનમાં સવાર થઈ ત્યારે એની ઉંમર ૨૬ વર્ષની હતી. અવકાશમાં એકલી ગયેલી સ્ત્રીનું આ એકમાત્ર ઉદાહરણ છે.
ચતુર આપો જવાબ
આપેલા વિકલ્પોમાંથી ક્યા શબ્દનો અર્થ કામ
કરવાની ઈચ્છા નહીં રાખનાર કે આળસુ થાય છે એ શોધી કાઢો.
માથું ખંજવાળો
અ) એબ
બ) કારસો
ક) એદી
ડ) સાલસ
નોંધી રાખો
જીવનનું અણમોલ સત્ય કહો તો સત્ય અને મહામૂલું જ્ઞાન કહો તો જ્ઞાન એ છે કે તમે ક્યારે સાચા હતા એ કોઈ યાદ નહીં રાખે અને તમે ક્યારે ખોટા હતા એ કોઈ ભૂલશે નહીં.
માઈન્ડ ગેમ
બે વર્ષ પછી સૌરીનની ઉંમર આજથી પાંચ વર્ષ પહેલા હતી એથી બમણી થઈ જશે. સૌરીન અત્યારે કેટલા વર્ષનો છે એ ગણતરી કરીને કહી શકશો?
અ) ૭ બ) ૯
ક) ૧૨ ડ) ૧૬
ગયા શનિવારના જવાબ
A B
ધૂર્ત લુચ્ચું
ધૂમ્ર ધુમાડો
ધૃષ્ટ ઉદ્ધત, બેશરમ
ધેનુ ગાય
ધોલ તમાચો
ગુજરાત મોરી મોરી રે
૧૯૭૦
ઓળખાણ પડી
એસ. સોમનાથ
માઈન્ડ ગેમ
૧૬,૪૨,૭૦,૯૯૨
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
મથુરા
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવનણદાસ વેદ (૨) સુભાષ મોમાયા (૩) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૪) નીતા દેસાઈ (૫) શ્રદ્ધા આશર (૬) ડો. પ્રકાશ કટકિયા (૭) ભારતી પ્રકાશ કટકિયા (૮) ભારતી બુચ (૯) નિખિલ બંગાળી (૧૦) પુષ્પા પટેલ (૧૧) અમીષી બંગાળી (૧૨) ખુશરૂ કાપડિયા (૧૩) લજિતા ખોના (૧૪) વિભા મહેશ્ર્વરી (૧૫) મીનળ કાપડિયા (૧૬) જ્યોતિ ખાંડવાલા (૧૭) નંદકિશોર સંજાણવાળા (૧૮) મનીષા શેઠ (૧૯) ફાલ્ગુની શેઠ (૨૦) મહેન્દ્ર લોઢાવિયા (૨૧) હર્ષા મહેતા (૨૨) રમેશ દલાલ (૨૩) હિના દલાલ (૨૪) ઈનાક્ષી દલાલ (૨૫) જ્યોત્સના ગાંધી (૨૬) વિણા સંપટ (૨૭) પ્રવીણ વોરા (૨૮) દેવેન્દ્ર સંપટ (૨૯) મહેશ દોશી (૩૦) શિલ્પા શ્રોફ (૩૧) ભાવના કર્વે (૩૨) દિલીપ પરીખ (૩૩) રજનીકાંત પટવા (૩૪) પ્રવીણ વોરા (૩૫) નિતીન બજરિયા (૩૬) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૩૭) નયના ગિરીશ મિસ્ત્રી (૩૮) જગદીશ ઠક્કર (૩૯) અબદુલ્લા એફ. મુનીમ (૪૦) શીરીન ઔરંગાબાદવાલા (૪૧) તાહેર ઔરંગાબાદવાલા (૪૨) અરવિંદ કામદાર