કોરાલેયો-પોપકોર્ન બીચથી વોટરપાર્ક સુધી…
અરાઉન્ડ ધ વર્લ્ડ – પ્રતીક્ષા થાનકી
નજીકના ટાપુ જવું હોય કે વોલ્કેનિક હાઇક, ફુઅર્ટેવેન્ટુરામાં અમારા માટે તો ત્ોનું કેપિટલ જાણે નાનકડું કોરાલેયો જ બની ગયું હતું. અહીંનું આજનું કેપિટલ છે પુએર્ટો ડે રોઝારિયો અન્ો એક સમયનું બ્ોટાનકુરિયા. અમે બંન્ોમાં ચક્કર લગાવી ચૂકેલાં, પણ અહીં નોર્થમાં ઘણી મજાની શરૂઆત ત્ો બંન્ોના બદલે કોરાલેયોથી થતી હતી, અન્ો બાકીના ટાપુના પ્રમાણમાં આ ટાઉન સાવ નવું છે. હજી એક સદી પહેલાં માંડ સ્થપાયું હતું અન્ો ત્યાં બ્ો હજારથી વધુ વસતી ન હતી. ધીમે ધીમે ત્યાં ટૂરિઝમની સાથે સાથે વસતી પણ વધતી ચાલી. થોડી વસતી તો ત્યાં સ્થાયી થઈ ગયેલાં ટૂરિસ્ટના કારણે જ વધી ગઈ છે. આજે વીસ હજારથી પણ વધુ લોકો ત્યાં વસ્ો છે. ઘણાં બ્રિટિશ અન્ો જર્મન ટૂરિસ્ટ હવે ત્યાં ઘર બનાવીન્ો ટૂરિઝમના બિઝન્ોસમાં જોડાઈ ગયાં છે. અહીં જો કામ કરવાનું માફક આવી જાય અન્ો બ્લુ દરિયા નજીક, દુનિયાથી દૂર શાંતિની લાઇફ જોતી હોય તો અહીં રહી જવાની ઇચ્છા થઈ આવે ત્ો સમજી શકાય ત્ોમ હતું.
કોરાલેયો આસપાસ અમન્ો વોલ્કેનો હાઇક, ઇઝલા ડેલ લોબોસની ફેરી અન્ો ડ્યુન્સની મજા કરવા મળી જ ચૂકી હતી. અહીં રિસોર્ટની સંખ્યા અન્ો ક્વોલિટી જોઈન્ો લાગ્યું કે ફરી એકવાર અહીં આવીએ તો કાં તો મોરો જાબલે અથવા કોરાલેયોમાં જ રહેવું જોઈએ. કોરાલેયોમાં સ્થાનિક લાઇફ, પબ્લિક ટ્રાન્સપોર્ટ, સ્કૂલ, લોકલ ગ્રોસરી સ્ટોર બધું જ દેખાયું. એટલું જ નહીં, અહીં એક વોટરપાર્ક પણ છે. આટલા સુંદર બીચ અન્ો દરિયાના રંગો અન્ો પાણીન્ો મૂકીન્ો કોઈન્ો ક્લોરિન વોટરમાં લપસણી ખાવામાં શું મજા આવતી હશે ત્ો પ્રશ્ર્ન થાય, પણ જે ગામમાં પોતાનો વોટરપાર્ક પણ હોય ત્યાં ગામ ધમધમી રહૃાું છે ત્ોમ માનવામાં જરાય વાંધો નહીં. જોકે આખાય ફુઅર્ટેવેન્ટુરામાં આ એક જ વોટરપાર્ક છે, એટલે વોટર સ્લાઇડની એટલી પણ ડિમાન્ડ હોય ત્ોવું નથી લાગતું. અમે આ વોટરપાર્કની દિશામાં પણ નહોતાં ગયાં, પણ ત્યાં વોટરપાર્ક છે ત્ો જાણીન્ો પણ અચરજ થતુંં હતું. કોરાલેયોની બરાબર મધ્યે ત્રણ જુનવાણી પવનચક્કીઓ ગામન્ો અત્યંત ઓથેન્ટિક લૂક આપ્ો છે. આ પવનચક્કીઓ દેખાવામાં તો કોઈ અલગ સમયગાળાની હોય ત્ોવી લાગ્ો છે, પણ માંડ પચાસ વર્ષ પહેલાં જ બની હોવાની વાત છે. કાલે પિઝારો નામના વિસ્તારમાં આવેલી આ પવનચક્કીઓ લાન્ઝારોટેથી આવેલા એક બિઝન્ોસમેન્ો બનાવડાવી હતી. અહીં એવેનિડા કારમેન પર દુકાનોની હારમાળા જોઈન્ો પણ જરા સારું લાગ્યું. છેલ્લા ઘણા દિવસોથી અમે જ્યાં રહૃાાં હતાં ત્ો હોટલ અન્ો કુદરતમાં સાથે લઈ ગયેલી ખાવા-પીવાની ચીજો સિવાય ખાસ કાફે કે શોપ્સ દેખાયાં ન હતાં. અહીં તો બાર, પબ્સ, જિલાટો, કોફી, બધું દરિયાના મનપસંદ વ્યુ સાથે હાજર હતું. બાકી ગઈ સદીમાં આ માછીમારોનું ગામડું જ હતું. પ્લાયા કોરાલેયો પીયર પર ભર બપોરે દરિયાનો રંગ વધુ ન્ો વધુ ઘેરો બ્લુ બનતો જતો હતો. અહીં સાવ વોકિંગ ડિસ્ટન્સ પર એક પછી એક સુવિધાઓથી ભરપ્ાૂર બીચ આવ્યે જતો હતો.
