ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
ગુજરાતી – ગુજરાતી સમાનાર્થી
શબ્દોની જોડી જમાવો
A B
ડાળ ગપ
ડાટો મજબૂત લાકડી
ડાંગ શાખ
ડાંડાઈ બૂચ
ડિંગ લુચ્ચાઈ
ઓળખાણ પડી?
ઐતિહાસિક મહત્ત્વ ધરાવતું અને સહેલાણીઓમાં અનેરું આકર્ષણ જન્માવતું ફૂકેટ ભારતના કયા પાડોશી દેશમાં છે એની ઓળખાણ પડી?
અ) ભૂતાન બ) થાઈલેન્ડ ક) મ્યાનમાર ડ) માલદીવ્સ
ગુજરાત મોરી મોરી રે
જેસલ તોરલની સમાધિ ઉપરાંત સૂડી, ચપ્પુ અને કાતર બનાવવાના ગૃહ ઉદ્યોગ માટે કચ્છનું કયું શહેર પ્રખ્યાત છે એ જણાવી શકશો?
અ) રાપર બ) માંડવી ક) અંજાર ડ) ભચાઉ
જાણવા જેવું
ગુરુત્વાકર્ષણના સિદ્ધાંત અનુસાર પાણી નીચાણ તરફ વહી સમુદ્ર સુધી પહોંચે છે. કોઈ વખત આ પાણી સ્વતંત્ર પ્રવાહમાં સમુદ્ર સુધી પહોંચે છે અને ક્યારેક સમુદ્ર સુધી જનારી બીજી કોઈ મોટી નદીમાં મળી જાય છે. જે પ્રવાહ સીધો સુમદ્ર સુધી પહોંચે છે તેને ભૌગોલિક પરિભાષામાં મુખ્ય નદી કહે છે અને જે બીજા પ્રવાહમાં મળી જાય છે તેને સહાયક નદી કહે છે.
ચતુર આપો જવાબ
માનવ શરીરમાં વિવિધ પ્રકારના દર્દ – પીડા થતા હોય છે. કેટેરેકટ નામથી ઓળખાતી શારીરિક સમસ્યા શરીરના ક્યા હિસ્સામાં થાય છે?
માથું ખંજવાળો
અ) પગ
બ) આંખ
ક) કાન
ડ) જીભ
નોંધી રાખો
સમય – વખત સતત બદલાતો રહે છે. સમયની સૌથી સચોટ વ્યાખ્યા છે કે ‘સમય કોઈનો સગો નથી થતો અને સગા બધા સમય જોઈને થાય છે.’
માઈન્ડ ગેમ
વિદ્યાભ્યાસ સાથે સંબંધ ધરાવતી અનેકવિધ શાખાઓ ઉપલબ્ધ છે. Demographic Studies તરીકે જાણીતી શાખા શેના અભ્યાસ સાથે સંબંધ ધરાવે છે એ કહી શકશો?
અ) દેખાવ બ) જમીન
ક) સ્વભાવ ડ) માનવ વસ્તી
ગયા શનિવારના જવાબ
ભાષા વૈભવ
A B
વક્તવ્ય કથન
વખાર કોઠાર
વગડો જંગલ
વછેરો નાનો ઘોડો
વગોવણી નિંદા
ગુજરાત મોરી મોરી રે
સાવરકુંડલા
ઓળખાણ પડી
ઈટલી
માઈન્ડ ગેમ
માછલી
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
લીવર
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) ડો. પ્રકાશ કટકિયા (૩) ભારતી પ્રકાશ કટકિયા (૪) ભારતી બુચ (૫) પ્રતિમા પમાણી (૬)તાહેર ઔરંગાબાદવાલા (૭) શીરીન ઔરંગાબાદવાલા (૮) મુલરાજ કપૂર (૯) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૧૦) નીતા દેસાઈ (૧૧) સુભાષ મોમાયા (૧૨) ખુશરૂ કાપડિયા (૧૩) પુષ્પા પટેલ (૧૪) લજિતા ખોના (૧૫) શ્રદ્ધા આશર (૧૬) દિલીપ પરીખ (૧૭) વિભા મહેશ્ર્વરી (૧૮) નિખિલ બંગાળી (૧૯) અમીશી બંગાળી (૨૦) કિશોર બી. સંઘરાજકા (૨૧) અશોક સંઘવી (૨૨) મહેન્દ્ર લોઢાવિયા (૨૩) શ્રદ્ધા આશર (૨૪) જ્યોતિ ખાંડવાલા (૨૫) સુરેખા દેસાઈ (૨૬) મનીષા શેઠ (૨૭) ફાલ્ગુની શેઠ (૨૮) નંદકિશોર સંજાણવાળા (૨૯) કલ્પના આશર (૩૦) મહેશ દોશી (૩૧) ભાવના કર્વે (૩૨) દેવેન્દ્ર સંપટ (૩૩) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૩૪) રજનીકાંત પટવા (૩૫) સુનીતા પટવા (૩૬) શિલ્પા શ્રોફ (૩૭) અંજુ ટોલિયા (૩૮) અલકા વાણી (૩૯) પુષ્પા ખોના (૪૦) નિતીન બજરિયા (૪૧) જયવંત પદમશી ચિખલ (૪૨) જગદીશ ઠક્કર (૪૩) હર્ષા મહેતા (૪૪) હિના દલાલ (૪૫) ઈનાક્ષી દલાલ (૪૬) જ્યોત્સના ગાંધી (૪૭) રમેશ દલાલ (૪૮) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૯) પ્રવીણ વોરા (૫૦) પ્રતીમા પમાણી (૫૧) નયના ગિરીશ મિસ્ત્રી (૫૨) અબદુલ્લા એફ. મુનીમ (૫૩) કમલેશ મૈઠિઆ