વીક એન્ડ

અરાઉન્ડ ધ વર્લ્ડ : પાલ્મિટોસ પાર્કનાં ઓલમોસ્ટ આઝાદ પક્ષીઓ…

પ્રતીક્ષા થાનકી

કેનેરી ટાપુઓના માસપાલોમાસના રણમાં જ્યારે અમે અઘરો રસ્તો ખેડી રહૃાાં હતાં ત્યારે રેતીમાં એક ચળકતું બ્લુ પીંછું મળ્યું હતું. ત્યાં ગરમીમાં આમ તો ખાસ ઊડતાં પક્ષીઓ દેખાતાં ન હતાં, પણ જ્યારે એક બિલ ભરતી વખતે મારા વોલેટમાંથી એ પીંછું ઊડીને નીચે પડ્યું ત્યારે એક સ્થાનિક દુકાનદારે અમને સમજાવેલું કે અહીં નજીકમાં એક બર્ડ પાર્ક છે, ત્યાંનાં પક્ષીઓ ઘણી વાર ઊડીને અહીં રણ પરથી નીકળતાં હોય છે. એમાંથી જ કોઈ પક્ષીનું પીંછું રણમાં ખરી ગયું હોવાની શક્યતા છે. ત્યારથી અમે તે બર્ડ પાર્ક જવાનું નક્કી તો કરી જ લીધેલું. વાંચવામાં એવું આવેલું કે ત્યાં આખો દિવસ વિતાવી શકાય તેમ છે. આમ પણ અમે એપાર્ટમેન્ટની બાલ્કનીમાંથી સનસેટ જોવાનો ટે્રડિશન જાળવી રાખેલો એટલે તે પહેલાં તો અમારે ઘરે પાછાં આવી જ જવું પડતું. એવામાં પાછાં જવાનો દિવસ નજીક આવી ગયેલો, એટલે એક સવારે અમે નાસ્તો અને લંચ પેક કરીને તે બર્ડ પાર્ક તરફ નીકળી પડ્યાં.

પાર્કની બહાર એક મોટી સાઇકલની મેરેથોન માટે મેળો જામેલો હતો. આમ તો જ્યાં પણ જતાં ત્યાં ટૂરિસ્ટ સ્પોટની મેઇન હાઇલાઇટ સિવાય ભીડ દેખાતી નહીં. પાર્ક દરિયાથી દૂર, ટેકરીઓની વચ્ચે એકદમ આયોજનથી ગોઠવાયેલો લાગતો હતો. પાર્કનું સૌથી મોટું એટે્રક્શન ત્યાંનો બર્ડ શો અને ડોલ્ફિન શો હતા. અમે આ પહેલાં ટેનેરિફેમાં ડોલ્ફિન શો તો જોઈ ચૂક્યાં હતાં, પણ અહીંની ડોલ્ફિનનાં પણ ઘણાં વખાણ સાંભળેલાં. ડોલ્ફિનને પાર્કમાં કેદ કરીને ન રાખવા માટે ઘણાં ટૂરિસ્ટ આવા પાર્કનો વિરોધ પણ કરે છે. હવે દુનિયામાં સતત દરેકને યોગ્ય લાગે તેવું જ કરવાનું તો શક્ય નથી હોતું. પાલ્મિટોસમાં દિવસમાં ડોલ્ફિન શો બે વાર હતો, અને બે પ્રકારના બર્ડ શો પણ. અમે તે બધાં વચ્ચે પૂરતો બ્રેક લઈને દરેક શોનો પૂરતો આનંદ લઈ શકાય તેવું આયોજન કરેલું.

આ પણ વાંચો: મોગાન – કેનેરી આઇલૅન્ડ્સનું લિટલ વેનિસ…

અહીં માત્ર પક્ષીઓ અને ડોલ્ફિન જ નહીં, થોડાં આડાઅવળાં પ્રાણીઓ પણ હતાં. શરૂઆત એક મીરકેટના ઘરથી થઈ. તેમની બાજુમાં થોડા મગરનું ઘર હતું. જરા આગળ જઈને એક શાહૂડી ફેલાઈને બેઠી હતી. બધાં એકદમ મજેથી આનંદ કરી રહૃાાં હતાં. અમે પણ તેમને જોઈને હરખાઈ ગયેલાં. પહેલો શો માત્ર દસ મિનિટનો પક્ષીઓ સાથે મળવાનો હતો. તેમાં ખાસ તો નાનકડાં બાળકોને કાકાટુઝને પોતાના હાથે ખવડાવવાની મજા કરાવવાની હતી. એક વાર મુખ્ય બર્ડ શો માટે રસ્તો પકડ્યા પછી રસ્તામાં આવેલાં બીજાં ઘણાં અનોખાં પક્ષીઓ સાથે ફોટા પડાવવાનો મોકો મળ્યો. બર્ડ માટેનું સ્ટેજ મોટો ઢાળ ચઢીને છેક ટેકરીની ટોચ પર રાખવામાં આવેલું. પાર્કમાં તો લોકો છૂટાછવાયાં આંટા મારતાં હોય તેવું લાગતું હતું, પણ અહીં શો માટેનું થિયેટર ભરચક હતું.

બર્ડ એક્સપર્ટ એન્ટર થયો અને ગેમ ઓફ થ્રોન્સ' સિરીઝનું ટાઇટલ સોંગ વાગવા માંડ્યું. માહોલ કોઈ યુદ્ધ માટે કૂચ શરૂ થવાની હોય તેવો બની ગયો હતો. આ શોનું નામ હતુંબર્ડ્ઝ ઓફ પ્રે’ એટલે મિલિટરી, પોલીસ, યુદ્ધ દરમ્યાન વપરાતાં ઇગલ્સ, વલ્ચર અને એવાં ભવ્ય પણ જરા અગ્રેસિવ પક્ષીઓને મળવાનું હતું. ઘણાં એકદમ અમારા માથા પરથી ઊડી જતાં હતાં. મેઇન હોસ્ટ અને તેના સહાયકોની આસપાસ માંસના ટુકડા ખાવા માટે સ્ટેજ અને સીટિગ એરિયાને ચક્કર લગાવતાં ઘણાં ઇગલ્સ ઊડીને એકદમ દૂર સુધી ચાલ્યાં જતાં. તેમાં એક બોલ્ડ ઇગલ તો એટલી દૂર ચાલી ગઈ કે કલાક સુધી પાછી ન આવી.

આ પણ વાંચો: લા પાલ્મા-નાના ટાપુનું મોટું શહેર…

આમ તો આ બધાં પક્ષીઓનાં પોતાનાં મોટાં પાંજરામાં જ ઘર હતાં, પણ તેમને દિવસમાં ઘણો સમય ખુલ્લી હવામાં ઊડવા મળતું. અને તે મન પડે ત્યારે પાછાં આવતાં. આમ તો પક્ષીઓ ટે્રઇન થયેલાં હતાં, પણ તેમને કોઈ સરકસની માફક પરફોર્મ કરવાનો ફોર્સ ન હતો. આમ જોવા જાઓ તો આ પક્ષીઓ અહીં નોકરી કરતાં હોય અને અહીં એપાર્ટમેન્ટમાં રહેતાં હોય તેવું પણ લાગે. શો દરમ્યાન જાણવા મળ્યું કે ક્યારેક અહીંથી ઊડી ગયેલી સમડીઓ દિવસો સુધી પાછી નથી આવતી. તે પછી થોડા કલાકોમાં બીજો એક શાંત પણ એક્ઝોટિક બર્ડનો શો જોયો તે દરમ્યાન અમને અમાં પેલું પીંછું જે પક્ષીનું હોઈ શકે તે પણ જોવા મળ્યું. મજાની વાત એ હતી કે તે પીંછું અમને અહીંથી પચાસ કિલોમીટર દૂર મળ્યું હતું. રસ્તામાં અલગ અલગ રંગોનાં પારાકીટ્સ પણ આવ્યાં. થોડાં તો પોપટની જેમ જે પણ બોલો તે સામે રિપીટ કરતાં હતાં.

હવે ડોલ્ફિન શોનો વારો હતો. ડોલ્ફિન પુલની સામે તો ભવ્ય ઓડિટોરિયમ બંધાવાયેલું. તેની સામે અને પાછળનું બેકગ્રાઉન્ડ ટેકરીઓ અને લીલોતરીનું હતું. એક પછી એક સીટ ભરાવા માંડી હતી. આ પહેલાં એક્વેરિયમમાં અમે અહીંની ડોલ્ફિનનું કઈ રીતે ધ્યાન રાખવામાં આવે છે તેની ડોક્યુમેન્ટરી જોઈ ચૂક્યાં હતાં. અહીં ડોલ્ફિન સાથે ફોટા પડાવીને તેમની સાથે અડધો કલાક વિતાવવાની અલગ ટિકિટ હતી. બાકી 45…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button