ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
ગુજરાતી – ગુજરાતી સમાનાર્થી
શબ્દોની જોડી જમાવો
A B
ચીરવું વસ્ત્ર
ચીવટ ચૂંટી
ચીંધવું કાળજી
ચીર દેખાડવું
ચીમટી ફાડવું
ઓળખાણ પડી?
મૂળ પાદરી, પછી આંદોલનકારી અને મુખ્યત્વે આફ્રિકી – અમેરિકી નાગરિકોના સંઘર્ષ માટે લડત ચલાવનારા નેતાની ઓળખાણ પડી? તેમને અમેરિકન ગાંધી પણ કહેવામાં આવતા હતા.
અ) નેલસન મંડેલા બ) માર્ટિન લ્યુથર કિંગ
ક) વિક્ટર ગ્લોવર ડ) માલ્કમ એક્સ
ગુજરાત મોરી મોરી રે
પાવાગઢ ડુંગર પરથી વહેતી વિશ્ર્વામિત્રી નદી પર બાંધવામાં આવેલો આજવા બંધ ગુજરાતના કયા જિલ્લામાં છે એ કહી શકશો?
અ) સાબરકાંઠા બ) મોરબી ક) વડોદરા ડ) સુરેન્દ્રનગર
જાણવા જેવું
રંગબેરંગી પતંગિયાં ખૂબ જ સુંદર અને મનમોહક હોય છે. તેમને જોઈને મન પ્રફુલ્લિત થઈ જાય છે. પતંગિયાં ફૂલોની આજુબાજુ જ તેમનું જીવન પસાર કરતાં હોય છે. ફૂલોના રસને ચૂસીને તેઓ પોષણ મેળવતા હોય છે. પતંગિયાંના લગભગ ૨૮૦૦૦ પ્રકાર છે. દરેક પતંગિયાનો આકાર અલગ અલગ હોય છે. તેમનું વજન ફૂલની બે પાંખડી જેટલું હોય છે. પતંગિયાનો જીવનકાળ ચાર અવસ્થામાંથી પસાર થાય છે.
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
મનુષ્ય શરીરનું લોહી – રક્ત વિવિધ સંજ્ઞાથી (ગ્રુપ) ઓળખાય છે. લોહીનું કયું ગ્રુપ પ્રચલિત ચારે ચાર પ્રકારના લોહી ધરાવતા દર્દીને આપી શકાય છે એ જણાવો.અ) એ
બ) ઓ
ક) એબી
ડ) બી
માઈન્ડ ગેમ
વિદ્યાભ્યાસ સાથે સંબંધ ધરાવતી અનેકવિધ શાખાઓ ઉપલબ્ધ છે. Entomology તરીકે જાણીતી શાખા શેના અભ્યાસ સાથે સંબંધ ધરાવે છે એ કહી શકશો?
અ) એન્ટેના બ) માનવ શરીર
ક) માટી ડ) જંતુ
ગયા શનિવારના જવાબ
ભાષા વૈભવ
A B
હાંજા હિંમત
હાંસલ મેળવેલું
હાંસી મશ્કરી
હાક બૂમ
હાટ દુકાન
ગુજરાત મોરી મોરી રે
ઠક્કરબાપા
ઓળખાણ પડી
ચંદુ બોર્ડે
માઈન્ડ ગેમ
માનવશાસ્ત્ર
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
મરક્યુરી
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) મુલરાજ કપૂર (૩) સુરેખા દેસાઈ (૪) સુભાષ મોમાયા (૫) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૬) ધીરેન્દ્ર ઉદ્દેશી
(૭) પ્રતીમા પમાણી (૮) કમલેશ મૈઠિયા (૯) ખુશરૂ કાપડિયા (૧૦) શ્રદ્ધા આશર (૧૧) ડો. પ્રકાશ કટકિયા (૧૨) ભારતી પ્રકાશ કટકિયા (૧૩) ભારતી
બુચ (૧૪) નિખિલ બંગાળી (૧૫) અમીશી બંગાળી (૧૬) લજિતા ખોના (૧૭) નિતીન બજરિયા (૧૮) જ્યોતિ ખાંડવાલા (૧૯) વિભા મહેશ્ર્વરી (૨૦) મહેન્દ્ર લોઢાવિયા (૨૧) પ્રવીણ વોરા (૩૨) પુષ્પા પટેલ (૩૩) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૩૪) મનીષા શેઠ (૩૫) ફાલ્ગુની શેઠ (૩૬) હર્ષા મહેતા (૩૭) મીનળ કાપડિયા (૩૮) મહેશ દોશી (૩૯) જયવંત પદમશી ચિખલ (૪૦) દિલીપ પરીખ (૪૧) વિણા સંપટ (૪૨) દેવેન્દ્ર સંપટ (૪૩) મહેશ સંઘવી (૪૪) અલકા વાણી
(૪૫) ઈનાક્ષી દલાલ (૪૬) હિના દલાલ (૪૭) રમેશ દલાલ (૪૮) જ્યોત્સના ગાંધી (૪૯) અંજુ ટોલિયા (૫૦) ભાવના કર્વે (૫૧) રજનીકાંત પટવા (૫૨) સુનીતા પટવા (૫૩) અરવિંદ કામદાર (૫૪) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૫૫) તાહેર ઔરંગાબાદવાલા (૫૬) શીરીન ઔરંગાબાદવાલા (૫૭) અબદુલ્લા એફ.
મુનીમ (૫૮) નયના ગિરીશ મિસ્ત્રી (૫૯) નીતિન બજરિયા