ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
ગુજરાતી – ગુજરાતી સમાનાર્થી
શબ્દોની જોડી જમાવો
A B
નાણવું બેઆબરૂ
નાથવું પરીક્ષા કરવી
નાબૂદ દેવાળિયું
નામોશી સમૂળગું ખલાસ
નાદાર અંકુશમાં લાવવું
ઓળખાણ પડી?
ભારતીય ક્રિકેટ ટીમ વતી ટેસ્ટ ક્રિકેટના એક દાવમાં પ્રથમ વાર પાંચ વિકેટ લેનારા ફાસ્ટ બોલરની ઓળખાણ પડી? આ સિદ્ધિ ઈંગ્લેન્ડ સામે નોંધાઈ હતી.
અ) મોહમ્મદ નિસાર બ) રાજીન્દર પાલ ક) દત્તુ ફડકર ડ) અમર સિંહ
ગુજરાત મોરી મોરી રે
પ્રખ્યાત ગુજરાતી ગીતની પંક્તિ પૂરી કરો.
પંખીઓએ કલશોર કર્યો, ભાઈ! ધરતીને ———– ચૂમ્યો.
અ) બાળકે બ) આકાશ ક) વહાલ ડ) સૂરજ
જાણવા જેવું
ઉત્સાહ, વેગ, સાહસ, મદ, સત્ત્વ, ગુરુત્વ, દક્ષતા અને સૂંઢ તથા દાંતના કર્મમાં કુશળ એટલાં લક્ષણવાળો હાથી કુંજર કહેવાય છે. કુંજ એટલે હાથીની હડપચી સુંદર લાગવાથી હાથીને કુંજર કહે છે. અશ્ર્વત્થામા નામનો હાથી હણાયો ત્યારે ‘નરો વા કુંજરો વા’ કહેવાયું હતું એમાં હાથીનો અર્થ જ અભિપ્રેત હતો.
ચતુર આપો જવાબ
આપણા દેશમાં કુલ ૨૮ રાજ્ય અસ્તિત્વમાં છે. છેલ્લી ગણતરી અનુસાર કયા રાજ્યમાં સાક્ષરતા દર સૌથી ઓછો છે એ કહી શકશો?
માથું ખંજવાળો
અ) ગુજરાત
બ) મિઝોરમ
ક) બિહાર
ડ) મધ્ય પ્રદેશ
નોંધી રાખો
પહેલાના સમયમાં બે માણસ ઝઘડી પડતા ત્યારે ત્રીજો છોડાવવા આવતો. આજકાલ જમાનો એવો આવ્યો કે ત્રીજો આવી વીડિયો ઉતારવા માંડે છે .
માઈન્ડ ગેમ
હાલ ફ્રાન્સમાં ઓલિમ્પિક રમતોત્સવ ચાલી રહ્યો છે. ઓલિમ્પિક્સમાં ટેનિસની રમતમાં એકમાત્ર મેડલ મેળવનાર ખેલાડી કોણ છે એ જણાવો.
અ) રામનાથ કૃષ્ણન બ) મહેશ ભૂપતિ ક) વિજય અમૃતરાજ ડ) લિયાન્ડર પેસ
ગયા શનિવારના જવાબ
ભાષા વૈભવ
A B
શિશુ બાળક
શિરા નસ
શિથિલ ઢીલું
શિકસ્ત પરાજય
શીઘ્ર સત્વર
ગુજરાત મોરી મોરી રે
ઘીમાં
ઓળખાણ પડી
સર્જી બુબકા
માઈન્ડ ગેમ
શણમુગમ ચેટ્ટી
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
૧૯૮૭
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) નીતા દેસાઈ (૩) ડૉ. પ્રકાશ કટકિયા (૪) મુલરાજ કપૂર (૫) ભારતી પ્રકાશ કટકિયા (૬) સુરેખા દેસાઈ (૭) ભારતી બુચ (૮) પ્રતિમા પમાણી (૯) તાહેર ઔરંગાબાદવાલા (૧૦) શીરીન ઔરંગાબાદવાલા (૧૧) અબ્દુલ્લાહ એફ. મુનીમ (૧૨) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૧૩) અરવિંદ કામદાર (૧૪) શ્રદ્ધા આશર (૧૫) ખુશરૂ કાપડિયા (૧૬) વિભા મહેશ્ર્વરી (૧૭) લજિતા ખોના (૧૮) કિશોર બી. સંઘરાજકા (૧૯) પુષ્પા પટેલ (૨૦) જ્યોતિ ખાંડવાલા (૨૧) મહેશ દોશી (૨૨) અમીશી બંગાળી (૨૩) નિખિલ બંગાળી (૨૪) મનીષા શેઠ (૨૫) ફાલ્ગુની શેઠ (૨૬) અશોક સંઘવી (૨૭) મહેન્દ્ર લોઢાવિયા (૨૮) મીનળ કાપડિયા (૨૯) પુષ્પા ખોના (૩૦) પ્રવીણ વોરા (૩૧) નંદકિશોર સંજાણવાળા (૩૨) હર્ષા મહેતા (૩૩) ભાવના કર્વે (૩૪) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૩૫) સુનીતા પટવા (૩૬) દિલીપ પરીખ (૩૭) રજનીકાંત પટવા (૩૮) અરવિંદ કામદાર (૩૯) કલ્પના આશર (૪૦) વિણા સંપટ (૪૧) દેવેન્દ્ર સંપટ (૪૨) ગીતા ઉદ્દેશી (૪૩) શિલ્પા શ્રોફ (૪૪) સુભાષ મોમાયા (૪૫) નિતીન બજરિયા (૪૬) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૭) અલકા વાણી (૪૮) નયના ગિરીશ મિસ્ત્રી (૪૯) મહેશ સંઘવી (૫૦) જગદીશ ઠક્કર (૫૧) જ્યોત્સના ગાંધી (૫૨) રમેશ દલાલ (૫૩) ઈનાક્ષી દલાલ (૫૪) હિના દલાલ (૫૫) કમલેશ મૈઠિઆ