ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ઓળખાણ પડી?
૧૪મી સદીના વિવિધ શિલ્પો સહિત ભારતીય દૈનિક જીવન સાથે સંબંધ ધરાવતી ચીજવસ્તુઓ ધરાવતું કેળકર મ્યુઝિયમ મહારાષ્ટ્રના કયા શહેરમાં છે એ ઓળખી કાઢો.
અ) ઔરંગાબાદ બ) કોલ્હાપુર ક) પુણે ડ) સાંગલી
ભાષા વૈભવ…
ગુજરાતી – ગુજરાતી સમાનાર્થી
શબ્દોની જોડી જમાવો
A B
છજું પડ
છટકું કપટ
છળ દારૂડિયો
છારી જાળ
છાકટો ઝરુખાનું છાપરું
ગુજરાત મોરી મોરી રે
મજેદાર બાળગીતની પંક્તિ પૂરી કરો.
ચણ ચણ ———- ચણાની દાળ, ઠેકો માર્યો ઠુમકદાર
અ) ચકલી બ) બગલી ક) કાગડા ડ) પોપટ
જાણવા જેવું
વિષ એટલે જીવ લઈ લે તેવું દ્રવ્ય. ઝેર, વિખ, હળાહળ તરીકે પણ ઓળખાય છે. ઝેરના મુખ્ય ત્રણ પ્રકાર આ પ્રમાણે છે: સ્થાવર જંગમ અને દૂષિત વિષ. ઝેરની અસર ખાસ કરીને જ્ઞાનતંતુઓ પર વધારે થાય છે અને તેને લઈને શ્ર્વાસો શ્ર્વાસને લગતાં ચક્રો, ઉદરપટલનાં જ્ઞાનતંતુ અને કરોડરજ્જુના કોષોને જુદા પાડી દે છે જેથી શ્ર્વાસ લેવો મુશ્કેલ થઈ જાય છે.
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
કવિતાનો એક સમયનો ખૂબ જાણીતો પ્રકાર ‘સોનેટ’ ગુજરાતી ભાષામાં પ્રચલિત કરવાનો યશ કયા કવિના નામે છે એ જણાવી શકશો?
અ) ઝીણાભાઈ દેસાઈ બ) મણિલાલ પટેલ ક) બળવંતરાય ઠાકોર ડ) નરસિંહરાવ દિવેટિયા
નોંધી રાખો
સમય કોઈના હાથમાં નથી રહી શકતો. ‘કંઈ નહીં’ બોલતાની સાથે આપણે કશાકનું સર્જન કરી બેસીએ છીએ અને ‘કંઈ નહીં’ એ કંઈ નહીં રહેતું નથી.
માઈન્ડ ગેમ
બ્રિટિશ શાસનમાંથી ભારત મુક્ત થયું અને ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના દિવસે સ્વાતંત્ર્ય મેળવ્યું ત્યારે યુકેના વડા પ્રધાન કોણ હતા એ જણાવો.
અ) હેરલ્ડ વિલ્સન બ) ક્લેમેન્ટ એટલી
ક) વિન્સ્ટન ચર્ચિલ ડ) નેવિલ ચેમ્બરલીન
ગયા શનિવારના જવાબ
ભાષા વૈભવ
A B
દહેશત ભય
દળદર ગરીબી
દર્પણ અરીસો
દમામ ભપકો
દમદાટી ધમકી
ગુજરાત મોરી મોરી રે
ડુંગર
ઓળખાણ પડી
ગ્લોબલ વિપશ્યના પેગોડા
માઈન્ડ ગેમ
મધ્ય પ્રદેશ
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
યમુનોત્રી