ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
ગુજરાતી – ગુજરાતી સમાનાર્થી
શબ્દોની જોડી જમાવો
A B
ચાનક તમાચો
ચાતક ઉમંગ
ચારપાઈ ઓછાડ
ચાપટ ખાટલો
ચારસો એક પક્ષી
ઓળખાણ પડી?
ઉત્તર પ્રદેશના ઈમાનદાર મુખ્ય પ્રધાન તરીકે ઓળખાયેલા રાજનેતાની ઓળખાણ પડી? સરકારી મૂડીથી અંગત કામ કરવાના તેઓ કાયમ વિરોધી રહ્યા હતા.
અ) રાજા રાજગોપાલાચારી બ) ગોવિંદ વલ્લભ પંત
ક) ચંદ્રભાનુ ગુપ્તા ડ) એન. ડી. તિવારી
ગુજરાત મોરી મોરી રે
કચ્છના ભચાઉ તાલુકાના ખદીર બેટ વિસ્તારમાં આવેલા પાંચ હજાર વર્ષ જૂના નગરનું નામ જણાવો. ૨૭ જુલાઈ ૨૦૨૧ના રોજ નગરને યુનેસ્કો વિશ્ર્વ ધરોહર સ્થળ જાહેર કરવામાં આવ્યું હતું.
અ) અબડાસા બ) લખપત ક) ધોળાવીરા ડ) રાપર
જાણવા જેવું
જૈનો શરીરના પાંચ પ્રકાર માને છે: (૧) ઔદારિક શરીર એટલે બાહ્મસ્થૂલ શરીર, (૨) કાર્મણ શરીર એટલે પ્રાણીનાં વિવિધ કર્મોરૂપી શરીર, (૩) તૈજસ શરીર એટલે સ્થૂળ શરીરમાં પાચનક્રિયા વગેરે કરનાર શરીર, (૪) આહારક શરીર એટલે કે એક પ્રકારનું સૂક્ષ્મ શરીર જે અમુક વિશિષ્ટ જીવો પોતાને સંશય પડે ત્યારે કેવળી ભગવાન જયાં હોય ત્યાં જમવા માટે ધારણ કરે અને (૫) વૈક્રિય શરીર એટલે યોગસિદ્ધિથી પ્રાપ્ત થતું, નાનું મોટું કરી શકાય તેવું શરીર.
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
ભારતની લાંબી નદીમાં ગણના ધરાવતી કઈ નદી દેશના મહારાષ્ટ્રથી પ્રારંભ થઈ કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાંથી પણ વહે છે એ આપેલા વિકલ્પમાંથી શોધી કાઢો.
અ) ચંબલ નદી બ) કાવેરી નદી ક) ગંડક નદી ડ) કૃષ્ણા નદી
નોંધી રાખો
ધુમ્મસમાંથી એક સારી વાત શીખવા મળે છે કે જીવનમાં જ્યારે રસ્તો દેખાતો નથી ત્યારે દૂર જોવાની કોશિશ કરવી વ્યર્થ છે. ધીરે ધીરે, પગથિયાં ચડશો તો રસ્તો ખૂલતો જશે.
માઈન્ડ ગેમ
વિદ્યાભ્યાસ સાથે સંબંધ ધરાવતી અનેકવિધ શાખાઓ ઉપલબ્ધ છે. Ornithology તરીકે જાણીતી શાખા શેના અભ્યાસ સાથે સંબંધ ધરાવે છે એ કહી શકશો?
અ) ધરેણાં બ) મેદાન
ક) પક્ષી ડ) પાણી
ગયા શનિવારના જવાબ
ભાષા વૈભવ
A B
નિવેડો ફેંસલો
નિશા રાત્રિ
નિશ્ર્ચય સંકલ્પ
નિષિદ્ધ પ્રતિબંધિત
નિસ્બત નાતો
ગુજરાત મોરી મોરી રે
કચ્છ
ઓળખાણ પડી
પંજરી
માઈન્ડ ગેમ
ગુનેગારી
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
બાબા આમટે
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) મુલરાજ કપૂર (૩) સુભાષ મોમાયા (૪) પ્રતીમા પમાની (૫) તાહેર ઔરંગાબાદવાલા (૬) શીરીન ઔરંગાબાદવાલા (૭) નીતા દેસાઈ (૮) ધીરેન્દ્ર ઉદ્દેશી (૯) ડૉ. પ્રકાશ કટકિયા (૧૦) ભારતી પ્રકાશ કટકિયા (૧૧) શ્રદ્ધા આશર (૧૨) ભારતી બુચ (૧૩) પુષ્પા પટેલ (૧૪) વિભા મહેશ્ર્વરી (૧૫) લજીતા ખોના (૧૬) મહેશ સંઘવી (૧૭) ખુશરૂ કાપડિયા (૧૮) મીનળ કાપડિયા (૧૯) જ્યોતી ખાંડવાલા (૨૦) મનીષા શેઠ (૨૧) ફાલ્ગુની શેઠ (૨૨) નિતીન જે. બજેરીયા (૨૩) વીણા સંપટ (૨૪) દિલીપ પરીખ (૨૫) દેવેન્દ્ર સંપટ (૨૬) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૭) ભાવના કર્વે (૨૮) જગદીશ વલ્લભ ઠક્કર (૨૯) કલ્પના આશર (૩૦) સુનીતા પટવા (૩૧) રજનીકાંત પટવા (૩૨) અંજુ ટોલીયા (૩૩) શિલ્પા શ્રોફ (૩૪) જ્યોત્સના ગાંધી (૩૫) ઈનાક્ષી દલાલ (૩૬) હીના દલાલ (૩૭) રમેશ દલાલ (૩૮) રસીક જુઠાણી (ટોરન્ટો- કેનેડા) (૩૯) પુષ્પા ખોના (૪૦) પ્રવીણ વોરા (૪૧) કિશોર બી. સંઘરાજકા (૪૨) જયવંત પદમશી ચિખલ (૪૩) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૪) અબ્દુલ્લા એફ. મુનીમ (૪૫) નયન ગિરીશ મિસ્ત્રી (૪૬) મહેન્દ્ર લોઢાવીયા (૪૭) નિખીલ બંગાળી મિસ્ત્રી (૪૮) એમીષી બંગાળી (૪૯) અલકા વાણી (૫૦) સુરેખ દેસાઈ (૫૧) નંદકિશોર સંજાણવાળા