ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
ગુજરાતી – ગુજરાતી સમાનાર્થી
શબ્દોની જોડી જમાવો
A B
લત મીઠુ
લતા શરમ
લજ્જા ખૂબ લાંબું
લચક વેલો
લવણ ટેવ, વ્યસન
ઓળખાણ પડી?
ભારતીય રેલવે દ્વારા શરૂ કરવામાં આવેલી રાજધાની નવી દિલ્હી અને દેશનાં વિવિધ શહેરોને જોડતી ટ્રેન ક્યા નામથી ઓળખાય છે એ કહી શકશો?
અ) ગરીબ રથ એક્સપ્રેસ બ) તેજસ એક્સપ્રેસ
ક) સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ ડ) સુવિધા એક્સપ્રેસ
ગુજરાત મોરી મોરી રે
ગુજરાતમાં કુલ ૩૩ જિલ્લા છે. ૨૦૧૩માં વડોદરા જિલ્લામાંથી કયા જિલ્લાએ પોતાની સ્વતંત્ર ઓળખ અને અસ્તિત્વ ધારણ કર્યા એ કહી શકશો?
અ) આણંદ બ) છોટા ઉદેપુર ક) બોટાદ ડ) દાહોદ
જાણવા જેવું
આયુધ એટલે યુદ્ધ સાહિત્ય, લડાઈની સામગ્રી, લડવાનું સાધન અથવા હથિયાર. કેટલાકના મત પ્રમાણે આયુધની ત્રણ જાત છે: (૧) પ્રહરણ એટલે હાથમાં ઝાલીને મારી શકાય એવું. જેમકે, તલવાર. (૨) હસ્તમુક્ત એટેલે ફેંકી શકાય એવું. જેમકે, ચક્ર. (૩) યંત્રમુક્ત એટલે યંત્રથી ફેંકી શકાય એવું. જેમકે, બાણ.
ચતુર આપો જવાબ
માનવ શરીરમાં વિવિધ પ્રકારના દર્દ – પીડા થતા હોય છે. મરડો નામથી ઓળખાતી શારીરિક સમસ્યા શરીરના ક્યા હિસ્સામાં થાય છે?
માથું ખંજવાળો
અ)માથું બ) આંતરડું ક) ફેફસા
ડ) દાંત
નોંધી રાખો
કોઈને ખુશ રાખવા આસાન કામ નથી. જે માણસ આનંદ વહેંચી શકે છે એના પર ભગવાનની અસીમ કૃપા છે. પ્રભુએ તેને વિશેષ કૌશલ્ય આપ્યું છે.
માઈન્ડ ગેમ
વિદ્યાભ્યાસ સાથે સંબંધ ધરાવતી અનેકવિધ શાખાઓ ઉપલબ્ધ છે. Oneirology તરીકે જાણીતી શાખા શેના અભ્યાસ સાથે સંબંધ ધરાવે છે એ કહી શકશો?
અ) બંધારણ બ) અંતરિક્ષ ક) સપના ડ) ઉપચાર
ગયા શનિવારના જવાબ
ભાષા વૈભવ
A B
પક્ષઘાત લકવો
પગરખું જોડું
પગાર દરમાયો
પજવણી હેરાનગતિ
પડતી અવદશા
ગુજરાત મોરી મોરી રે
ભાવનગર
ઓળખાણ પડી
કર્ણાટક
માઈન્ડ ગેમ
પર્યાવરણ
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
માથું
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) મુલરાજ કપૂર (૩) ડો. પ્રકાશ કટકિયા (૪) ભારતી પ્રકાશ કટકિયા (૫) ધીરેન્દ્ર ઉદ્દેશી (૬) ભારતી બુચ (૭) સુભાષ મોમાયા (૮) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૯) નીતા દેસાઈ (૧૦) ખુશરૂ કાપડિયા (૧૧) કમલેશ મૈઠિઆ (૧૨) શ્રદ્ધા આશર (૧૩) મહેન્દ્ર લોઢાવિયા (૧૪) પ્રવીણ વોરા (૧૫) પુષ્પા પટેલ (૧૬) વિભા મહેશ્ર્વરી (૧૭) મહેશ દોશી (૧૮) નિખિલ બંગાળી (૧૯) અમીશી બંગાળી (૨૦) શીરીન ઔરંગાબાદવાલા (૨૧) તાહેર ઔરંગાબાદવાલા (૨૨) અબદુલ્લા એફ. મુનીમ (૨૩) કિશોર બી. સંઘરાજકા (૨૪) જ્યોતી ખાંડવાલા (૨૫) મનીષા શેઠ (૨૬) ફાલ્ગુની શેઠ (૨૭) મીનળ કાપડિયા (૨૮) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૯) સુરેખા દેસાઈ (૩૦) નંદકિશોર સંજોણવાળા (૩૧) દિલીપ પરીખ (૩૨) કલ્પના આશર (૩૩) જગદીશ ઠક્કર (૩૪) વીણા સંપટ (૩૫) દેવેન્દ્ર સંપટ (૩૬) રજનીકાંત પટવા (૩૭) સુનીતા પટવા (૩૮) હેમા હરીશ ભટ્ટ (૩૯)ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૦) અંજુ ટોલીયા (૪૧) ભાવના કર્વે (૪૨) શિલ્પા શ્રોફ (૪૩) હર્ષા મહેતા (૪૪) પુષ્પા ખોના (૪૫) અલકા વાણી (૪૬) વિજય આશર (૪૭) નિતીન જે. બજરીયા (૪૮) નયના ગિરીશ મિસ્ત્રી (૪૯) જયવંત પદમશી ચિખલ (૫૦) ઈનાક્ષી દલાલ (૫૧) હીનાબેન દલાલ (૫૨) રમેશભાઈ દલાલ (૫૩) જ્યોત્સના ગાંધી (૫૪) મહેશ સંઘવી (૫૫) અરવિંદ કામદાર