વીક એન્ડ

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…
ગુજરાતી – ગુજરાતી સમાનાર્થી
શબ્દોની જોડી જમાવો

A               B

છજું કેફ, નશો
છટકું બનાવટ
છદ્મ ઝરૂખો
છાક વિદ્યાર્થી

છાત્ર જાળ

ઓળખાણ પડી?
દક્ષિણ ભારતમાં અને ખાસ કરી કેરળમાં ભોજન પછી પીરસવામાં આવતી આ સ્વીટ ડિશની ઓળખાણ પડી? ચોખાની વર્મીસેલી, દૂધ અને સૂકા મેવાનો ઉપયોગ થાય છે.

અ) પામજેલ બ) પાયસમ ક) પનીઠલ ડ) રસમ

ગુજરાત મોરી મોરી રે
પશ્ર્ચિમ રેલવેની બહારગામ જતી ટ્રેનનો કોઈ પ્રવાસી એમ કહે કે તે કાળુપુર સ્ટેશન પર ઉતરી જશે તો એ કયા સ્ટેશન પર ઊતરવા માગે છે એ કહી શકશો?

અ) ભરૂચ બ) કરમસદ ક) કલોલ ડ) અમદાવાદ

જાણવા જેવું

૧ મે ૧૯૬૦ના રોજ બોમ્બે રાજ્યના ઉત્તર ભાગના ૧૭ જિલ્લાઓમાંથી ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી. આ જિલ્લાઓ હતા: અમદાવાદ,અમરેલી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, ડાંગ,જામનગર, જૂનાગઢ, ખેડા, કચ્છ, મહેસાણા, પંચમહાલ, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર અને વડોદરા. આજે ૨૦૨૪માં ૩૩ જિલ્લા છે.

ચતુર આપો જવાબ
મુંબઈની હાર્બર લાઈન લોકલ ટ્રેન સર્વિસમાં પ્રવાસ કરતી વખતે અહીં આપેલા વિકલ્પમાંથી કયું સ્ટેશન આવે એ યાદશક્તિ ઢંઢોળી જણાવી શકશો?
માથું ખંજવાળો
અ) નાલાસોપારા
બ) વિદ્યાવિહાર
ક) કોટન ગ્રીન

ડ) તુંગારેશ્વર

નોંધી રાખો

જૂઠ , અસત્ય અજીબોગરીબ હોય છે. તમે પોતે બોલો તો બહુ જ સારું અને મનગમતું લાગે, પણ બીજું કોઈ બોલે તો અણગમો પેદા થાય અને ગુસ્સો આવે.

માઈન્ડ ગેમ
વિદ્યાભ્યાસ સાથે સંબંધ ધરાવતી અનેકવિધ શાખાઓ ઉપલબ્ધ છે. Ethnochoreology નામની શાખા શેના અભ્યાસ સાથે સંબંધ ધરાવે છે એ કહી શકશો?
અ) બાયોલોજી બ) ગણિત

ક) નૃત્ય ડ) સંગીત

ગયા શનિવારના જવાબ
ભાષા વૈભવ

A                     B

મહેર કૃપા
મહિમા ગૌરવ
મહેક સુગંધ
મલાજો મર્યાદા

મરવો નાની કાચી કેરી

ગુજરાત મોરી મોરી રે

વિરમગામ

ઓળખાણ પડી

કસાવા

માઈન્ડ ગેમ

સૌંદર્યશાસ્ત્ર

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો

ખાડીલકર રોડ

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વૈદ (૨) મુલરાજ કપૂર (૩) ભારતી બુચ (૪) સુભાષ મોમાયા (૫) ધીરેન ઉદ્દેશી (૬) નીતા દેસાઈ (૭) શ્રદ્ધા આશર (૮) ખુશરૂ કાપડિયા (૯) વિભા મહેશ્ર્વરી (૧૦) હર્ષા મહેતા (૧૧) પુષ્પા પટેલ (૧૨) લજિતા ખોના (૧૩) મીનળ કાપડિયા (૧૪) મહેન્દ્ર લોઢાવિયા (૧૫) દેવેન્દ્ર સંપટ (૧૬) ડો. પ્રકાશ કટકિયા (૧૭) ભારતી પ્રકાશ કટકિયા (૧૮) રજનીકાંત પટવા (૧૯) જ્યોતિ ખાંડવાલા (૨૦) મનીષા શેઠ (૨૧) ફાલ્ગુની શેઠ (૨૨) મહેશ દોશી (૨૩) ભાવના કર્વે (૨૪) કલ્પના આશર (૨૫) મહેશ સંઘવી (૨૬) સુરેખા દેસાઈ (૨૭) વિણા સંપટ (૨૮) શિલ્પા શ્રોફ (૨૯) જ્યોત્સના ગાંધી (૩૦) ઈનાક્ષી દલાલ (૩૧) હિના દલાલ (૩૨) રમેશ દલાલ (૩૩) જગદીશ ઠક્કર (૩૪) દિલીપ પરીખ (૩૫) પુષ્પા વોરા (૩૬) પ્રવીણ વોરા (૩૭) અરવિંદ કામદાર (૩૮) નિતીન બજરિયા (૩૯) પ્રતીમા પમાની (૪૦) નંદકિશોર સંજાણવાળા (૪૧) તાહેર ઔરંગાબાદવાલા (૪૨) શીરીન ઔરંગાબાદવાલા (૪૩) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૪૪) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૫) જયવંત પદમશી ચિખલ (૪૬) વર્ષા સૂર્યકાંત શ્રોફ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button