ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
ગુજરાતી – ગુજરાતી સમાનાર્થી
શબ્દોની જોડી જમાવો
A B
નિવેડો સંકલ્પ
નિશા ફેંસલો
નિશ્ર્ચય રાત્રિ
નિષિદ્ધ નાતો
નિસ્બત પ્રતિબંધિત
ઓળખાણ પડી?
જન્માષ્ટમી ઉત્સવ વખતે ઉપયોગમાં લેવાતા ધાણા, સૂંઠ, સુવાદાણા, ખાંડ અને ટોપરું અથવા સૂંઠના મિશ્રણની ઓળખાણ પડી? ઘઉંના લોટના ઉપયોગથી મીઠાઈ પણ બને છે.
અ) લૌકિ હલવા બ) પૂડા ક) નેયાપ્પમ ડ) પંજરી
ગુજરાત મોરી મોરી રે
જાડેજા શાસકો દ્વારા બંધાવવામાં આવેલો અને
આજની તારીખમાં સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયેલો ‘તેરા કિલ્લો’ કયા જિલ્લામાં સ્થિત છે એ જણાવો.
અ) સાબરકાંઠા બ) પંચમહાલ ક) જૂનાગઢ ડ) કચ્છ
જાણવા જેવું
રૂપગઢનો કિલ્લો ભારત દેશના પશ્ર્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજ્યના ડાંગ જિલ્લામાં આવેલો ૧૭મી સદીનાં સમયમાં બનેલો આ વિસ્તારનો એકમાત્ર ડાંગી ગિરીદુર્ગ સ્થા૫ત્યનો નમૂનારૂ૫ કિલ્લો છે. હાલમાં કિલ્લા ઉ૫૨ ૫થ્થ૨માંથી બનાવવામાં આવેલો પાણીનો ટાંકો છે. આ ઉપરાંત આ સ્થળ પર દારૂગોળો અથવા અનાજનો સંગ્રહ કરી શકાય એવી કોઠી છે.
ચતુર આપો જવાબ
બાળપણ રાજાશાહી ઠાઠમાં પસાર કર્યા પછી વિનોબા ભાવેની વિચારધારાથી પ્રેરણા મેળવી આનંદવનની સ્થાપના કરી કુષ્ઠ રોગીઓની સારવારમાં જીવન સમર્પિત કરનારાનું નામ જણાવો.
માથું ખંજવાળો
અ) નાનાજી દેશમુખ
બ) અણ્ણા હઝારે
ક) બાબા આમટે
ડ) શરદ જોશી
નોંધી રાખો
જીવન ક્યારેક સાબુની ગોટી જેવું હોય છે. તમને એમ લાગશે કે બધી વસ્તુ તમારા નિયંત્રણ હેઠળ છે, પણ કયા સમયે એ હાથમાંથી સરકી જશે એની ખબર પણ નહીં પડે.
માઈન્ડ ગેમ
વિદ્યાભ્યાસ સાથે સંબંધ ધરાવતી અનેકવિધ શાખાઓ ઉપલબ્ધ છે. Penology તરીકે જાણીતી શાખા શેના અભ્યાસ સાથે સંબંધ ધરાવે છે એ કહી શકશો?
અ) લખાણ બ) ખેલકૂદ
ક) ગુનેગારી ડ) રસાયણ
ગયા શનિવારના જવાબ
ભાષા વૈભવ
A B
મસલત ચર્ચા
મક્કાર ઢોંગી, કપટી
મનસૂબો ઈરાદો
મલાજો શરમ
મર્કટ વાંદરો
ગુજરાત મોરી મોરી રે
ઊંઝા
ઓળખાણ પડી
ઈમરતી
માઈન્ડ ગેમ
વિમાન
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
જશુ પટેલ
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) મુલરાજ કપૂર (૨) કિશોરકુમાર જીવણદાસ વેદ (૩) શ્રદ્ધા આશર (૪) તાહેર ઔરંગાબાદવાલા (૫) શીરીન ઔરંગાબાદવાલા (૬) અબ્દુલ્લા એફ. મુનીમ (૭) ડો. પ્રકાશ કટકિયા (૮) ભારતી પ્રકાશ કટકિયા (૯) ખુશરૂ કાપડીયા (૧૦) જયશ્રી બુચ (૧૧) મહેન્દ્ર લોઢવીયા (૧૨) વિભા મહેશ્ર્વરી (૧૩) નીતા દેસાઈ (૧૪) મહેશ સંઘવી (૧૫) લજિતા ખોના (૧૬) પુષ્પા પટેલ (૧૭) મહેશ સંઘવી (૧૮) હર્ષા મહેતા (૧૯) જયોતિ ખાંડવાલા (૨૦) નિખિલ બેંગાલી (૨૧) અમીષી બેંગાલી (૨૨) મીનળ કાપડિયા (૨૩) મનીષા શેઠ (૨૪) ફાલ્ગુની શેઠ (૨૫) સુરેખા દેસાઈ (૨૬) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૭) કલ્પના આશર (૨૮) મહેશ દોશી (૨૯) અરવિંદ કામદાર (૩૦) વિણા સંપત (૩૧) દેવેન્દ્ર સંપટ (૩૨) અંજુ ટોલિયા (૩૩) નિતિન જે. બજારીયા (૩૪) અલકા વાણી (૩૫) સુભાષ મોમાયા (૩૬) પ્રતિમા પામાની (૩૭) શિલ્પા શ્રોફ (૩૮) પુષ્પા ખોના (૩૯) પ્રવીણ વોરા (૪૦) રસિક જુઠાની (ટોરોન્ટો – કેનેડા) (૪૧)) રજનીકાંત પટવા (૪૨) સુનીતા પટવા (૪૩) ભાવના કર્વે (૪૪) જયોત્સના ગાંધી (૪૫) ઈનાક્ષીબેન દલાલ (૪૬) હીનાબેન દલાલ (૪૭) રમેશભાઈ દલાલ (૪૮) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૯) શિલ્પા શ્રોફ (૫૦) નયના ગિરીશ મિસ્ત્રી (૫૧) જયવંત પદમશી ચિખલ (૫૨) તૃપ્તી આશર