વીક એન્ડ

અવકાશી ભંગાર એક સમસ્યા

ફોકસ -નિધિ ભટ્ટ

નૈઋત્ય ફલોરિડાના ઘરના માલિક અવકાશી કાટમાળ તેમના ઘરે પડતાં થયેલા નુકસાન માટે વળતરની માગણી કરી રહ્યા છે. કાનૂની કેસ અભૂતપૂર્વ છે, કારણ કે આ પહેલાં નાસા સામે આવો દાવો કોઈએ કર્યો નથી. અંતરિક્ષ સંસ્થા જે જવાબ આપશે એ એક આધારરૂપ દાખલો બનશે જે આખા વિશ્ર્વ માટે અગત્યનો હશે, કારણ કે અવકાશી કાટમાળ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે ત્યારે ઘણી વાર અકસ્માત સર્જે છે.

ફલોરિડાના નેપલ્સના માલિક અલેજાન્ડ્રો ઓટેરોના ઘર પર અવકાશી કાટમાળ ત્રાટક્યો હતો. ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના બેટરી પેકનો ભાગ આઠમી માર્ચે ઘરના છાપરા પર પડ્યો ત્યારે માલિક ઘરે નહોતા.

તેમનો ૧૯ વર્ષનો પુત્ર ડેનિયલ ઘરે હતો, પરંતુ સદભાગ્યે તેને ઈજા થઈ નહોતી. નાસાએ એ વાતને સમર્થન આપ્યું હતું કે ૨૦૨૧માં સ્પેસ સ્ટેશનમાંથી બેટરી પેક દૂર કરાઈ હતી. આનો ભાગ મિશ્ર ધાતુનો હતો. ૧.૬ પાઉન્ડના વજનનો ભાગ ઘર પર પડ્યો હતો.

ઓટેરો કુુટુંબના વકીલ મિસા ગુયેન વર્થીએ કહ્યું હતું કે મેં ૮૦,૦૦૦ અમેરિકન ડૉલરના વળતરની માગણી કરી છે. આ વળતર વીમો ન કાઢવામાં આવેલી સંપત્તિને નુકસાન, વ્યવસાયમાં વિક્ષેપને લીધે થયેલા નુકસાન, નુકસાનથી થયેલી માનસિક અને ભાવનાત્મક યાતના અને ત્રીજા પક્ષોની મદદના ખર્ચ પેટે માગવામાં આવ્યું છે. વર્થીએ કહ્યું હતું કે અમે જાણીબુઝીને વાજબી વળતર માગ્યું છે, કારણ કે અમે એવી છાપ પાડવા નથી ઈચ્છતા કે મારા અસીલે છપ્પર ફાડે એવું વળતર માગ્યું છે. કુુટુંબે હજી સુધી નાસા વિરુદ્ધ કેસ કર્યો નથી. વર્થીએ કહ્યું હતું કે મારી નાસાના કાનૂની પ્રતિનિધિ સાથે ફળદાયી વાતચીત ચાલી રહી છે. મારા અસીલ એમ ઈચ્છે છે કે નાસા તેમને થયેલા નુકસાનનું પૂરું વળતર આપે તેમ જ ભવિષ્યમાં આવી ઘટનાના ભોગ બનેલાઓ માટે પ્રેરક ઉદાહરણ પૂરું પાડવા માગે છે. અવકાશી કાટમાળ માટે વળતર માટે પહેલી વાર કાનૂની દાવો નોંધવામાં આવ્યો છે. નાસા આનો કેવો પ્રતિસાદ આપે છે એના પર ભાવિ પગલાંનો આધાર રહેશે. આવી ઘટના ભવિષ્યમાં બને તો શું કરવું એની દિશા આમાંથી મળશે.

એક વાત સારી છે કે અમેરિકામાં કોઈ બીજા દેશ જેવા કે રશિયા કે ચીનનો અવકાશી ભંગાર પડે અને નુકસાન થાય તો સદી પહેલાં કરવામાં આવેલા સ્પેસ લાયેબિલિટી ક્ધવેનશન હેઠળ વિક્ટિમને વળતર માગવાનો અધિકાર છે. આ સંધી હેઠળ જે દેશનો કાટમાળ હોય એ દેશે વળતર આપવું પડે અને વિક્ટિમ વતી એ દેશ સાથે વળતરની વાટાઘાટો નાસા કરશે.

