ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ઓળખાણ પડી?
વિશ્ર્વની સૌથી ઊંચી ઈમારતની ખ્યાતિ ધરાવતા બિલ્ડિંગની ઓળખાણ પડી? ૨૦૧૦માં એનું બાંધકામ પૂર્ણ થયું ત્યારે એની ઊંચાઈ ૨૭૨૨ ફૂટની હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
અ) ટિયંજીન સીટીએફ
બ) શાંઘાઈ ટાવર
ક) પેટ્રોનાસ ટાવર
ડ) બુર્જ ખલિફા
ભાષા વૈભવ…
ગુજરાતી – ગુજરાતી સમાનાર્થી
શબ્દોની જોડી જમાવો
A B
નિજ રોજનું
નિત્ય આંખનો પલકારો
નિકંદન પોતાનું
નિકેતન નાશ
નિમિષ ઘર
ગુજરાત મોરી મોરી રે
મજેદાર બાળગીતની પંક્તિ પૂરી કરો.
‘ખાય જે ગાંઠિયા, ભાંગે એના ટાંટિયા, ઊભો રે’જે મારા ———–.
અ) સાથિયા બ) કાઠિયા ક) પિટીયા ડ) રેંટિયા
જાણવા જેવું
ધોરી માર્ગ (હાઈવે) સાથે સંપર્કમાં આવ્યા વિના વિશ્ર્વની સૌથી લાંબી સડક કેનેડાના ઓન્ટારિયો પ્રાંતમાં આવી છે. યોંગ સ્ટ્રીટ તરીકે જાણીતી આ સડક ૧૮૯૬ કિલોમીટર (૧૧૭૮ માઈલ) લાંબી છે. આ માર્ગ પર પરેડ થાય છે અને પ્રોટેસ્ટ એટલે કે વિરોધ નોંધાવવા પણ લોકો ઊતરે છે.
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
મોડર્ન ઓલિમ્પિકસનો પ્રારંભ ૧૮૯૬માં થયો હતો. ૨૦૨૮ના ઓલિમ્પિક રમતોત્સવનું આયોજન કયા દેશમાં થવાનું છે એ જણાવો.
અ) ઓસ્ટ્રેલિયા બ) ઈટલી
ક) જર્મની
ડ) યુએસએ
નોંધી રાખો
યાદ રાખજો, અભિમાનમાં રાચતો મનુષ્ય ભલે કહે કે મને કોઈની જરૂર નથી, પણ અનુભવ કહે છે કે જરૂર તો ધૂળની પણ પડે છે.
માઈન્ડ ગેમ
ઓલિમ્પિક્સની હોકી સ્પર્ધામાં કુલ ૮ ગોલ્ડ મેડલ મેળવનારી ભારતીય હોકી ટીમને છેલ્લો સુવર્ણચંદ્રક કયા ઓલિમ્પિક્સમાં મળ્યો હતો?
અ) બર્લિન બ) મેક્સિકો સિટી
ક) મોસ્કો ડ) બાર્સિલોના
ગયા શનિવારના જવાબ
ભાષા વૈભવ
A B
કંકટ આયુધ
કંકણ ચૂડી
કંકર નાનો પથ્થર
કસક હળવી પીડા
કવટ બારણું
ગુજરાત મોરી મોરી રે
દલડાં
ઓળખાણ પડી
માર્ક સ્પિટ્ઝ
માઈન્ડ ગેમ
ઈંગ્લેન્ડ
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
ઉમરગામ