વીક એન્ડ

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ઓળખાણ પડી?
અનેકવિધ પ્રાણી અને પક્ષીનું સૌંદર્ય ધરાવતું ૧૯૮૦માં અસ્તિત્વમાં આવેલું હિંગોળગઢ અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં સ્થિત છે એની ઓળખાણ પડી?
અ) જૂનાગઢ બ) મહેસાણા ક) રાજકોટ ડ) પંચમહાલ

ભાષા વૈભવ…
ગુજરાતી – ગુજરાતી સમાનાર્થી
શબ્દોની જોડી જમાવો
A B
નિશિત મનાઈ
નિશીથ સંકલ્પ
નિશ્ર્ચય અણીદાર
નિશ્ર્ચલ રાત્રી
નિષેધ સ્થિર

ગુજરાત મોરી મોરી રે
પાંચ માળ જેટલી ઊંડાઈ ધરાવતી રૂડાબાઈની વાવ જે અડાલજની વાવ તરીકે પણ ઓળખાય છે એ કયા શહેરમાં છે એ જણાવો. એના નિર્માણમાં આશરે ૫ લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો.
અ) નડિયાદ બ) પાલનપુર ક) પોરબંદર ડ) અમદાવાદ

જાણવા જેવું
આપણે બોલચાલમાં અને લખવામાં જે ગુજરાતી ભાષાનો વપરાશ કરીએ છીએ એમાં આપણું શબ્દભંડોળ સીમિત હોય છે. માતૃભાષામાં એવા
અનેક શબ્દો છે જે આજે ખોવાઈ ગયા છે કે વિસરાઈ ગયા છે. ઇટીકીટી એવો જ એક શબ્દ છે જેનો અર્થ થાય છે નહીં જેવો કે ક્ષુલ્લક સામાન. ઘર ખાલી કરતી વખતે તેણે ઇટીકિટી ત્યાં જ છોડી દીધો.

ચતુર આપો જવાબ માથું ખંજવાળો
આપણા દેશમાં વિવિધ નદીઓ પર વિવિધ બંધ બાંધવામાં આવ્યા છે. ઓડિશા રાજ્યમાં આવેલા આશરે ૨૬ કિલોમીટર સૌથી લાંબા બંધનું નામ જણાવો.
અ) હિરાકુંડ બંધ
બ) તેહરી બંધ
ક) ભવાની સાગર બંધ
ડ) કોયના બંધ

નોંધી રાખો
માણસ માત્ર ભૂલને પાત્ર એ વાત સાચી, પણ જીવનમાં કરેલી એક ભૂલ તમારો અનુભવ વધારે છે જ્યારે એક અનુભવ તમારી ભૂલ ઓછી કરવામાં મદદરૂપ થાય છે.

માઈન્ડ ગેમ
વિદ્યાભ્યાસ સાથે સંબંધ ધરાવતી અનેકવિધ શાખાઓ ઉપલબ્ધ છે. Genealogy તરીકે જાણીતી શાખા શેના અભ્યાસ સાથે સંબંધ ધરાવે છે એ કહી શકશો?
અ) જાનવર બ) વંશવેલો
ક) તારામંડળ ડ) ખેતીવાડી

ગયા શનિવારના જવાબ
ભાષા વૈભવ
A B
ચાનક ઉમંગ
ચાતક એક પક્ષી
ચારપાઈ ખાટલો
ચાપટ તમાચો
ચારસો ઓછાડ

ગુજરાત મોરી મોરી રે
ધોળાવીરા

ઓળખાણ પડી
ગોવિંદ વલ્ેલભ પંત

માઈન્ડ ગેમ
પક્ષી

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
કૃષ્ણા નદી

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.

(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) મુલરાજ કપૂર (૩) સુભાષ મોમાયા (૪) પ્રતીમા પમાની (૫) તાહેર ઔરંગાબાદવાલા (૬) શીરીન ઔરંગાબાદવાલા (૭) નીતા દેસાઈ (૮) ધીરેન્દ્ર ઉદ્દેશી (૯) ડૉ. પ્રકાશ કટકિયા (૧૦) ભારતી પ્રકાશ કટકિયા (૧૧) શ્રદ્ધા આશર (૧૨) ભારતી બુચ (૧૩) પુષ્પા પટેલ (૧૪) વિભા મહેશ્ર્વરી (૧૫) લજીતા ખોના (૧૬) મહેશ સંઘવી (૧૭) ખુશરૂ કાપડિયા (૧૮) મીનળ કાપડિયા (૧૯) જ્યોતી ખાંડવાલા (૨૦) મનીષા શેઠ (૨૧) ફાલ્ગુની શેઠ (૨૨) નિતીન જે. બજેરીયા (૨૩) વીણા સંપટ (૨૪) દિલીપ પરીખ (૨૫) દેવેન્દ્ર સંપટ (૨૬) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૭) ભાવના કર્વે (૨૮) જગદીશ વલ્લભ ઠક્કર (૨૯) કલ્પના આશર (૩૦) મહેશ દોશી (૩૧) સુનીતા પટવા (૩૨) રજનીકાંત પટવા (૩૩) અંજુ ટોલીયા (૩૪) શિલ્પા શ્રોફ (૩૫) જ્યોત્સના ગાંધી (૩૬) ઈનાક્ષી દલાલ (૩૭) હિના દલાલ (૩૮) રમેશ દલાલ (૩૯) રસીક જુઠાણી (ટોરન્ટો- કેનેડા) (૪૦) પુષ્પા ખોના (૪૧) પ્રવીણ વોરા (૪૨) કિશોર બી. સંઘરાજકા (૪૩) જયવંત પદમશી ચિખલ (૪૪) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૫) અબ્દુલ્લા એફ. મુનીમ (૪૬) નયન ગિરીશ મિસ્ત્રી (૪૭) મહેન્દ્ર લોઢાવિયા (૪૮) નિખીલ બંગાળી મિસ્ત્રી (૪૯) એમીષી બંગાળી (૫૦) અલકા વાણી (૫૧) સુરેખા દેસાઈ (૫૨) નંદકિશોર સંજાણવાળા (૫૩) હરીશ મનુભાઈ ભટ્ટ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Avoid the Fridge for These Fruits! Keep Them Fresh the Right Way Unblock Your Entryway: Essential Items to Avoid at Your Front Door Catches Win Matches: Top Indian Cricket Fielders Through the Decades IPL: Sixes Galore! Delhi vs Mumbai Turns into a Hitting Extravaganza