વીક એન્ડ

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.

વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…
ગુજરાતી – ગુજરાતી સમાનાર્થી
શબ્દોની જોડી જમાવો
A B
બક્ષિસ લાંછન
બખોલ અહેવાલ
બટ્ટો ભેટ
બપૈયો પોલાણ
બયાન ચાતક

ઓળખાણ પડી?
દુનિયામાં અનેક ઠેકાણે વિવિધ ટાપુઓ આવેલા છે. વિસ્તારના માપદંડથી વિશ્ર્વનો કયો ટાપુ સૌથી મોટો છે એ ઓળખાય છે? અહીં એડવેન્ચર સ્પોર્ટ્સનું ઘણું મહત્ત્વ છે.
અ) બોર્નિયો બ) ન્યૂ ગિની ક) મડાગાસ્કર ડ) ગ્રીનલેન્ડ

ગુજરાત મોરી મોરી રે
લુહાર, તેલ મિલ અને દેશી ઘી માટે ગુજરાતનું કયું શહેર પ્રખ્યાત છે એ જણાવી શકશો? મધુ રાયની ’સંતુ રંગીલી’ પણ આ જ ગામની દર્શાવી છે.
અ) પાટણ બ) વેરાવળ ક) જામખંભાળીયા ડ) ગોંડલ

જાણવા જેવું
ટ ગુજરાતી ભાષાની લિપિના મૂળાક્ષરમાંનો અગિયારમો વ્યંજન વર્ણ અને બાવીસમો મૂળાક્ષર છે. જીભનું ટેરવું તાળવાને ઉપલે ભાગે અડાડવાથી આનો ઉચ્ચાર થાય છે. ટ મૂર્ઘસ્થાની ગણાય છે. લહિયાઓ પુસ્તક લખતાં સહેજ ઊઠવું હોય અથવા લખવાનું અમુક વખત માટે બંધ કરવું હોય તો આ અક્ષર ઉપર અટકે છે, કારણ કે તેઓ માને છે કે ટ ટકાવી રાખે.

ચતુર આપો જવાબ
માનવ શરીરમાં વિવિધ પ્રકારના દર્દ – પીડા થતા હોય છે. લેરીંજાઈટિસ નામથી ઓળખાતી શારીરિક સમસ્યા શરીરના ક્યા હિસ્સામાં થાય છે?
માથું ખંજવાળો
અ) હૃદય
બ) પગ
ક) ગળું
ડ) માથું

નોંધી રાખો
ધુમ્મસમાંથી સારી વાત શીખવા મળે છે કે જીવનમાં જ્યારે રસ્તો દેખાતો નથી ત્યારે દૂર જોવાની કોશિશ કરવી વ્યર્થ છે, ધીરે ધીરે, પગથિયાં ચડશો તો રસ્તો ખુલશે.

માઈન્ડ ગેમ
વિદ્યાભ્યાસ સાથે સંબંધ ધરાવતી અનેકવિધ શાખાઓ ઉપલબ્ધ છે. Seismology તરીકે જાણીતી શાખા શેના અભ્યાસ સાથે સંબંધ ધરાવે છે એ કહી શકશો?
અ) વ્યવસ્થા બ) ધરતીકંપ
ક) આરોગ્ય ડ) પ્રદૂષણ

ગયા શનિવારના જવાબ
ભાષા વૈભવ
A B
લત ટેવ, વ્યસન
લતા વેલો
લજ્જા શરમ
લચક ખૂબ લાંબું
લવણ મીઠુ

ગુજરાત મોરી મોરી રે
છોટા ઉદેપુર

ઓળખાણ પડી
સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ

માઈન્ડ ગેમ
સપના

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
આંતરડું

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) ડો. પ્રકાશ કટકિયા (૩) ભારતી પ્રકાશ કટકિયા (૪) મૂલરાજ કપૂર (૫) ભારતી બુચ (૬) ધીરેન્દ્ર ઉદ્દેશી (૭) પ્રતીમા પમાણી (૮) નીતા દેસાઈ (૯) કમલેશ મૈઠિઆ (૧૦) ખુશરૂ કાપડિયા (૧૧) પુષ્પા પટેલ (૧૨) સુભાષ મોમાયા (૧૩) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૧૪) મહેશ સંઘવી (૧૫) શ્રદ્ધા આશર (૧૬) જ્યોતિ ખાંડવાલા (૧૭) વિભા મહેશ્ર્વરી (૧૮) મહેન્દ્ર લોઢાવિયા (૧૯) પ્રવીણ વોરા (૨૦) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૧) લજિતા ખોના (૨૨) મીનળ કાપડિયા (૨૩) નિખિલ બંગાળી (૨૪) અમીશી બંગાળી (૨૫) ભાવના કર્વે (૨૬) કિશોર બી. સંઘરાજકા (૨૭) સુરેખા દેસાઈ (૨૮) દિલીપ પરીખ (૨૯) મનીષા શેઠ (૩૦) ફાલ્ગુની શેઠ (૩૧) નંદકિશોર સંજાણવાળા (૩૨) હર્ષા મહેતા (૩૩) તાહેર ઔરંગાબાદવાલા (૩૪) શીરીન ઔરંગાબાદવાલા (૩૫) મહેશ દોશી (૩૬) રજનીકાંત પટવા (૩૭) સુનીતા પટવા (૩૮) કલ્પના આશર (૩૯) જગદીશ ઠક્કર (૪૦) જયવંત પદમશી ચિખલ (૪૧) વિણા સંપટ (૪૨) દેવેન્દ્ર સંપટ (૪૩) અંજુ ટોલિયા (૪૪) શિલ્પા શ્રોફ (૪૫) નિતીન બજરિયા (૪૬) અલકા વાણી (૪૭) ઈનાક્ષી દલાલ (૪૮) હિના દલાલ (૪૯) રમેશ દલાલ (૫૦) જ્યોત્સના ગાંધી (૫૨) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૫૩) નયના ગિરીશ મિસ્ત્રી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button