વીક એન્ડ

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…
ગુજરાતી – ગુજરાતી સમાનાર્થી
શબ્દોની જોડી જમાવો
A B
ચકતી ચર્ચા, પૂછપરછ
ચકતું તકરાર, કજિયો
ચકચાર ગોળ કે ચોરસ ઢેફું
ચકચૂર ગોળ તકતી
ચકમક નશામાં ગરક

ઓળખાણ પડી?
જૂનમાં પ્રતિષ્ઠિત વર્લ્ડ બેન્કના પ્રેસિડેન્ટ પદ પર નિયુક્ત થયેલા ભારતીય અમેરિકનની ઓળખાણ પડી? અગાઉ આઇએમએફના પ્રમુખપદે પણ તેઓ રહી ચૂક્યા છે.
અ) દેવેશ કપૂર બ) રાજા કૃષ્ણમૂર્તિ ક) અજય બંગા ડ) રો ખન્ના

ગુજરાત મોરી મોરી રે
માનવ જીવનની જરૂરિયાત ગણાતી વીજળીનું ઉત્પાદન વિવિધ પદ્ધતિઓ દ્વારા કરવામાં આવે છે. હાઈડ્રો ઇલેક્ટ્રિસિટીમાં શેનો ઉપયોગ કરવામાં આવે છે એ જણાવો.
અ) કોલસો બ) હાઈડ્રોજન ક) માટી ડ) પાણી

જાણવા જેવું
આલ્ફ્રેડ નોબેલ દ્વારા પ્રસ્થાપિત ફંડની આવકમાંથી ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, દેહધર્મવિદ્યા અથવા આયુર્વિજ્ઞાનમાં સૌથી વધુ અગત્યની શોધ માટે તથા આદર્શવાદી ઉત્કૃષ્ટ સાહિત્યિક સર્જન માટે અને આંતરરાષ્ટ્રીય શાંતિ માટે સૌથી અસરકારક કાર્ય બદલ પુરસ્કાર અપાય છે. પાંચ પુરસ્કારોની શરૂઆત ૧૯૦૧માં થઈ. ૧૯૬૮માં અર્થવિજ્ઞાન માટે નોબેલ સ્મૃતિ પુરસ્કારની સ્થાપના પણ કરવામાં આવી હતી.

ચતુર આપો જવાબ
ક્યા ભારતીય અર્થશાસ્ત્રીને સમાજ કલ્યાણને અર્થતંત્રમાં સમાવેશ કરવા માટે નોબેલ પ્રાઈઝ મળ્યું હતું એ આપેલા વિકલ્પમાંથી શોધી કાઢી જણાવી શકશો?
માથું ખંજવાળો
અ) અમર્ત્ય સેન બ) રઘુરામ રાજન ક) કનિકા ભટનાગર ડ) અભિજીત બેનરજી

નોંધી રાખો
સમુદ્રને અભિમાન હતું કે એ સમગ્ર વિશ્ર્વને ડૂબાડી શકવાની તાકાત ધરાવે છે, પણ એટલામાં એક તેલનું ટીપું આવ્યું અને એના પર અત્યંત સહેલાઈથી તરીને નીકળી ગયું.

માઈન્ડ ગેમ
અગિયાર કરોડ આઠ લાખ બે હજાર પંચોતેરમાંથી જો સાત કરોડ ચાલીસ લાખ ઉડતાલીસ હજાર એકસો અઠ્યાસીની બાદબાકી કરવામાં આવે તો બાકી રહેલી રકમ જણાવો.
અ) ૧૮,૪૮,૫૦,૨૬૩ બ) ૩,૫૪,૭૬,૨૯૫ ક) ૩,૬૭,૫૩,૮૮૭ ડ) ૩,૭૫,૬૬,૫૫૨

ગયા શનિવારના જવાબ
ભાષા વૈભવ
A B
ખંધું લુચ્ચું
ખાકટી કાચી કેરી
ખાજલી વાનગી
ખાટકી કસાઈ
ખાટવું નફો, ફાયદો થવો

ગુજરાત મોરી મોરી રે
આંકડાશાસ્ત્ર

ઓળખાણ પડી
નેતાજી એક્સપ્રેસ

માઈન્ડ ગેમ
૩,૬૭,૫૦,૦૦૦

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
ટંગસ્ટન

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કશોરકુમાર જીવણદાસ વેદ (૨) સુભાષ મોમાયા (૩) નીતા દેસાઈ (૪) શ્રદ્ધા આશર (૫) ભારતી બુચ (૬) ભારતી પ્રકાશ કટકિયા (૭) ડો. પ્રકાશ કટકિયા (૮) ખુશરૂ કાપડિયા (૯) તાહેર ઔરંગાબાદવાલા (૧૦) શીરીન ઔરંગાબાદવાલા (૧૧) અબદુલ્લા એફ. મુનીમ (૧૨) પુષ્પા પટેલ (૧૩) વિભા મહેશ્ર્વરી ૧૪). હર્ષા મહેતા ૧૫). મીનળ કાપડિયા ૧૬). પ્રવીણ વોરા ૧૭). જ્યોતિ ખાંડવાલા ૧૮). અમીષી બેન્ગાલી ૧૯). નિખીલ બેન્ગાલી ૨૦). નંદકિશોર સંજાણવાળા ૨૧). મનીષા શેઠ ૨૨) ફાલ્ગુની શેઠ ૨૩). કલ્પના આસર ૨૪). રજનિકાન્ત પટવા ૨૫). સુનીતા પટવા ૨૬). વીણા સંપટ ૨૭). દેવેન્દ્ર સંપટ ૨૮). મહેશ દોશી ૨૯). ભાવના કર્વે ૩૦). મહેન્દ્ર લોઢાવિયા ૩૧). દિલીપ પરીખ ૩૨). રસિક જૂથાણી (ટોરેન્ટો, કેનેડા) ૩૩). ગિરીશ બાબુભાઇ મિસ્ત્રી ૩૪). નયના ગિરીશ મિસ્ત્રી ૩૫). સુરેખા દેસાઇ ૩૬). રમેશ દલાલ ૩૭). હિના દલાલ ૩૮). ઇનાક્ષી દલાલ ૩૯). જ્યોત્સના ગાંધી ૪૦). અરવિંદ કામદાર

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button