વીક એન્ડ

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…
ગુજરાતી – ગુજરાતી સમાનાર્થી
શબ્દોની જોડી જમાવો
A B
ધૂર્ત ગાય
ધૂમ્ર ઉદ્ધત, બેશરમ
ધૃષ્ટ તમાચો
ધેનુ ધુમાડો
ધોલ લુચ્ચું

ઓળખાણ પડી?
તાજેતરના વર્ષોમાં ભારતે અવકાશ વિજ્ઞાનમાં મેળવેલી સિદ્ધિમાં ‘ઈસરો’નું અનન્ય યોગદાન છે. હાલના ‘ઈસરો’ના અધ્યક્ષની ઓળખાણ પડી?
અ) કે. સિવન બ) નમ્બી નારાયણ ક) એસ. સોમનાથ ડ) શૈલેષ નાયક

ગુજરાત મોરી મોરી રે
ગુજરાત સ્વતંત્ર રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યા બાદ શરૂઆતમાં અમદાવાદ એનું પાટનગર હતું. કયા વર્ષે ગાંધીનગર ગુજરાતની રાજધાની બન્યું એ જણાવો.
અ) ૧૯૬૫ બ) ૧૯૬૮ ક) ૧૯૭૦ ડ) ૧૯૮૨

જાણવા જેવું
ડાંગમાં ૧૮૨૫માં બ્રિટિશ હકૂમત સ્થપાઈ તે પૂર્વે આ પ્રદેશ લગભગ સ્વતંત્ર હતો. સમગ્ર જિલ્લો ચાર ભીલ રાજાઓ અને દસ નાયકોને તાબે હતો. તેમનો નિર્વાહ આબકારી જકાત, જમીનમહેસૂલ, ચરાઈકર, હળવેરો વગેરેની આવક દ્વારા થતો હતો. ૧૮૪૨થી અંગ્રેજ સરકારે તેમનાં જંગલો તથા પ્રદેશનો વહીવટ સંભાળ્યો અને રાજાઓને પેન્શન કે સાલિયાણું આપીને સ્થિર આવક દ્વારા તેમની લૂંટફાટની પ્રવૃત્તિને અંકુશમાં રાખી હતી.

ચતુર આપો જવાબ
મહારાજા જયસિંહ બીજાએ અવકાશ વિજ્ઞાનના અભ્યાસ માટે ૧૮મી સદીમાં પાંચ જંતરમંતર બનાવ્યા હતા. દિલ્હી, જયપુર, વારાણસી અને ઉજ્જૈન ઉપરાંત પાંચમું ક્યા શહેરમાં બનાવ્યું હતું?
માથું ખંજવાળો
અ) કાનપુર
બ) ભોપાલ ક) મથુરા
ડ) લખનઉ

નોંધી રાખો
જ્ઞાન બે પ્રકારના હોય છે. એક છે શબ્દો દ્વારા મેળવેલું અને ગોખીને યાદ રાખેલું જ્ઞાન અને બીજું છે સ્વાનુભવથી સમજાયેલું જ્ઞાન. બીજા પ્રકારનું જ્ઞાન દુર્લભ માનવામાં આવે છે.

માઈન્ડ ગેમ
બત્રીસ કરોડ પાંચ લાખ ચુંમોતેર હજાર સાતસો ચોર્યાસીમાંથી જો પંદર કરોડ ત્રેસઠ લાખ ત્રણ હજાર સાતસો બાણુંની બાદબાકી કરવામાં આવે તો બાકી રહેલી રકમ જણાવો.
અ) ૧૫,૮૬,૫૩,૭૯૮ બ) ૧૬,૬૬,૪૫,૩૨૭ ક) ૧૬,૪૨,૭૦,૯૯૨ ડ) ૧૭,૦૫, ૩૪, ૮૫૬

ગયા શનિવારના જવાબ
ભાષા વૈભવ
A B
માને મંદિરીયે માળીડો આવે માના ગજરા લઈ આવે
માને મંદિરીયે સોનીડો આવે માના ઝાંઝર લઈ આવે
માને મંદિરીયે સુથારી આવે માના બાજોઠ લઈ આવે
માને મંદિરીયે કસુંબી આવે માની ચૂંદડી લઈ આવે
માને મંદિરીયે ઘાંચીડો આવે માના દીવડાં લઈ આવે

ગુજરાત મોરી મોરી રે
દ્વારકા

ઓળખાણ પડી
મુસા પાઈક

માઈન્ડ ગેમ
કાલંદરી

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
માડી તું બિરાજે

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
૧). સુભાષ મોમાયા ૨). કિશોરકુમાર જીવણદાસ વેદ ૩). નીતા દેસાઇ ૪). શ્રદ્ધા આસર ૫). ભારતી બૂચ ૬). પુષ્પા પટેલ ૭). નિખીલ બેન્ગાલી ૮). અમીષી બેન્ગાલી ૯). મીનલ કાપડિયા ૧૦). વિભા મહેશ્ર્વરી ૧૧). લજીતા ખોના ૧૨). જ્યોતિ ખાંડવાલા ૧૩). ડૉ. પ્રકાશ કટકિયા ૧૪). ભારતી પ્રકાશ કટકિયા
૧૫). મહેન્દ્ર લોઢાવિયા ૧૬). ખુશરુ કાપડિયા ૧૭). દેવેન્દ્ર સંપટ ૧૮). મનીષા શેઠ ૧૯). ફાલ્ગુની શેઠ ૨૦). પ્રવીણ વોરા ૨૧). નંદકિશોર સંજાણવાળા
૨૨). વિણા સંપટ ૨૩). હર્ષા મહેતા ૨૪). મહેશ સંઘવી ૨૫). હિરા જશવંતરાય શેઠ ૨૬). અંજુ ટોલિયા ૨૭). મહેશ દોશી ૨૮). ભાવના કર્વે ૨૯). રજનિકાન્ત પટવા ૩૦). દિલિપ પરીખ ૩૧). નિતિન જે. બજરિયા ૩૨). સુનિતા પટવા ૩૩). સુરેખા દેસાઇ ૩૪). શિલ્પા શ્રોફ ૩૫). રસિક જૂથાણી (ટોરન્ટો, કેનેડા), ૩૬). શીરીન ઔરંગાબાદવાલા ૩૭). તાહેર ઔરંગાબાદવાલા ૩૮). અબદુલ્લા એફ. મુનીમ ૩૯). રમેશ દલાલ ૪૦). હિના દલાલ ૪૧). ઇનાક્ષી દલાલ ૪૨). જ્યોત્સના ગાંધી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button