વીક એન્ડ

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ઓળખાણ પડી?
મુંબઈના બોરીવલી વિસ્તારમાં ગોરાઈ વિલેજ નજીક આવેલા અને મેડિટેશન માટે જાણીતા વિશિષ્ટ સ્થળની ઓળખાણ પડી?
અ) શાંતિ મંદિર બ) કાન્હેરી કેવ્ઝ ક) નેશનલ પાર્ક ડ) ગ્લોબલ વિપશ્યના પેગોડા

ભાષા વૈભવ…
ગુજરાતી – ગુજરાતી સમાનાર્થી
શબ્દોની જોડી જમાવો
A B
દહેશત ગરીબી
દળદર ધમકી
દર્પણ ભપકો
દમામ ભય
દમદાટી અરીસો

ગુજરાત મોરી મોરી રે
પ્રખ્યાત લોકગીતની પંક્તિ પૂરી કરો.
આજ રે સપનામાં મેં તો ડોલતો ———- દીઠો જો.
અ) ડોલરિયો બ) મોરલો ક) વાલમ ડ) ડુંગર

જાણવા જેવું
પંચમઢી મધ્ય પ્રદેશનું જાણીતું ગિરિમથક, આરોગ્યધામ તથા રાજ્યનું ઉનાળુ પાટનગર છે. ૬૦ ચોરસ કિલોમીટરમાં વિસ્તરેલું આ ગિરિમથક સમુદ્ર સપાટીથી ૧૦૬૭ મીટર ઊંચાઈ પર વસેલું છે. ભૂપૃષ્ઠના ઊંચાણ – નીચાણની વિવિધતા ધરાવતું પંચમઢી સાતપુડાની ટેકરીઓથી બનેલા રકાબી આકારના પારણાની ગોદમાં સૂતેલા શિશુ જેવું લાગે છે.

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
આપણા દેશમાં બધું મળીને ૧૨ જ્યોતિર્લિંગ છે. અહીં આપેલા વિકલ્પમાંથી કયા સ્થળ પર જ્યોતિર્લિંગ નથી એ ઓળખી કાઢો.
અ) ભીમાશંકર
બ) મલ્લિકાર્જુન
ક) સોમનાથ
ડ) યમુનોત્રી

નોંધી રાખો
જીવનમાં સંયમ
અને સદાચાર અત્યંત મહત્ત્વ ધરાવે છે. એ બંને જ્યાં સુધી ન આવે ત્યાં સુધી પુસ્તકમાં રહેલું જ્ઞાન કામ લાગશે નહીં.

માઈન્ડ ગેમ
મહેશ્ર્વરી સાડી અને વિવિધ મંદિરો ધરાવતું નર્મદા નદીના કાંઠે આવેલું અને સહેલાણીઓમાં માનીતું મહેશ્વર શહેર કયા રાજ્યમાં સ્થિત છે?
અ) ઉત્તર પ્રદેશ બ) ગુજરાત ક) મહારાષ્ટ્ર ડ) મધ્ય પ્રદેશ

ગયા શનિવારના જવાબ
ભાષા વૈભવ
A B
શીળો છાંયો
શીઘ્ર સત્વર
શુચિ પવિત્ર
શૂધ ભાન
શૂળ કાંટો

ગુજરાત મોરી મોરી રે
ધરમ

ઓળખાણ પડી
સ્વિટ્ઝર્લેન્ડ

માઈન્ડ ગેમ
મોનેકો

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
નેપાળ

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) મુલરાજ કપૂર (૩) સુભાષ મોમાયા (૪) ડૉ. પ્રકાશ કટકિયા (૫) તાહેર ઔરંગાબાદવાલા (૬) શીરીન ઔરંગાબાદવાલા (૭) ભારતી પ્રકાશ કટકિયા (૮) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૯) ખુશરૂ કાપડિયા (૧૦) પુષ્પા પટેલ (૧૧) શ્રદ્ધા આશર (૧૨) મીનળ કાપડિયા (૧૩) પુષ્પા ખોના (૧૪) મહેશ દોશી (૧૫) વિભા મહેશ્ર્વરી (૧૬) રજનીકાંત પટવા (૧૭) શ્રદ્ધા આશર (૧૮) જ્યોતિ ખાંડવાલા (૧૯) સુનીતા પટવા (૨૦) કિશોર બી. સંઘરાજકા (૨૧) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૨) ભાવના કર્વે (૨૩) અશોક સંઘવી (૨૪) મનીષા શેઠ (૨૫) ફાલ્ગુની શેઠ (૨૬) પ્રતીમા પમાણી (૨૭) જયવંત પદમશી ચિખલ (૨૮) સુરેખા દેસાઈ (૨૯) હર્ષા મહેતા (૩૦) શિલ્પા શ્રોફ (૩૧) કલ્પના આશર (૩૨) અંજુ ટોલિયા (૩૩) નીતા દેસાઈ (૩૪) દેવેન્દ્ર સંપટ (૩૫) અલકા વાણી (૩૬) દિલીપ પરીખ (૩૭) પુષ્પા ખોના (૩૮) પ્રવીણ વોરા (૩૯) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૦) નિખિલ બંગાળી (૪૧) અમીશી બંગાળી (૪૨) જગદીશ ઠક્કર (૪૩) નયના ગિરીશ મિસ્ત્રી (૪૪) અરવિંદ કામદાર (૪૫) જ્યોત્સના ગાંધી (૪૬) રમેશ દલાલ (૪૭) ઈનાક્ષી દલાલ (૪૮) હિના દલાલ (૪૯) નિતિન બજરિયા (૫૦) કમલેશ મૈઠિઆ (૫૧) નંદકિશોર સંજાણવાળા (૫૨) વિજય આસર

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button