અમે અહીં બ્ોસીન્ો એક સર્ફિંગ સ્કૂલનાં લોકોન્ો સર્ફિંગ શીખતાં જોયાં. આ ટાપુની નોર્થ ટોચ પર પવનન્ો રોકનારું કશું નથી. એવામાં અહીં હવા અન્ો પાણી સાથે તાલ મેળવીન્ો વિન્ડ સર્ફિંગ કરવાની ઇચ્છા થઈ આવે. અહીં આ બધા રેગ્યુલર બીચ ઉપરાંત એક પોપકોર્ન બીચની વાત પણ સાંભળી હતી. ત્ોના માટે ગ્ાૂગલ મેપ તો ત્ો નજીકમાં છે એમ જ બતાવતો હતો, પણ ત્ો પોઇન્ટ પછી પણ અમારે છ-સાત કિલોમીટર અંદર કાચા રસ્ત્ો ગાડી લઈ જવી પડી. અંત્ો એક ત્ાૂટેલી, બંધ પડેલી કાફે પાસ્ો થોડી પાર્ક થયેલી કાર અન્ો પોપકોર્ન બીચનું મોટું પોસ્ટર દેખાયું. પ્લાયા ડે બાજો ડેલા બ્ાૂર્રા નામે આ બીચ પર લોકો બધે પોપકોર્ન હાથમાંથી ફૂલોની જેમ વેરી રહૃાા હોય ત્ોવા પોઝમાં ફોટો અન્ો વીડિયો લેવાનો પ્રોગ્રામ ચાલુ જ હતો. અમે પણ ત્ોમાં જોડાઈ ગયેલાં.
ફોટામાં તો દેખાતું હતું કે અહીં દરિયા કિનારાની રેતી કે પ્ોબલ્સના બદલે પોપકોર્ન શેપના પથ્થરો ફેલાયેલા છે. અહીં આ બીચ પર કોઈ પ્રકારની રોકટોક નથી. એવામાં ત્યાં જોવા આવનારાં લોકોએ ચાલી ચાલીન્ો પોપકોર્નની જાણે નાની ધાણી જ કરી નાખી છે. ત્ોનો શેપ જોઈન્ો લાગતું હતું કે કોઈ સમયે અહીં બીચ પર રેતીની જગ્યાએ પોપકોર્ન હોય ત્ોવું લાગતું હશે, પણ ત્ો બધું ધીમે ધીમે કચડાઈન્ો ઝીણું થઈ રહૃાું છે. થોડાં પોપકોર્ન તો અમે પણ કચડી આવ્યાં હતાં. આ પોપકોર્ન શેપ પથ્થરો એક પ્રકારની રોડોલાઇટ આલ્ગી સુકાઇન્ો ફોસીલ બન્ો છે. જિયોલોજીમાં રસ ધરાવનારાંઓન્ો અહીં જલસા થઈ જાય ત્ોવું છે. જાજકે અહીંથી એક પણ પોપકોર્ન રોક સાથે લઈ જવાનું અલાઉડ નથી. સુવિનિયર તરીકે આ રોક ખિસ્સામાં ભરીન્ો લઈ જાઓ તો ફાઇન પણ થાય છે. અહીં ફરી ક્યારેક આવીએ તો પથ્થરો મોટા પોપકોર્ન શેપમાં પણ મળી શકે. જો કે અમે આ બીચથી ખાસ એટલાં પ્રભાવિત નહોતાં થયાં. કોરાલેયોમાં અમે બીજી એટલી મજા કરી ચૂકેલાં કે પોપકોર્ન બીચ અમન્ો ખાસ જામ્યો નહીં.
કોરાલેયોમાં થઈ શકે ત્ો બધી મજા અમે કરી ચૂક્યાં હતાં. એવામાં પોપકોર્ન બીચ કંઈ ખાસ ન નીકળ્યો ત્ોનો જરાય અફસોસ ન હતો. ત્યાં સૌથી વધુ અફસોસની વાત એ હતી કે આટલી લોકપ્રિય સાઇટ પર એક કોલ્ડ્રિંક ખરીદીન્ો પીવા માટે નાનકડી હાટ પણ ન હતી. વિચાર આવ્યા વિના ન રહે કે ભારત હોત તો કોઈ ઠેલો લઈન્ો કંઇક તો નાસ્તો કરવાનો મેળ કરી જ આપત. જોકે માત્ર કોરાલેયોમાં જ નહીં, ફુઅર્ટેવેન્ટુરામાં આગળ પણ ઘણાં કાફે કોવિડના સમયગાળા પછી બિસ્માર હાલતમાં પડ્યાં હતાં. માત્ર ટૂરિઝમ પર આધાર રાખનારા પ્રદેશ પર આંતરરાષ્ટ્રીય લોકડાઉન અસર છોડીન્ો ગયું હોય ત્ો સ્વાભાવિક છે. જોકે હવે ઘણાં કાફેઝ અન્ો રેસ્ટોરાં ફરી ખૂલવાનાં હોય ત્ોવાં રિનોવેશન પણ ચાલુ હતાં જ. એવામાં પોપકોર્ન બીચ પર પોપકોર્નનું કાઉન્ટર ખોલવાનો બિઝન્ોસ પ્લાન લઇન્ો અમે હોટલ પાછાં ફર્યાં. હવે ફુઅર્ટેવેન્ટુરા છોડતાં પહેલાં ત્યાંના ફેરી પુલ્સ જોવાના હતા.