અલબત્ત આ કેસમાં કાટમાળ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાંથી નીચે પડ્યો હતો. આ કાટમાળ જૂની બેટરીનો હતો અને જેને માટે નાસા જવાબદાર હતી. નાસાએ બેટરી અપગ્રેડ કરવાનો કાર્યકમ ૨૦૨૦ સુધી પૂરો કર્યો હતો. જૂની નિકલ-હાઈડ્રોજન બેટરીના સ્થાને નવી લિથિયમ-લોખંડની બેટરી લગાડવામાં આવી હતી. જૂની બેટરીની આવરદા પૂરી થઈ ગઈ હતી. જપાને છોડેલા કાર્ગો પેલેટમાં સ્પેસવોકના માધ્યમથી નવી બેટરી લગાડવામાં આવી હતી.

અધિકારીઓએ આ જૂની બેટરી નિયંત્રિત રીતે પૃથ્વી પર આવે એવી યોજના ઘડી હતી. જોકે આમાં વિલંબ થતાં જૂની બેટરીનું પૃથ્વીમાં આગમન યોજનાબદ્ધ રીતે થયું નહીં. આથી નાસાએ આ બેટરીને અવકાશ મથકમાંથી દૂર કરી હતી. નાસા માનતું હતું કે બેટરી વાતાવરણમાં પાછી ફરશે ત્યારે બળી જશે. આ નળાકાર બેટરી માર્ચમાં ફલોરિડામાં ઓટેરોના ઘરે પડી હતી. હવે આ કેસ સ્પેસ લાયેબિલિટી ક્ધવેશનના કાર્યક્ષેત્રમાં આવતો નથી. અમેરિકન નાગરિક અવકાશી ભંગારથી થયેલા નુકસાનનું વળતર કેવી રીતે માગી શકે એની યંત્રણા જ નથી. ઓટેરો કુુટુંબનો કેસ અનોખો છે. આ ઘટના નાસાની બેદરકારીને લીધે બની છે. નાસાએ ઓટેરો કુુટંબને એક ફોર્મ દાવો માંડવા આપ્યું છે. અંતરિક્ષ સંસ્થા પાસે ઘણા વિકલ્પો છે. તે ઓટેરો કુુટુંબને દરેક દાવા માટે ૨૫,૦૦૦ ડૉલરનું વળતર આપી શકે, પરંતુ આ માટે નાસાએ અમેરિકાના એટર્ની જનરલની પરવાનગી લેવી પડે. નાસા વળતરનો દાવો નકારી શકે અથવા તો અસ્વીકાર્ય તડજોડની ઓફર આપે. આ કેસમાં ઓટેરો કુુટુંબ ફ્લોરિડામાં કેસ કરી શકે. વર્થીએ કહ્યું હતું કે ઓટેરો કુુટુંબ માને છે કે દાવા મૂજબ તેને વળતર મળશે. અમારી પ્રાથમિકતા એ છે કે ભવિષ્યમાં આવી ઘટના થાય તો વિક્ટિમ માટે સ્થાપિત કાનૂની પ્રક્રિયા હોય. ઓટેરો માને છે કે વળતરની પ્રોસિજર સાદી અને પારદર્શી હોવી ઘટે જેથી કોઈ ઈજા કે મરણનો ગંભીર બનાવ બને તો નાગરિકોને વળતર મેળવવામાં તકલીફ ન થાય. જોકે હજી સુધી આવું બન્યું નથી. જોકે જીવ તાળવા પર આવી જાય એવી ઘટનાઓ બની છે. ૨૦૦૩માં મૃતપ્રાય સ્પેસ શટલ કોલમ્બિયાનો કાટમાળ ટેકસાસમાં ડેન્ટિસ્ટની ઓફિસ પર પડ્યો હતો. બીજા બનાવમાં ચીનના લાંબા રોકેટનો કાટમાળ અમેરિકાને એક ગામમાં પડતા ગામને નુકસાન થયું હતું. તાજેતરમાં સ્પેસ એક્સ ક્રુ ડ્રેગન મિશનનો કાટમાળ અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને બીજે પડ્યો હતો.

આંતરરાષ્ટ્રીય કાટમાળ પડે તો એના ભોગ બનેલાઓ પાસે વળતર માગવાનો વિકલ્પ છે. ખાનગી કંપનીના કાટમાળ પડે તો નાગરિક સિવિલ કોર્ટમાં વળતર માગી શકે, પરંતુ ઓટેરો કુુટુંબ પાસે આવો વિકલ્પ નથી. વર્થી કહે છે કે નાટોએ અમેરિકન સંસદ સાથે કામ કરીને આ અંગે કાયદો ઘડવો જોઈએ. વકીલે અંતમા કહ્યું હતું કે નાસા કેટલું વળતર આપે છે એ એની આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતા દાખવશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો