ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ઓળખાણ પડી?
રણજી ટ્રોફી સ્પર્ધામાં ૬૦૦થી વધુ વિકેટ મેળવવા છતાં એક પણ ટેસ્ટ મેચ રમવાની તક નહોતી મળી એ સ્પિન બોલરની ઓળખાણ પડે છે?
અ) બિશન સિંહ બેદી બ) પદ્માકર શિવલકર ક) રાજીન્દર ગોયલ ડ) વી વી કુમાર
ભાષા વૈભવ…
ગુજરાતી – ગુજરાતી સમાનાર્થી
શબ્દોની જોડી જમાવો
A B
શ્રેય જોડેલું
શ્ર્લેષ કલ્યાણ
શ્ર્લાઘા સફેદ
શ્ર્લિષ્ટ આલિંગન
શ્ર્વેત વખાણ
ગુજરાત મોરી મોરી રે
પ્રખ્યાત ગુજરાતી ગીતની પંક્તિ પૂરી કરો.
‘એજી તારા ———– પૂછી કોઈ આવે રે એને આવકારો મીઠો આપજે રે.’
અ) હાલહવાલ બ) સરનામું ક) જાણકારી ડ) આંગણિયા
જાણવા જેવું
વરાળ એટલે ૧૦૦ ડિગ્રી સેન્ટિગ્રેડ તાપમાન પર પાણી ગરમ થતાં તેનું વાયુ રૂપે થતું રૂપાંતર. વરાળના વાદળાં બને છે અને તેને ઠંડી હવા લાગતા વરસાદ રૂપે પાણી થઈને પૃથ્વી પર પડે છે. પાણી જ્યારે વરાળ થાય છે ત્યારે વરાળને પાણી કરતાં ૧૬૦૦ ગણી જગ્યા જોઈએ છીએ.
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
પશ્ર્ચિમ રેલવે ઉપનગર રેલવે ટ્રેન સર્વિસમાં ચર્ચગેટ – વિરાર વચ્ચે (બંનેનો સમાવેશ કરીને) કુલ કેટલા સ્ટેશન આજની તારીખમાં છે એ કહી શકશો?
અ) ૨૪
બ) ૨૭
ક) ૨૯
ડ) ૩૦
નોંધી રાખો
ભૂલ જિંદગીનો કાગળ છે અને સંબંધ આખી ચોપડી છે. જરૂર પડે તો કાગળ ફાડી નાખજો પણ આખી ચોપડી ક્યારેય નહીં ગુમાવતા.
માઈન્ડ ગેમ
૨૦૨૦માં ઓલિમ્પિક્સ રમતોત્સવનું આયોજન જાપાનના ટોક્યો શહેરમાં થયું હતું. એ વખતે ભારતે કુલ કેટલા મેડલ મેળવ્યા હતા એ જણાવો.
અ) ૪ બ) ૫
ક) ૭ ડ) ૮
ગયા શનિવારના જવાબ
ભાષા વૈભવ
A B
નાણવું પરીક્ષા કરવી
નાથવું અંકુશમાં લાવવું
નાબૂદ સમૂળગું ખલાસ
નામોશી બેઆબરૂ
નાદાર દેવાળિયું
ગુજરાત મોરી મોરી રે
સૂરજ
ઓળખાણ પડી
મોહમ્મદ નિસાર
માઈન્ડ ગેમ
લિયાન્ડર પેસ
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
બિહાર