ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
ગુજરાતી – ગુજરાતી સમાનાર્થી
શબ્દોની જોડી જમાવો
A B
માને મંદિરીયે માળીડો આવે માની ચૂંદડી લઈ આવે
માને મંદિરીયે સોનીડો આવે માના ગજરા લઈ આવે
માને મંદિરીયે સુથારી આવે માના દીવડાં લઈ આવે
માને મંદિરીયે કસુંબી આવે માના ઝાંઝર લઈ આવે
માને મંદિરીયે ઘાંચીડો આવે માના બાજોઠ લઈ આવે
ઓળખાણ પડી?
‘ગોરી ગોરી, ગોકુળ ગામની છોરી’ અને ’આજનો ચાંદલિયો મને બહુ લાગે વહાલો’ જેવા સુપરહિટ ગરબા ગીત ગાનારા અલબેલા ગાયકની ઓળખાણ પડી?
અ) ઉમેશ બારોટ બ) ઓસમાણ મીર ક) મુસા પાઈક ડ) પાર્થિવ ગોહિલ
ગુજરાત મોરી મોરી રે
ગર્ભગૃહમાં રુકમણીની મૂર્તિ ધરાવતું રુકમણી દેવી મંદિર ગુજરાતના કયા જિલ્લામાં સ્થિત છે એ જણાવો. મંદિરમાં બાહ્ય દીવાલો પર દેવો અને દેવીઓનાં શિલ્પો કોતરેલાં છે.
અ) કચ્છ બ) સાબરકાંઠા ક) જૂનાગઢ ડ) દ્વારકા
જાણવા જેવું
તાળી એટલે બે હથેળીઓને એકબીજા સાથે અફાળવાથી થતો અવાજ. તાળી પડવી એટલે હે બોલાવી, ફજેતી થવી, મશ્કરી થવી કે સી થવી. જોકે, તાળી પાડવી એટલે ઉત્તેજન આપવું અથવા જે બોલાવવી. તાળી વાગવી એટલે આણ ફરવી, સત્તા હોવી કે હુકમ ચાલવો. એ સિવાય ગરબા ગાવા એવોય અર્થ છે. તાળીનો અવાજ એટલે લોકોનાં વખાણ જ્યારે હાથ તાળી દઈ નાસી જવું એટલે વચનભંગ કરવો.
ચતુર આપો જવાબ
ગરબાની પંક્તિ પૂરી કરો
માડી તારા મંદિરીયામાં ઘંટારવ ગાજે,
ઊંચા ઊંચા ડુંગરીયામાં —————-
માથું ખંજવાળો
અ) માડી તારો પ્રભાવ છે બ) માડી તું બિરાજે
ક) ભક્તિનો ભાવ છે ડ) ઢોલ તારા બાજે
નોંધી રાખો
ચમકે છે નભમાં જેટલાં તારા, હો સપનાં તે એટલાં મનમાં, આજની આ પૂનમ છે જેવી રૂપાળી, એવું જ રૂપ મારા તનમાં, જોજે થાયે ના આજે પ્રભાત, મારી પ્રીતમ સાથે છે મુલાકાત.
માઈન્ડ ગેમ
‘છોગાળા તારા, હો રે છબીલા તારા, હો રે રંગીલા તારા રંગભેરૂ જુએ તારી વાટ’ આ અત્યંત લોકપ્રિય ગરબા ગીતમાં શરૂઆતમાં કઈ નદીનો ઉલ્લેખ આવે છે?
અ) સરસ્વતી બ) કાલંદરી
ક) ગોદાવરી ડ) કાવેરી
ગયા શનિવારના જવાબ
ભાષા વૈભવ
A B
ચકતી ગોળ તકતી
ચકતું ગોળ કે ચોરસ ઢેફું
ચકચાર ચર્ચા, પૂછપરછ
ચકચૂર નશામાં ગરક
ચકમક તકરાર, કજિયો
ગુજરાત મોરી મોરી રે
પાણી
ઓળખાણ પડી
અજય બંગા
માઈન્ડ ગેમ
૩,૬૭,૫૩,૮૮૭
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
અમર્ત્ય સેન
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) સુભાષ મોમાયા (૩) મુલરાજ કપૂર (૪) નીતા દેસાઈ (૫) ભારતી બુચ (૬) શ્રદ્ધા આશર (૭) ખુશરૂ કાપડિયા (૮) ડૉ. પ્રકાશ કટકિયા (૯) ભારતી પ્રકાશ કટકિયા (૧૦) વિભા મહેશ્ર્વરી (૧૧) જ્યોતી ખાંડવાલા (૧૨) પુષ્પા પટેલ (૧૩) મીનળ કાપડિયા (૧૪) હર્ષા મહેતા (૧૫) અમીષી બંગાળી (૧૬) નિખિલ બંગાળી (૧૭) તાહેર ઔરંગાબાદવાલા (૧૮) શીરીન ઔરંગાબાદવાલા (૧૯) અબદુલ્લા એફ મુનીમ (૨૦) પ્રવીણ વોરા (૨૧) મહેન્દ્ર લોઢાવીયા (૨૨) મનીષા શેઠ (૨૩) ફાલ્ગુની શેઠ (૨૪) ભાવના કર્વે (૨૫) રજનીકાંત પટવા (૨૬) સુનીતા પટવા (૨૭) અરવિંદ કામદાર (૨૮) કલ્પના આશર (૨૯) જગદીશ ઠક્કર (૩૦) મહેશ દોશી (૩૧) સુરેખા દેસાઈ (૩૨) વિણા સંપટ (૩૩) દેવેન્દ્ર સંપટ (૩૪) જયવંત પદમશી ચિખલ (૩૫) શિલ્પા શ્રોફ (૩૬) દિલીપ પરીખ (૩૭) નીતિન જે. બજરીયા (૩૮) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૩૯) જ્યોત્સના ગાંધી (૪૦) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૪૧) હિના દલાલ (૪૨) રમેશ દલાલ (૪૩) ઈનાક્ષી દલાલ (૪૪) હીરાબેન જશુભાઈ શેઠ (૪૫) મહેશ સંઘવી (૪૬) અંજુ ટોલીયા (૪૭) નયના ગિરીશ મિસ્ત્રી (૪૮) દેવેન્દ્ર સંપટ (૪૯) વિણા સંપટ (૫૦) હેમા હરીશ ભટ્ટ