ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ઓળખાણ પડી?
પાણીના ધોધની વાત નીકળે ત્યારે સૌપ્રથમ નાયગ્રા ફોલનું નામ લેવામાં આવે. યુરોપના સૌથી શક્તિશાળી ધોધ તરીકે ઓળખાતો ર્હાઈન ફોલ ક્યા દેશમાં સ્થિત છે એની ઓળખાણ પડી?
અ) ડેનમાર્ક બ) નેધરલેન્ડ્સ ક) સ્વિટ્ઝર્લેન્ડ ડ) નોર્વે
ભાષા વૈભવ…
ગુજરાતી – ગુજરાતી સમાનાર્થી
શબ્દોની જોડી જમાવો
A B
શીળો ભાન
શીઘ્ર પવિત્ર
શુચિ કાંટો
શૂધ સત્વર
શૂળ છાંયો
ગુજરાત મોરી મોરી રે
પ્રખ્યાત લોકગીતની પંક્તિ પૂરી કરો.
પાપ તારું પરકાશ જાડેજા, ——– તારો સંભાળ રે, તારી બેડલીને બૂડવા નહિ દઉં, જાડેજા રે.
અ) કરમ બ) નસીબ ક) ધરમ ડ) ઉદ્યમ
જાણવા જેવું
સૂર્ય ઊગે પૂર્વમાં અસ્ત પામે પશ્ર્ચિમમાં. ઉગતા સૂર્યની સામે ઊભા રહેતાં ડાબા હાથ તરફથી ઉત્તર અને જમણા હાથ તરફ દક્ષિણ દિશા. ઉત્તર અને પૂર્વ એ બેની વચમાંનો ખૂણો ઈશાન, ઉત્તર ને પશ્ર્ચિમ વચ્ચે વાયવ્ય, પશ્ર્ચિમ અને દક્ષિણ વચ્ચેનો નૈઋત્ય, દક્ષિણ ને પૂર્વ વચ્ચે અગ્નિ ખૂણો છે.
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
પરદેશ જવા માટે વિઝા મેળવવો જરૂરી છે. અહીં આપેલા વિકલ્પમાંથી કયા દેશમાં પ્રવાસ કરવા માટે વિઝાની જરૂર જ નથી પડતી એ શોધી કાઢો.
અ) ચીન
બ) ઇરાક
ક) નેપાળ
ડ) મ્યાનમાર
નોંધી રાખો
એક વાત જરૂર નોંધી રાખો કે જ્યારે દુનિયા આપણને કહે છે કે હાર માની લો, તે સમયે આશા આપણને કાનમાં કહે છે, ફરી એક વખત પ્રયાસ કરી લો.
માઈન્ડ ગેમ
વિશ્ર્વના ક્યા દેશમાં નાગરિકોની જીવાદોરી સૌથી વધુ લાંબી હોય છે? મતલબ કે સરેરાશ આયુષ્ય કયા દેશનું મહત્તમ છે?
અ) યુએસએ બ) ચીન
ક) મોનેકો ડ) સિંગાપોર
ગયા શનિવારના જવાબ
ભાષા વૈભવ
A B
બહાલ મંજૂર
બરકત ફાયદો
બળાપો સંતાપ
બરડો પીઠ
બટ્ટો લાંછન
ગુજરાત મોરી મોરી રે
નડિયાદ
ઓળખાણ પડી
રશિયા
માઈન્ડ ગેમ
ખડક
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
આંખ
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) મુલરાજ કપૂર (૩) સુભાષ મોમાયા (૪) ડૉ. પ્રકાશ કટકિયા (૫) તાહેર ઔરંગાબાદવાલા (૬) શીરીન ઔરંગાબાદવાલા (૭) ભારતી પ્રકાશ કટકિયા (૮) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૯) ખુશરૂ કાપડિયા (૧૦) પુષ્પા પટેલ (૧૧) શ્રદ્ધા આશર (૧૨) મીનળ કાપડિયા (૧૩) પુષ્પા ખોના (૧૪) મહેશ દોશી (૧૫) વિભા મહેશ્ર્વરી (૧૬) રજનીકાંત પટવા (૧૭) શ્રદ્ધા આશર (૧૮) જ્યોતિ ખાંડવાલા (૧૯) સુનીતા પટવા (૨૦) કિશોર બી. સંઘરાજકા (૨૧) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૨) ભાવના કર્વે (૨૩) અશોક સંઘવી (૨૪) મનીષા શેઠ (૨૫) ફાલ્ગુની શેઠ (૨૬) પ્રતીમા પમાણી (૨૭) જયવંત પદમશી ચિખલ (૨૮) સુરેખા દેસાઈ (૨૯) હર્ષા મહેતા (૩૦) શિલ્પા શ્રોફ (૩૧) કલ્પના આશર (૩૨) અંજુ ટોલિયા (૩૩) નીતા દેસાઈ (૩૪) દેવેન્દ્ર સંપટ (૩૫) અલકા વાણી (૩૬) દિલીપ પરીખ (૩૭) પુષ્પા ખોના (૩૮) પ્રવીણ વોરા (૩૯) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૦) નિખિલ બંગાળી (૪૧) અમીશી બંગાળી (૪૨) જગદીશ ઠક્કર (૪૩) નયના ગિરીશ મિસ્ત્રી (૪૪) અરવિંદ કામદાર (૪૫) જ્યોત્સના ગાંધી (૪૬) રમેશ દલાલ (૪૭) ઈનાક્ષી દલાલ (૪૮) હિના દલાલ (૪૯) નિતિન બજરિયા (૫૦) કમલેશ મૈઠિઆ (૫૧) નંદકિશોર સંજાણવાળા (૫૨) વિજય આસર